AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Randhan Chhath 2023 : જાણો કેમ મનાવવામાં આવે છે રાંધણ છઠનો તહેવાર, શું છે મહત્વ તથા રીતરિવાજો અને પૂજા વિધિ

Randhan Chhath 2023 : રાંધણ છઠ એ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે. જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે. રાધણ છઠના બીજા દિવસે મોટાભાગના ગુજરાતી પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે, આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે.

Randhan Chhath 2023 : જાણો કેમ મનાવવામાં આવે છે રાંધણ છઠનો તહેવાર, શું છે મહત્વ તથા રીતરિવાજો અને પૂજા વિધિ
Randhan Chhath 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 7:08 AM
Share

5 સપ્ટેમ્બર એટલે કે આજે હલષષ્ઠી અથવા રાંધણ છઠનું વ્રત ઉજવવામાં આવે છે. આ વ્રતને અનેક નામોથી ઓળખવામાં આવે છે. આ તહેવારને હાલષષ્ઠી, હલછઠ, રાધણ છઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્ની છઠ અથવા ખમર છઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. તેને બલરામ જયંતિ પણ કહેવામાં આવે છે. હલષષ્ઠીનું વ્રત માત્ર સંતાન વાળી સ્ત્રીઓ જ કરે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્યની કામના કરે છે. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ છઠના દિવસે રાંધણ છઠ કે હલષષ્ઠીનો તહેવાર ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : શ્રાવણના સોમવાર પર કરો આ વસ્તુઓનું દાન, ભોલેનાથની કૃપાથી દુ:ખ થશે દૂર

શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ છઠના દિવસે રાંધણ છઠ ઉજવવામાં આવે છે

ભગવાન બલરામના મુખ્ય શસ્ત્રો હળ અને મુસળ છે. હળ પકડવાને કારણે બલરામજીને હલદાર પણ કહેવામાં આવે છે. તે દેવકી અને વાસુદેવના સાતમા સંતાન છે. શ્રાવણ પૂર્ણિમાના 6 દિવસ પછી હલષષ્ઠી ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને ખેડૂતો દ્વારા ચંદ્રષષ્ઠી, બળદેવ છઠ ઉજવવામાં આવે છે. આ દિવસે હળ, મુસળી અને બળદની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હળ વડે ખેડેલા અનાજ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમજ હળનો ઉપયોગ થતો નથી.

રાંધણ છઠનું મહત્વ

રાંધણ છઠનું સમગ્ર ભારત કરતા ગુજરાતમાં વિશેષ મહત્વ છે.આ તહેવારમાં માતા શિલળા માતાની પૂજા કરવામાં આવે છે. રાધણ છઠ એ સ્વતંત્ર તહેવાર નથી. આ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે. જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે.શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે. રાધણ છઠના બીજા દિવસે મોટાભાગના ગુજરાતી પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે, આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે છઠ દિવસ કે જેના પર ખોરાક રાંધવામાં આવે છે અને સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. અને દરેક ઘર છઠના દિવસે બનાવેલી વાનગી આરોગે છે, સાતમના દિવસે શિતળાની પૂજા કરી તેને ઘઉં કે બાજીરીના લોટની કુલેરનો પ્રસાધ ધરાવી પૂજા કરવામાં આવે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

ઉપવાસ કરતી સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન ડાંગરના ચોખા અને ભેંસના દૂધનું સેવન કરે છે. આ દિવસે ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી. એવું કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરતી મહિલાઓ મહુઆના દાંતણથી દાંત સાફ કરે છે.શિતળા માતાની પૂજા કરવી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">