Vastu Tips: જૂની સાવરણી ઘરમાં નકારાત્મકતા વધારે છે, જાણો ઝાડુ સંબંધિત વાસ્તુ નિયમો વિશે

સાવરણી ઘરની ગંદકીને બહાર કાઢે છે, તેથી તેને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આ કારણે વાસ્તુશાસ્ત્રમાં ઝાડુ રાખવા, ખરીદવા અને ફેંકવાના તમામ નિયમો જણાવવામાં આવ્યા છે. તમે પણ અહીં આ નિયમો વિશે જાણો.

Vastu Tips: જૂની સાવરણી ઘરમાં નકારાત્મકતા વધારે છે, જાણો ઝાડુ સંબંધિત વાસ્તુ નિયમો વિશે
Vastu Tips for Broom
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 5:10 PM

સાવરણીને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે કારણ કે તે ઘરની ગંદગી બહાર કાઢે છે. ઘરને સ્વચ્છ (Vastu Rules Related to Broom) બનાવે છે અને ઘરમાં રહેતા તમામ લોકોને રોગોથી બચાવે છે. પરંતુ ઘણીવાર જ્યારે ઘરમાં સાવરણી (Broom) જૂની થઈ જાય છે ત્યારે આપણે નવી સાવરણી ખરીદીને લઈ આવીએ છીએ, પરંતુ ઘરમાંથી જૂની સાવરણી હટાવતા નથી. એવું માનવામાં આવે છે કે ઘરમાં જૂની સાવરણી રાખવાથી દરિદ્રતા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઝાડુ રાખવા, ખરીદવા અને ફેંકવા વગેરે તમામ નિયમો આપવામાં આવ્યા છે. દરેક વ્યક્તિએ આ નિયમોનું પાલન કરવું જોઈએ નહીંતર ઘરમાં નકારાત્મકતા આવે છે. અહીં જાણો સાવરણી સાથે સંબંધિત વાસ્તુ નિયમો વિશે.

ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખો

કહેવાય છે કે જો સાવરણી જૂની થઈ જાય તો તેને ઘરમાં ન રાખવી જોઈએ, નહીં તો ઘરમાં નકારાત્મકતા આવે છે. તેને શનિવાર અથવા અમાવસ્યાના દિવસે ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે ઘરની જૂની સાવરણી કાઢી નાખીએ છીએ તો તેની સાથે ઘરની ગરીબી પણ દૂર થઈ જાય છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

ક્યારે અને ક્યાં ફેંકવું

શનિવાર અને અમાસ સિવાય, તમે ગ્રહણ પછી અને હોલિકા દહન પછી પણ ઝાડુ કાઢી શકો છો. પરંતુ એકાદશી, ગુરુવાર કે શુક્રવારે જૂની સાવરણી ન ફેંકવી. એકાદશી અને ગુરુવાર નારાયણને સમર્પિત છે અને શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં સાવરણી ઉતારવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ સિવાય ઝાડુને ક્યારેય કોઈ ઝાડ કે નાળા પાસે ન ફેંકવું જોઈએ અને ન બાળવું જોઈએ. તેને એવી જગ્યાએ ફેંકવું જોઈએ જ્યાં કોઈનો પગ સાવરણી પર ન પડી શકે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

નવી સાવરણીમાં પણ વાસ્તુ નિયમો છે

સાવરણી ખરીદવાને લઈને પણ વાસ્તુના કેટલાક નિયમો છે. સાવરણી હંમેશા મંગળવાર, શનિવાર અને અમાવસ્યાના દિવસે ખરીદવી જોઈએ અને તેને કૃષ્ણ પક્ષમાં ખરીદવી શુભ માનવામાં આવે છે. ઘરમાં સાવરણી રાખવાની જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં કોઈ સીધું જોઈ ન શકે. જ્યાં પણ સાવરણી રાખવામાં આવે ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">