AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Upasana: શિક્ષણ આડેના અવરોધોને દૂર કરશે સૂર્યદેવ ! જાણો કયા મંત્ર દ્વારા કારકિર્દીને મળશે વેગ ?

એકમાત્ર સૂર્યની ઉપાસના જ મનુષ્યના જીવનને સર્વોત્તમ બનાવી શકે છે. વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે સૂર્યની ઉપાસના સૌથી વધુ મહત્વની મનાય છે. સૂર્યકૃપા હોય તો જ તમે શિક્ષણ અને કારકિર્દીમાં ઉડાન ભરી શકો છો.

Surya Upasana: શિક્ષણ આડેના અવરોધોને દૂર કરશે સૂર્યદેવ ! જાણો કયા મંત્ર દ્વારા કારકિર્દીને મળશે વેગ ?
Surya Upasana
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 19, 2021 | 6:32 AM
Share

રવિવારનો દિવસ એટલે તો સૂર્ય ઉપાસના (surya Upasana) માટે શ્રેષ્ઠ દિવસ. કહે છે કે જો સવારે સારી ખબર મળે તો આખો દિવસ ખુશીમાં પસાર થાય છે. દિવસભર સકારાત્મક ઊર્જાનો (Positive Energy) પ્રવાહ રહે છે અને મનમાં તાજગી રહે છે. એમાંય જો દિવસની શરૂઆત જ સૂર્ય પૂજાથી કરવામાં આવે, તો દરેક દિવસ સકારાત્મક બની જતો હોય છે. ત્યારે આવો આજે આપને સૂર્યદેવને પ્રસન્ન કરવાના કેટલાંક મહામંત્ર આપીએ, કે જે તમને ખુશમય જીવનના આશીર્વાદ તો પ્રદાન કરશે, સાથે જ વિવિધ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ પણ બનશે.

સૂર્યદેવ એ વ્યક્તિને વિદ્યા પ્રાપ્તિના આશીર્વાદ પ્રદાન કરનારા છે. તો સાથે જ સૂર્યકૃપા હોય તો જ તમે તમારી કારકિર્દીમાં ઉડાન ભરી શકો છો. ત્યારે આજે સૂર્યદેવને પ્રસન્ન કરવાના એવાં જ મંત્રોની વાત કરવી છે કે જે તમારી કારકિર્દીને વેગ પ્રદાન કરશે. જાણકારોનું માનીએ તો એકમાત્ર સૂર્યની ઉપાસના જ મનુષ્યના જીવનને સર્વોત્તમ બનાવી શકે છે.

વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે સૂર્યની ઉપાસના સૌથી વધુ મહત્વની મનાય છે. એટલે જ આજે આપને સૂર્ય અને શિક્ષણનો શું સંબંધ છે અને રવિવારે સૂર્ય ઉપાસના કરવાથી કેવા પ્રકારના વિશેષ લાભ થાય છે, તેની માહિતી આપીએ.

સૂર્યદેવ સાથે શિક્ષણનો સંબંધ ⦁ સૂર્યદેવ શિક્ષણ અને જ્ઞાનના સ્વાભાવિક સ્વામી છે. ⦁ કુંડળીમાં સૂર્યનું સ્થાન શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. ⦁ સૂર્ય એ પણ દર્શાવે છે કે તમે શિક્ષણ પ્રત્યે કેટલા ગંભીર છો. ⦁ સૂર્ય વ્યક્તિને શિક્ષણ ગ્રહણ કરવા યોગ્ય બનાવે છે. ⦁ સૂર્ય નબળો હોય તો વિદ્યા પ્રાપ્તિમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

એટલે કે શિક્ષણ માટે સૂર્યદેવની ઉપાસના સર્વોત્તમ માનવામાં આવે છે. પરંતુ સૂર્યદેવ પાસેથી વિદ્યાના આશીર્વાદની પ્રાપ્તિ કેવી રીતે થશે, તે વિશે ચાલો જાણીએ.

શું ખાસ કરવું ? ⦁ નિત્ય સવારે વહેલા ઉઠવું ⦁ સાફ અને સ્વચ્છ રહેવું ⦁ સૂર્ય પ્રકાશનો લાભ લેવો એટલે કે થોડો સમય કુણા તડકા નીચે વિતાવવો ⦁ પિતા અને ગુરુજનોનું સન્માન કરવું ⦁ ખાણી-પીણી હંમેશા શુદ્ધ જ રાખવી

જાણકારોનું માનીએ તો વ્યક્તિનું શિક્ષણ કેવું હશે તે કુંડળીમાં સૂર્યની સ્થિતિ પરથી જાણી શકાય છે. પરંતુ વ્યક્તિની કેટલીક આદતોને લીધે પણ તે સૂર્યકૃપાથી વંચિત રહી જાય છે અને તેનું ભણતર ખોરવાઈ જાય છે.

વિદ્યાપ્રાપ્તિમાં અડચણના કારણો ⦁ સૂર્યોદય પછી મોડા સુધી સૂતા રહેવાથી ⦁ અંધારા ઘર કે અંધારીયા રૂમમાં રહેવાથી ⦁ પિતાનું સન્માન ન કરવાથી ⦁ સૂતા સૂતા વાંચવા અને લખવાથી ⦁ વધુ પડતું ભોજન કરવાથી

ઉત્તમ શિક્ષણ મેળવવા સૂર્યની ઉપાસના કેવી રીતે કરશો ? ⦁ દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને શુદ્ધ થઇ સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરવું જોઇએ. ⦁ સ્નાન બાદ સૂર્ય નારાયણને 3 વાર જળ ચઢાવીને પ્રણામ કરો. ⦁ સંધ્યા સમયે ફરી સૂર્ય નારાયણને જળ ચઢાવીને પ્રણામ કરો. ⦁ સૂર્યદેવના કોઇપણ મંત્રનો શ્રદ્ધા પૂર્વક જાપ કરો. ⦁ આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ કરો. ⦁ શક્ય હોય તો રવિવારે તેલ અને મીઠું (નમક) ગ્રહણ ન કરવું. ⦁ આ દિવસે બને તો એક જ સમયે મીઠાં વગરનું ભોજન ગ્રહણ કરવું.

સૂર્ય ઉપાસનામાં જ શિક્ષણ અને કારકિર્દી સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. ત્યારે નીચે દર્શાવેલ કોઇપણ મંત્રનો જાપ તમારા જીવનમાં સૂર્યને કાંતિમાન બનાવશે.

ફળદાયી સૂર્યમંત્ર ૐ સૂર્યાય નમ: ૐ ભાસ્કરાય નમ: ૐ રવયે નમ: ૐ મિત્રાય નમ: ૐ ભાનવે નમ: ૐ ખગય નમ: ૐ પુષ્ણે નમ: ૐ મારિચાયે નમ: ૐ આદિત્યાય નમ: ૐ સાવિત્રે નમ: ૐ આર્કાય નમ: ૐ હિરણ્યગર્ભાય નમ:

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: કમુહૂર્તામાં કેવી રીતે કરશો સ્વનું કલ્યાણ ? અત્યારે જ જાણી લો આ સરળ કાર્ય

આ પણ વાંચો: કુંડળીના દોષોને દૂર કરી અટકેલાં કાર્યોને પૂર્ણ કરશે આ સરળ ઉપાય ! જાણો, પશુ-પક્ષીને ભોજન કરાવવાના લાભ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">