Junagadh: ગુજરાતના પહેલા હેલ્થ ATMની જુનાગઢમાં શરૂઆત, મિનિટોમાં જ કાઢી આપશે બીમારીનો રિપોર્ટ- Video
Junagadh: જુનાગઢમાં રાજ્યનું સૌપ્રથમ હેલ્થ ATM લગાવાયુ છે. આ ATM દ્વારા બીમારીનો રિપોર્ટ મિનિટોમાં જ મળી જશે. 40 જેટલા આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં 41 જેટલી તકલિફોના રિપોર્ટ પરત મળી જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ATMનું ઉદ્દઘાટન થયુ છે. અને 9 તાલુકામાં આ સુવિધા શરૂ પણ થઈ ગઈ છે. આ હેલ્થ ATM દ્વારા સુગર, હિમોગ્લોબિન, ડાયાબિટીસ, એનિમિયા સહિતનો ટેસ્ટ સામેલ છે.
Junagadh: ATM તો તમે અનેક પ્રકારના જોયા હશે પરંતુ ક્યારેય હેલ્થ ATMનું નામ નહીં સાંભળ્યુ હોય. જુનાગઢમાં રાજ્યનું પ્રથમ હેલ્થ ATM લગાવવામાં આવ્યુ છે. આ ATM દ્વારા ગણતરીની મિનિટોમાં જ દર્દીને રિપોર્ટ મળી જાય છે. જેમા હિમોગ્લોબિન, સુગર, ડાયાબિટીસ સહિતના ટેસ્ટના રિપોર્ટ મળશે. આરોગ્ય ક્ષેત્રે આ ક્રાંતિ ઘણી ઉપયોગી સાબિત થશે તેમા બે મત નથી. 40 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમમાં આ સુવિધા શરૂ થઈ છે અને અહીં 41 જેટલી તકલીફોના રિપોર્ટ તરત મળી જાય છે. મુખ્યમંત્રીના હસ્તે આ હેલ્થ ATMનું ઉદઘાટન થયું છે અને 9 તાલુકાઓમાં આ સુવિધા લગાવી દેવાઈ છે.
હેલ્થ ATMમાંથી 41 જેટલી તકલીફોનો રિપોર્ટ આવશે
આ સુવિધાનો સૌથી મોટો ઉદેશ્ય છે ગામડાંઓમાં ઝડપી સુવિધા. ઘણી વખતે નાના-નાના રિપોર્ટ માટે પણ લોકોને શહેરોમાં દૂર સુધી ધક્કા ખાવા પડે છે અને કલાકો વિતાવ્યા બાદ, રિપોર્ટ લેવા માટે પણ ધક્કા ખાવા પડે. પરંતુ આ હેલ્થ ATM આવી કોઈ તકલીફ પડવા દેશે નહીં. આ હેલ્થ મશીનમાંથી 41 જેટલી તકલીફોનો રિપોર્ટ આવશે. જેમાં ગ્લુકોઝ ટેસ્ટ, ડાયાબિટીસ ટેસ્ટ, એનિમિયા, હિમોગ્લોબીન ટેસ્ટ વેગેરે સામેલ છે. આ ઉપરાંત, ECGનો રિપોર્ટ. ENTને લગતો રિપોર્ટ પણ મળી રહેશે.. 41 ટેસ્ટ માટે કલાકો રાહ પણ નહીં જોવી પડે. 30 જ મિનિટમાં દર્દીના હાથમાં રિપોર્ટ હશે. જેથી નિદાન પણ ઝડપી મળી શકે. એટલે કે basic check-up માટે આ હેલ્થ ATM ખૂબ ફાયદો કરાવશે. લોકો પણ આ સુવિધાથી ખુશ છે.
આ પણ વાંચો: Gir Somnath: પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યુ કાયદાનું ભાન, કુખ્યાત આરોપીનું કાઢ્યુ સરઘસ- Video
આરોગ્યની સુવિધામાં આપણો દેશ આમ તો ઘણો એડવાન્સ છે. પરંતુ નાના ગામડાં હજુ કેટલીક પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ત્યારે આવા હેલ્થ ATM જો બધે લાગી જાય. તો દર્દીની સાથે ડૉક્ટરનો પણ ભાર હળવો થાય.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો