Navratri 2023: પશ્ચિમ બંગાળનો સૌથી લોકપ્રિય તહેવાર છે નવરાત્રી, જાણો શું છે તેની વિશેષતા

Navratri 2023: શારદીય નવરાત્રીનો (Navratri Festival 2023) મહાપર્વ તહેવાર બંગાળમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા વધુ લોકપ્રિય છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર પૂરા 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, પરંતુ બંગાળ સમુદાયના લોકો નવરાત્રીને પૂરા 9 દિવસ ઉજવતા નથી અને માત્ર પાંચ દિવસ સુધી દુર્ગાની પૂજા કરે છે.

Navratri 2023: પશ્ચિમ બંગાળનો સૌથી લોકપ્રિય તહેવાર છે નવરાત્રી, જાણો શું છે તેની વિશેષતા
Navratri Durga Puja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 12:14 PM

Navratri 2023: હિંદુ ધર્મમાં તમામ તહેવારોમાં ચમક જોવા મળે છે. 15મી ઓક્ટોબર 2023થી શારદીય નવરાત્રીનો (Navratri Festival 2023) પ્રારંભ થવા જઈ રહ્યો છે. શારદીય નવરાત્રી અથવા મહાપર્વ એ હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. નવરાત્રીના આ 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર પૂરા 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, પરંતુ બંગાળ સમુદાયના લોકો નવરાત્રીને પૂરા 9 દિવસ ઉજવતા નથી અને માત્ર પાંચ દિવસ સુધી દુર્ગાની પૂજા કરે છે.

સનાતન ધર્મમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે નવરાત્રીનો તહેવારઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ગરબા રમાય છે અને અન્ય સ્થળોએ દુર્ગા પૂજા થાય છે. નવરાત્રીના છેલ્લા પશ્ચિમ બંગાળમાં 4 દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ચાર દિવસોમાં બંગાળની મહિલાઓ પણ પરંપરાગત સાડી પહેરે છે. તેમજ ઢાકની ધૂન પર એક પ્રકારનું નૃત્ય કરવામાં આવે છે જેને ધુનુચી કહે છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ ભવ્ય પંડાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેવી દુર્ગાને વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે અને અન્ય ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

બંગાળની દુર્ગા પૂજા

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં મોટા પંડાલો શણગારવામાં આવે છે અને મા દુર્ગાની પૂજા-આરતી સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે. બંગાળની દુર્ગા પૂજા જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. બંગાળમાં દુર્ગા પૂજા પર અનેક પ્રકારના ભોગ બનાવવામાં આવે છે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળમાં નવરાત્રીના છઠ્ઠા દિવસથી શરૂ થાય છે અને નવરાત્રીના દસમા દિવસ સુધી ચાલુ રહે છે. બંગાળી હિંદુઓ માટે દુર્ગા અને કાલીની પૂજા સૌથી મોટો તહેવાર છે. પશ્ચિમ બંગાળના દશેરા પણ બધા કરતા અલગ છે.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

ક્યારે છે દુર્ગા પૂજા?

હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને તેની પૂર્ણ થતાં જ શારદીય નવરાત્રી શરૂ થાય છે. દુર્ગા દેવીના બંગાળી ભક્તો નવરાત્રિની ષષ્ઠી તિથિથી દુર્ગા પૂજા શરૂ કરે છે અને તે વિજયાદશમી એટલે કે દશેરા પર પૂર્ણ થાય છે. આ વર્ષે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા 20 ઓક્ટોબર 2023થી શરૂ થશે અને 24 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. બંગાળીઓ માટે આ પાંચ દિવસીય તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બંગાળી લોકો પ્રતિપદા તિથિથી પંચમી તિથિ સુધી દુર્ગાની પૂજા માટે દેવી દુર્ગાની મૂર્તિને શણગારે છે અને તૈયાર કરે છે, ત્યારબાદ છઠ્ઠા દિવસથી શક્તિની પૂજા કરવાની માન્યતા છે.

બંગાળી દુર્ગા પૂજાની વિશેષતા

પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને નવરાત્રીની પંચમી તિથિથી દશમી સુધી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળમાં કેટલીક વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે જે નીચે મુજબ છે-

  • મહાલયા – પ્રતિપદા તિથિ પર માતા પાર્વતી તેમના નવ સ્વરૂપો સાથે પૃથ્વી લોક પરના તેમના પિયરમાં આવે છે, જેને મહાલયા કહેવામાં આવે છે. તેમની સાથે તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેય પણ આવે છે. પશ્ચિમ બંગાળમાં મહાલયાના દિવસે દેવી માતાને આમંત્રણ આપવા માટે કન્યાઓને ભોજન કરાવવાની માન્યતા છે.
  • ચાલા – બંગાળમાં માતા દુર્ગાનું સ્વરૂપ મહિષાસુર મર્દિનીનું પૂજાય છે. ભવ્ય પંડાલમાં હિશાસુર મર્દિનીની મૂર્તિની સાથે માતા સરસ્વતી, દેવી લક્ષ્મી, પુત્ર ગણેશ અને કાર્તિકની મૂર્તિઓ છે. આ તૈયારીને જ ચાલા કહેવામાં આવે છે.
  • પારા અને બારિર – પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા બે રીતે કરવામાં આવે છે. જ્યાં પંડાલોમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે તેને એક પારા કહેવામાં આવે છે અને દેવી દુર્ગાની ઘરમાં પૂજા કરવી તેને બારિર કહેવામાં આવે છે. બારિર માટે પરિવારના બધા સભ્યો ભેગા થાય છે અને પૂજા કરે છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે એકતા જળવાઈ રહે છે.
  • પુષ્પાંજલિ – બધા બંગાળીઓ અષ્ટમીની સવારે મા દુર્ગાને ફૂલ અર્પણ કરે છે અને આ વિધિને પુષ્પાંજલિ કહેવામાં આવે છે.
  • ધુનુચી નૃત્ય – દશમીના દિવસે બંગાળી મહિલાઓ ધુનુચી નૃત્ય કરે છે. ધુનુચી નૃત્યને દુર્ગા પૂજા ઉત્સવનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ધુનુચી નૃત્ય માતા ભવાનીને ખૂબ જ પ્રિય છે.
  • સિંદૂર ખેલા – વિજયાદશમી અથવા દુર્ગા પૂજાના છેલ્લા દિવસે તમામ પરિણીત મહિલાઓ સિંદૂર વડે હોળી રમે છે, જેને ખેલાની વિધિ કહેવામાં આવે છે. ખેલા એ દુર્ગા પૂજાની પ્રાચીન અને સૌથી પ્રસિદ્ધ પરંપરા છે. આ ધાર્મિક વિધિમાં દેવી દુર્ગાને સોપારીના પાનથી સિંદૂર અર્પિત કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બધી સ્ત્રીઓ એકબીજા સાથે સિંદૂર વડે રમે છે અને ઉત્સાહ સાથે તેમની માતાને વિદાય આપે છે.

આ પણ વાંચો: Navratri 2023: ઘરે કેવી રીતે કરવી નવરાત્રીની પૂજા ? જાણો સમગ્ર વિધિ

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">