સપ્તાહના સાત દિવસ દરમિયાન કયા દેવનું વ્રત કરવું જોઈએ ? જાણો તેનાથી કઈ મનોકામના થશે પૂર્ણ

તમામ ધર્મોમાં વ્રતની પરંપરા જોવા મળે છે. આ વ્રત, જે મનોકામના માટે રાખવામાં આવે છે, તે મનુષ્યના તમામ પાપોનો નાશ કરે છે અને તેને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. વ્રત કરવાથી મનુષ્યનું માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ પણ થાય છે.

સપ્તાહના સાત દિવસ દરમિયાન કયા દેવનું વ્રત કરવું જોઈએ ? જાણો તેનાથી કઈ મનોકામના થશે પૂર્ણ
વ્રતનું મહત્વ અને લાભ

સનાતન પરંપરામાં તમામ દેવી -દેવતાઓ માટે વ્રત રાખવું એ એક રીતે પવિત્ર યજ્ઞ અથવા હવનનું બીજું સ્વરૂપ છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેવી-દેવતાની આરાધના કરીને કૃપા અને આશિર્વાદ મેળવવાનો છે. ખરા અર્થમાં વ્રતને ધર્મનું સાધન માનવામાં આવે છે. જેમાં વ્રતના તમામ નિયમો અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે અને જપ, તપસ્યા વગેરે દ્વારા પોતાના આરાધ્યને પ્રસન્ન કરવામાં આવે છે.

લગભગ તમામ ધર્મોમાં વ્રતની પરંપરા જોવા મળે છે. આ વ્રત, જે મનોકામના માટે રાખવામાં આવે છે, તે મનુષ્યના તમામ પાપોનો નાશ કરે છે અને તેને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. વ્રત કરવાથી મનુષ્યનું માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ પણ થાય છે. અહીં જાણો અઠવાડિયાના સાત દિવસ દરમિયાન કયા દેવનું વ્રત કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે.

રવિવારનું વ્રત
આ વ્રત પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય માટે રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી રોગ, દુ:ખ અને શત્રુનો ભય દૂર થાય છે તેમજ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

સોમવારનું વ્રત
ચંદ્ર દેવ માટે રાખવામાં આવતું આ વ્રત વૈવાહિક જીવનમાં માનસિક શાંતિ તેમજ સુખ અને સમૃદ્ધિ લાવે છે.

મંગળવારનું વ્રત
ધરતી પુત્ર મંગળ દેવ માટે વ્રત રાખવાથી વ્યક્તિને જમીન અને ભવનનું સુખ પ્રાપ્ત થાય છે. આ સાથે તેને દુશ્મનો પર વિજય, પુત્ર સુખ, વાહન સુખ વગેરે પ્રાપ્ત થાય છે.

બુધવારનું વ્રત
ચંદ્ર દેવના પુત્ર બુધનું વ્રત કરવાથી વ્યક્તિની બુદ્ધિનો વિકાસ, વ્યવસાયમાં નફો, સંતાન પ્રાપ્તિ અને કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થાય છે.

ગુરુવારનું વ્રત
દેવગુરુ બૃહસ્પતિ માટે વ્રત રાખીને વ્યક્તિને જ્ઞાન, સન્માન અને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં ધન-ધાન્યની કોઈ કમી રહેતી નથી.

શુક્રવારનું વ્રત
શુક્ર દેવનું વ્રત કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના ભૌતિક સુખ મળે છે અને તેનું લગ્નજીવન હંમેશા સુખી રહે છે.

શનિવારનું વ્રત
સૂર્ય પુત્ર શનિદેવનું વ્રત કરવાથી વ્યક્તિને શત્રુઓ અને મુશ્કેલીઓથી રક્ષણ મળે છે. જે લોકો લોખંડ, મશીન વગેરે સંબંધિત કામ કરે છે તેમને આ વ્રતથી વિશેષ સફળતા મળે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : ભગવાન ગણેશને અર્પણ કરવા આ 5 ભોગની વાનગીઓ બનાવો

Click on your DTH Provider to Add TV9 Gujarati