Sai Kripa: અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !
સાંઈકૃપા ભક્તોને સંકટોમાંથી તો ઉગારનારી છે જ. પણ, સાથે જ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારી પણ છે. ત્યારે આજે વાત કરીએ એવાં સાંઈમંત્રોની કે જે ભક્તોની ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરે છે.
સાંઈબાબા (saibaba) એટલે તો સંકટોનું શમન કરનારું નામ, કે જેમના ચિંતન માત્રથી જ ભક્તોની ચિંતાઓનું પણ હરણ થઈ જાય છે. એ જ કારણ છે કે સંકટ સમયે સાંઈભક્તો સીધાં જ બાબાની શરણે પહોંચી જતાં હોય છે. સાંઈના આશીર્વાદ સર્વ વિઘ્નનું શમન કરનારા મનાય છે. પણ, અમારે તો આજે કરવી છે સાંઈનાથના એ મંત્રની વાત કે જે આપના જીવનને ખુશીઓથી ભરી દેશે.
સાંઈકૃપા ભક્તોને સંકટોમાંથી તો ઉગારનારી છે જ. પણ, સાથે જ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારી પણ છે. ત્યારે આજે વાત કરીએ એવાં સાંઈમંત્રોની કે જે ભક્તોની ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરે છે. માન્યતા અનુસાર આ એવાં મંત્ર છે કે જેના આસ્થા સાથે જાપ કરવાથી વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધો દૂર થઈ જાય છે. આ મંત્રો ધંધા-રોજગારની પ્રાપ્તિમાં પણ મદદરૂપ બની શકે છે. એટલું જ નહીં, તે સ્વાસ્થ્ય અને સંતાનના આશિષ પણ પ્રદાન કરે છે. આવો, તે વિશે વધુ માહિતી મેળવીએ.
ભાગ્યવર્ધક સાંઈમંત્ર ! જીવનમાં ઘણીવાર એવું બને કે અનેક પ્રયાસ છતાં સફળતા ન મળતી હોય, કોઈપણ કાર્યમાં મહેનત કરવાં છતાં ભાગ્ય સાથ ન દેતું હોય. ત્યારે ભાગ્યવર્ધક સાંઈમંત્ર ભાગ્ય આડેના અવરોધોને દૂર કરી જીવનને ખુશીઓથી ભરી દે છે. આ મંત્ર છે “ૐ શ્રી સાંઈ લક્ષ્મીનારાયણાય નમઃ” ભાગ્યોદય માટેનો આ મંત્ર લક્ષ્મીની પણ પ્રાપ્તિ કરાવનારો મનાય છે.
સાંઈકૃપાથી રોજગારી ! જો આપ નોકરીને લઈને ચિંતિત હોવ તો સાંઈકૃપાથી તેનું સમાધાન પણ મળી શકે છે. નોકરી ન હોય કે નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય તો સાંઈ રોજગારમંત્રથી સમસ્યાથી મુક્તિ મળી શકે છે. આ માટેનો મંત્ર છે “ૐ શ્રી સાંઈ તીર્થાય નમઃ” દરરોજ આ મંત્રનો જાપ કરવો લાભદાયી બની રહેશે. નિત્ય મંત્રજાપ શક્ય ન હોય તો ગુરુવારના દિવસે તો આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરવો.
સાંઈકૃપાથી લગ્નયોગ ! સાંઈમંત્ર દ્વારા લગ્નસુખની પણ પ્રાપ્તિ થઈ શકે છે ! જે લોકોના લગ્ન આડે વિઘ્ન આવી રહ્યું હોય તેમણે લગ્નયોગ માટેના સાંઈમંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે “ૐ શ્રી સાંઈ પ્રેમપ્રદાય નમઃ” ગુરુવારના રોજ 108 વખત આ મંત્રનો જાપ કરવાથી વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય.
સાંઈકૃપાથી સંતાનયોગ ! શેર માટીની ખોટને પૂરશે શ્રીસાંઈના આશીર્વાદ. સંતાનયોગ માટેનો સાંઈમંત્ર છે “ૐ શ્રી સાંઈ પરમસુખદાય નમઃ” કહે છે કે આસ્થા સાથે આ મંત્રનો જાપ કરવાથી સાંઈ સંતાનના આશીર્વાદ પ્રદાન કરે છે.
સાંઈકૃપાથી સ્વાસ્થ્ય સુખ ! શ્રીસાંઈ તો રોગમુક્તિના અને સ્વસ્થ જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે. આ માટેનો સાંઈ મંત્ર છે “ૐ શ્રી સાંઈ મૃત્યુંજય નમઃ” કહે છે કે આસ્થા સાથે આ મંત્રનો જાપ કરવાથી શ્રીસાંઈ સ્વસ્થ જીવન અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે.
માન્યતા અનુસાર શ્રદ્ધા અને સબૂરી સાથે આ વિધ-વિધ મંત્રોના જાપ કરવાથી ચોક્કસપણે ભક્તો પર સાંઈબાબાની દિવ્ય કૃપા વરસે છે. અને તેમને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ તુલસીનો એક છોડ પ્રદાન કરશે સંતાન અને કારકિર્દીના આશીર્વાદ, જાણો તુલસી પૂજાના રસપ્રદ લાભ !
આ પણ વાંચોઃ શું તમે રસોઈ બનાવતા પહેલાં કરો છો આ કામ ? તો ઘરમાં ક્યારેય નહીં ખૂટે અન્નના ભંડાર !