AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News: મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની ભવ્ય રથયાત્રા આ માર્ગે નગર પ્રદક્ષિણા કરશે

દર વર્ષની જેમ, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં 22મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી માઘી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સિદ્ધિવિનાયકની રથયાત્રા  બુધવારે એટલે કે આજે 25મી જાન્યુઆરીએ બપોરે 3:30 કલાકે ગણપતિ મંદિરથી નીકળશે

Mumbai News: મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની ભવ્ય રથયાત્રા આ માર્ગે નગર પ્રદક્ષિણા કરશે
Siddhivinayak Temple, Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 7:36 AM
Share

સમગ્ર રાજ્યમાં હાલમાં માઘી ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ઉત્તેજના વચ્ચે મુંબઈથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં દાદર ખાતે પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે. આ ગણપતિ મંદિરમાં માઘી ગણેશોત્સવ ઉજવાય છે. ગણપતિ મંદિરની ટ્રસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે. મુંબઈમાં આવતીકાલે ગણપતિ મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોને ભાગ લેવા અનુરોધ કરાયો છે. તેથી ભક્તો માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. ઉપરાંત, કોઈ કામ માટે મુંબઈ જનારા નાગરિકો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે.

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર

“દર વર્ષની જેમ, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં 22મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી માઘી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સિદ્ધિવિનાયકની રથયાત્રા  બુધવારે એટલે કે આજે 25મી જાન્યુઆરીએ બપોરે 3:30 કલાકે ગણપતિ મંદિરથી નીકળશે, એમ મંદિર પ્રશાસને જણાવ્યું હતું.

આ રથયાત્રા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરથી શરૂ થાય છે. એસ.કે. બોલે માર્ગ, પછી ગોખલે રોડ, કાકાસાહેબ ગાડગીલ માર્ગ-કાશીનાથ ઘણેકર માર્ગ, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી મંદિર, વીર સાવરકર માર્ગ અને પાછી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પહોંચશે.

“ભક્તોએ આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાગ લેવો જોઈએ અને રથયાત્રા નગર પ્રદક્ષિણાને સુચારૂ પૂર્ણ કરવા માટે સહકાર આપવો જોઈએ” તે માટે ટ્રસ્ટ મેનેજમેન્ટ કમિટીએ અપીલ કરી છે.

વરદ ચતુર્થી

મહા માસની વિનાયક ચતુર્થીને વરદ ચતુર્થી કે ગણેશ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો ભાદરવા સુદ ચોથનો દિવસ ગણેશજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. પરંતુ, એક માન્યતા એવી પણ પ્રચલિત છે કે ગણેશજીનો જન્મ માઘ (મહા) મહિનાના સુદ પક્ષની ચતુર્થીએ થયો હતો. કેટલાંક પ્રાંતમાં આ જ તિથિને ગણેશ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. એ જ કારણ છે કે આજના દિવસે ગણેશ પૂજાનો સવિશેષ મહિમા છે. એટલું જ નહીં, આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે આર્થિક સંકટમાંથી મુક્તિની પ્રાપ્તિ પણ કરી શકો છો.

ઋણથી મુક્તિ અર્થે

જો તમે દેવાના બોજ તળે દબાયેલા છો અથવા તો ઘણાં સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આ ઉપાય આજે જરૂરથી અજમાવો. 108 દૂર્વા લો. તેને ગંગાજળમાં ડૂબાડીને હળદરમાં રગદોળી લો. ત્યારબાદ આ 108 દૂર્વાને “શ્રી ગજવકત્રમ નમો નમઃ” બોલતા બોલતા શ્રીગણેશને અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ધીમે ધીમે એવાં સંજોગો સર્જાય છે કે સાધક દેવામાંથી મુક્ત થઈ શકે !

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">