Mahabharat: ગંધારથી લઈને હસ્તિનાપુર સુધીની આ 5 જગ્યાઓ આજે પણ છે હયાત, જાણો ક્યાં છે આ જગ્યાઓ

હાલમાં જ લોકડાઉનમાં આપણે સૌએ ઘરમાં બેસીને Mahabharat અને રામાયણ જેવી સિરિયલ જોઈ છે. આ સિરિયલ જોઈને આપણે બધાને બાળપણની યાદ આવી ગઈ છે.

Mahabharat: ગંધારથી લઈને હસ્તિનાપુર સુધીની આ 5 જગ્યાઓ આજે પણ છે હયાત, જાણો ક્યાં છે આ જગ્યાઓ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 13, 2021 | 8:27 PM

Mahabharat: હાલમાં જ લોકડાઉનમાં આપણે સૌએ ઘરમાં બેસીને Mahabharat અને રામાયણ જેવી સિરિયલ જોઈ છે. આ સિરિયલ જોઈને આપણે બધાને બાળપણની યાદ આવી ગઈ છે. મહાભારત એક એવો ધર્મગ્રંથ છે જે પુરુષાર્થને બતાવે છે. આપણે સૌએ જોયું હશે કે મહાભારતમાં એવી ઘણી જગ્યા બતાવવામાં આવી છે, જેનું અસ્તિત્વ આજે પણ હજારો વર્ષ બાદ કાયમ છે. આજે અમે તમને આ લેખ દ્વારા આ વિશે જણાવીશું.

ગંધાર:– આપણે સૌએ જોયું છે કે મહાભારતમાં દુર્યોધનની માતા ગાંધારી અને તેના માતા શકુની જે ગંધારથી આવતા હતા. તે ગંધાર આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આવેલા પેશાવરમાં છે. ગંધાર આજે સામ્રાજ્ય પુશકલાવલી, તક્ષશિલા અને પુરુષપૂરા શહેરોને બન્યું છે. જે સમય મહાભારતનું યુદ્ધ થયું તે સમયે શકુનીના પિતા સુવલા, શકુની અને તેના પુત્ર આ જગ્યા પર રાજ કરતાં હતા. અર્જુને શકુનીના દીકરાને યુદ્ધ બાદ અશ્વમેઘ યજ્ઞમાં હરાવ્યો હતો.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

કુરુક્ષેત્ર:– આ સમયે કુરુક્ષેત્ર હરિયાણા રાજ્યમાં આવે છે. આજે કુરુક્ષેત્રને ધર્મક્ષેત્રના નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે, કુરુક્ષેત્રને ગીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. કુરુક્ષેત્રનું નામ મહારાજા કુરુંના નામ પરથી પાડવામાં આવ્યું હતું. મહારાજા કુરુ કૌરવ અને પાંડવના વંશજ હતા. આ જગ્યા પર મહાભારતનું યુદ્ધ લડવામાં આવ્યું હતું, આજે પણ કુરુક્ષેત્રના શહેરી વિસ્તાર જે તાનેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. ઘણા હિન્દુ ગ્રંથમાં કુરુક્ષેત્રને એક શહેર નહીં પરંતુ એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. કુરુક્ષેત્રનો વિસ્તાર હરિયાણા અને પંજાબ સુધી છે. કહેવામાં આવે છે કે, ચોથી સદીમાં મૌર્ય સામ્રાજ્યએ કુરુક્ષેત્ર પર જીત મેળવી હતી. આ બાદ આ સ્થળ હિન્દુ અને બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બની ગયું હતું. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે કુરુક્ષેત્રની માટીનો રંગ લાલ છે.

Mahabhart Kurukshetra

Mahabhart Kurukshetra

હસ્તિનાપુર:– મહાભારતમાં હસ્તિનાપુરને કૌરવોની રાજધાની કહેવામાં આવી હતી. અહીંથી જ 100 કૌરવ ભાઈઓનો જન્મ થયો હતો. હસ્તિનાપુર ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલું છે. ઘણા જૈન ગ્રંથોમાં પણ હસ્તિનાપુરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હસ્તિનાપુર ગંગા નદીના કાંઠે વસેલું છે. હસ્તિનાપુર સંસ્કૃત શબ્દોથી બનેલો છે. હસ્તિના એટલે હાથી અને પુરમ એટલે શહેર એટલે કે ‘હાથીનું શહેર’. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે આ શહેરનું નામ રાજા હસ્તીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હસ્તિનાપુરને ગજાપુરમ, નાગાપુરા, આસનાદિવતા, શાંતિ નાગારામ જેવા કેટલાક અન્ય નામોથી પણ ઓળખવામાં આવતું હતું.

વિરાટ સામ્રાજ્ય:– 12 વર્ષના વનવાસ પછી પાંડવોએ વિરાટના રાજ્યના રાજાની પાસે એક વર્ષનો વનવાસ કાપ્યો હતો. પાંડવો તેમના મહેલમાં વેશપલટો કરી રહ્યા હતા અને તેમની ઓળખ છુપાવતા હતા. વિરાટ શહેરને આજે બાઈરાત તરીકે ઓળખવામાં આવે છે, જે રાજસ્થાનના જયપુરમાં છે. કેટલાક લોકો જમ્મુ-કાશ્મીરના અખનૂરને વિરાટ નગર તરીકે પણ ઓળખે છે. વિરાટ સામ્રાજ્ય રાજસ્થાનની 4 જગ્યાને મળીને બનેલું છે. જેમાં ભરતપુર, ધોલપુર, અલવર અને કરૌલીનો સમાવેશ થાય છે. મહારાજા વિરાટના સારા શાસનને કારણે આ રાજ્ય આર્થિક રીતે સમૃદ્ધ હતું. વિરાટની પુત્રી ઉત્તરાના લગ્ન અર્જુનના પુત્ર અભિનય સાથે થયા હતા. પુરાતત્વ વિભાગે અહીં એક મંદિર શોધી કાઢ્યું હતું, જેના અવશેષો પરથી જણાયું હતું કે મહાભારત સમયગાળા દરમિયાન તે પ્રથમ સદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું.

વર્ણાવર્ત:– વર્ણાવર્તે જગ્યા હતી જ્યાં લાક્ષાગૃહ થયો હતો. આ સ્થાન મેરઠની નજીક બાગપત જિલ્લાના બરનાવામાં છે. આ સ્થાન હિંડન નદીના કાંઠે લગભગ 29 એકર જમીનમાં છે. આજે પણ અહીં એક સુરંગ જોવા મળે છે. સ્થાનિક લોકોનો દાવો છે કે તે એક જ ટનલ છે જેમાંથી પાંડવો ભાગી છૂટ્યા હતા. આ સ્થળ હાલમાં પુરાતત્ત્વીય વિભાગના ક્ષેત્રમાં આવે છે. આ જગ્યાનું નજીકનું રેલ્વે સ્ટેશન બરૌત છે અને હસ્તિનાપુર અહીંથી લગભગ 71 કિલોમીટર દૂર છે. જો કે, કેટલાક લોકો એવો દાવો પણ કરે છે કે એક લાક્ષાગૃહ ઉત્તર પ્રદેશના અલ્હાબાદના હાંડિયા ગામમાં છે.

આ પણ વાંચો: MakarSankranti 2021: બેરોજગારીથી છો પરેશાન? ઉત્તરાયણે કરો આ મંત્રોનો જાપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">