Navratri Health Tips: નવરાત્રિમાં તમે પણ કરી રહ્યા છો ઉપવાસ, તો આ ભૂલ ન કરતા
Health Tips: નવરાત્રિ (Navratri )ના 9 દિવસો સુધી લોકો મા દેવીની પુજા અર્ચના કરે છે. આ સાથે ઉપવાસ પણ રાખે છે. વ્રત દરમિયાન સ્વાસ્થનું ધ્યાન રાખવું જરુરી છે. જો તમે પણ નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ 4 ભૂલ ન કરતાં.
Navratri Health Tips: નવરાત્રિ (Navratri)નો તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના તહેવારમાં લોકો મા દેવીના અલગ અલગ સ્વરુપની પુજા કરે છે. મોટા ભાગના લોકો વ્રત પણ રાખે છે આ સાથે ઉપવાસ કરે છે. સ્વાસ્થ એક્સપર્ટ મુજબ વ્રત રાખવાથી અનેક હેલ્થ બેનિફિટ છે.આ સાથે હેલ્થ એક્સપર્ટ પણ કહે છે કે, વ્રત દરમિયાન સ્વાસ્થનું ધ્યાન રાખવું જરુરી છે. તમારી હેલ્થ પર કોઈ નેગેટિવ અસર દેખાશે નહિ. જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ ભૂલ કરતાં નહિ.
ભુખ્યા ન રહો
જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આનો મતલબ જમાવાનું છોડવું તેવો નથી. જો તમે ખોરાક લેવાનું બંધ કરી દો છો તો બોડીમાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. વ્રત દરમિયાન શરીરમાં અંદાજે 1200 કેલેરીની જરુર હોય છે. જેના માટે થોડા થોડા સમયે કાંઈ ખાતા રહેવું જોઈએ.
વર્ક આઉટ
કેટલાક લોકો વધુ ફિટનેસ ફ્રીક હોય છે. આ વ્રત દરમિયાન વર્કઆઉટ પણ કરે છે. પરંતુ આવું કરવું સ્વાસ્થ માટે સારું નથી. વ્રત રાખવાથી શરીરમાં પહેલા કરતા એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. જેમાં ચક્કર પણ આવે છે.
ઓઈલી વસ્તુઓ ન ખાવી
જો તમે આખો દિવસ ભૂખ્યા રહીને તરત જ તૈલી ખોરાક ખાશો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સાંજના સમયે તળેલા બટેટા, પુરી કે પકોડા ખાવાથી શરીરમાં બ્લડ સુગર વધી શકે છે.
ડિહાઈડ્રેશન
વ્રત દરમિયાન મોટા ભાગના લોકો પાણી પીતા નથી. જેનાથી ડિહાઈડ્રેશન થવાનો ખતરો વધુ રહે છે. તે સમયે તો કાંઈ જાણ થતી નથી પરંતુ આનાથી ડિહાઈડ્રેશનનો ખતરો વધુ રહે છે. આ માટે વ્રત દરમિયાન આ સમસ્યાથી બચવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું રાખો. આ સિવાય ચા કે કોફી પીવાથી દુર રહો. આનાથી એસિડિટી અને પેટમાં બળતરા થઈ શકે છે.