Rajkot : સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું છે. આજથી ભક્તો મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્રનો લાભ લઇ શકશે. નોંધનીય છેકે 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એમ કુલ 6 દિવસ સુધી અન્નક્ષેત્ર અને મંદિરના દર્શન બંધ હતા.

Rajkot : સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું
Rajkot: Legendary pilgrimage Virpur Jalaram Bapa's temple opened from today (file)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:46 AM

Rajkot : સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું છે. આજથી ભક્તો મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્રનો લાભ લઇ શકશે. નોંધનીય છેકે 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એમ કુલ 6 દિવસ સુધી અન્નક્ષેત્ર અને મંદિરના દર્શન બંધ હતા. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન અનિવાર્ય 

જોકે, મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે પ્રવેશ આપવામાં આવશે. દર્શન કરવા આવતા ભક્તો પહેલા રજીસ્ટ્રેશન કર્યા બાદ જ દર્શન કરી શકશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જન્માષ્ટમી દરમિયાન મંદિર બંધ રહ્યું હતું

આ પહેલા સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર એટલે કે વીરપુર જલારામ મંદિરને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન વીરપુર જલારામ મંદિર 6 દિવસ બંધ રહ્યું હતું. વીરપુર ખાતે આવેલું જલારામ મંદિર અને અન્નક્ષેત્ર 27 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર એમ 6 દિવસ સુધી બંધ કરાયું હતું. કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને ભીડ એકઠી ન થાય તે હેતુથી મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જલારામ મંદિરના ગાદીપતિએ ભકતોને ઘરે રહી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

આ પહેલા માર્ચ મહિનામાં મંદિર બંધ કરાયું હતું

વીરપુર જલારામ મંદિર અગાઉ ગત માર્ચ મહિનામાં પણ કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યું હતું. હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો ઘસારો થવાની સંભાવનાને ધ્યાનમાં લઈને કોરોના સંક્રમણ ફેલાય નહિ તેની કાળજીને લઈને યાત્રાધામ વિરપુર જલારામ મંદિર મેનેજમેન્ટ દ્વારા તારીખ 27/03/21 થી તા. 30/03/21ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જલારામ મંદિરનું અનેરું આકર્ષણ

ગુજરાતની જનતા માટે વીરપુર જલારામ મંદિરનું અનેરું આકર્ષણ છે. ગુજરાતનાં જેટલા પણ સંતો મહાપુરૂષો થાય છે. તેમાંથી મોત ભાગના સંતો મહાપુરુષો સૌરાષ્ટ્રમાંથી જ થયા છે. જેમાં વિરપૂરના પૂજ્ય જલારામ બાપા તો વિશ્વ પ્રસિદ્ધ છે. “દેને કો ટુકડા ભલા , લેને કો હરિ કા નામ” અને “જ્યાં ટુકડો રોટલો,ત્યાં હરિ ઢૂકડો ” જેમાં ભોજનનો મહિમા ગવાયો છે. પૂજ્ય બાપની હયાતીમાં પણ તેને ભૂખ્યાઓને ભોજન આપ્યું હતું.અને તેના સમયમાં અનક્ષત્ર ચાલુ કર્યું હતું. જે આજે પણ અવિરત તેના વંશજો દ્વારા ચાલુ છે. 200થી વધારે વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ભક્તો અને મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની દાન, ભેટ કે સોગાદ સ્વીકાર્ય વગર બે ટંકનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">