AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru paksh 2021: પિતૃ પક્ષમાં પ્રાપ્ત કરો પિતૃઓની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદ ! એક સરળ ઉપાયથી દૂર થશે આપની આર્થિક પરેશાની

શ્રાદ્ધ પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર છે. આ પિતૃ પક્ષ પિતૃઓની સાથે માતા લક્ષ્મીની કૃપાને પણ પ્રાપ્ત કરાવે છે. સરળ અને લૌકિક ઉપાયો થી શ્રાદ્ધ પક્ષ આપની આર્થિક પરેશાનીને દૂર કરતાં હોવાની માન્યતા છે.

Pitru paksh 2021: પિતૃ પક્ષમાં પ્રાપ્ત કરો પિતૃઓની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદ ! એક સરળ ઉપાયથી દૂર થશે આપની આર્થિક પરેશાની
શ્રાદ્ધ પર માતા લક્ષ્મીનું પૂજન !
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 30, 2021 | 10:53 AM
Share

આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધનું(Shraddh) ખુબ મહત્વ છે. પિતૃ પક્ષના આ દિવસો વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ કરવનારા મનાય છે. કહે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓને તૃપ્તતા પ્રાપ્ત થાય છે અને સાથે જ વ્યક્તિ પર તેના પૂર્વજોના આશિર્વાદ પણ વરસે છે. પણ શું તમને ખબર છે શ્રાદ્ધ પક્ષ તમને માતા લક્ષ્મી આશિર્વાદ પણ અપાવે છે ? શું તમે જાણો છો કે પિતૃ પક્ષ આપના જીવનના આર્થિક પ્રશ્નોને દૂર કરી શકે છે ? શું તમે જાણો છો કે પિતૃ પક્ષ આપને કરાવી શકે છે અખૂટ ધનની પ્રાપ્તિ ? શ્રાદ્ધ પક્ષની નવમી તિથી પર કરવામાં આવતી દેવી લક્ષ્મીની પૂજા થી આપના પર માતા લક્ષ્મીની કૃપા વરસાવી શકે છે. એવું કહેવાય છે કે જે શ્રાદ્ધ કર્ મનથી કરતાં કે કરી શકતાં અને પિતૃ પક્ષનું પાલન નથી કરી રહ્યાં તે જ લોકો એ આ લૌકિક ઉપાય કરવો જોઈએ. આ રીતે કરો માતા લક્ષ્મીને પ્રસન્ન ⦁ સૌથી પહેલાં માતા લક્ષ્મીના એ સ્વરૂપની સ્થાપના કરો જેમાં માતા લક્ષ્મીના હાથ માંથી ધનની વર્ષા થઈ રહી છે. ⦁ ત્યારબાદ માતા લક્ષ્મીના સ્વરૂપની સામે ગાયના ઘીનો દીવો કરવો. ⦁ ત્યારબાદ માતા લક્ષ્મીના સ્વરૂપને ચંદનનું અત્તર અર્પણ કરો. ⦁ એવું કહેવાય છે કે આ પ્રક્રિયા દીવાળીના દિવસ સુધી નિયમિત કરવી જોઈએ. ⦁ એવું માનવામાં આવે છે કે આ પૂજનની સાથે જો ચાંદીના સિક્કાનું પૂજન કરી તેને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ઘરની તિજોરી ક્યારેય ખાલી ન થતી હોવાની માન્યતા છે. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજી સ્થિર થતાં હોવાની માન્યતા છે. ⦁ તો કામના સ્થળ પર જો આપ માતા લક્ષ્મીનું પૂજન કરવા ઈચ્છો છો અને કામમાં વૃદ્ધિ ઈચ્છો છો તો માતા લક્ષ્મીના એ સ્વરૂપની સ્થાપના કરવી જોઈએ કે જેમાં માતા લક્ષ્મીની બંન્ને બાજું હાથી હોય. કામના સ્થળ પર માતાજીના પૂજનની વખતે તેમને એક તાજું ગુલાબ અર્પણ કરવું જોઈએ. એ ગુલાબ આપ આપના કામના સ્થળ પર કોઈ તિજોરી હોય તેમાં રાખી શકો છો. ⦁ તો પ્રમોશનની કામના કરનારા લોકો એ નોમની તિથી પર લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ સ્થાપના કરવી જોઈએ. અને નિયમિત માતા લક્ષ્મીને ગુલાબી અને ગણાશજીને પીળા રંગનુ પુષ્પ અર્પણ કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને અષ્ટગંઘ પણ અર્પણ કરવાં.

આ પણ વાંચો: માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ ! જાણો પિતૃ મોક્ષ મંત્ર

આ પણ વાંચો: Pitru paksha 2021: શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ ! જાણો કઈ વસ્તુઓના દાન થી મળશે પિતૃઓના આશિષ

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">