Ganesh Chaturthi 2021 : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

ઋષિ મુનિઓ અને દેવતાઓના ભયની મુક્તિ અર્થે ગજાનન એકદંત બન્યા કે પછી શ્રીગણેશે સ્વયં જ તોડ્યો તેમનો દાંત ? શું ગણપતિને એક યુદ્ધમાં ગુમાવવો પડ્યો એક દાંત ? ગજાનનના એકદંત બનવાની કેટલીક કથાઓનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તો કેટલીક દંતકથાઓ પણ છે પ્રચલિત !

Ganesh Chaturthi 2021 : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા
ગણેશજીએ તેમના તૂટેલા દાંતથી લખ્યું મહાભારત !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 11:55 AM

ગજાનન શ્રીગણેશ (Shree ganesha) એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. શ્રીગણેશે ગજમુખ ધારણ કર્યાની કથા તો આપ સૌને ખ્યાલ હશે. ગણપતિ બાપ્પા તો એકદંતા તરીકે પણ ઓળખાય છે, ત્યારે આજે તો અમારે આપને જણાવવી છે ગજાનનના તૂટેલા દાંતની કથા. કેટલીક લોક મુખે ચર્ચાતી, તો કેટલીક કથાઓનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. આવો જાણીએ ગણેશજીના એકદંતા બનવાની મુખ્ય ચાર રોચક કથા.

મહાકાવ્ય મહાભારતને લખતી વખતે સ્વયં તોડ્યો દાંત ! એક કથા એવી છે કે મહર્ષિ વેદ વ્યાસ જ્યારે મહાકાવ્ય મહાભારતની રચના કરી રહ્યા હતા ત્યારે તેમને એક એવા લખનારની જરૂર હતી કે જે અવિરત લખ્યા કરે અને મહર્ષિને તેમની વાણીને રોકવી ન પડે. ત્યારે રિદ્ધિ-સિદ્ધિના દાતા સ્વયં શ્રીગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી. કથા અનુસાર અવિરત લખાવી રહેલા મહર્ષિના શબ્દોને પહોંચી વળવા માટે ગણેશજીને એક મજબૂત લેખનીની જરૂર હતી. એટલે જ, જરૂર પડે ગણેશજીએ પોતાનો એક દાંત તોડી તેની જ લેખની બનાવી દીધી હોવાની માન્યતા છે.

ગજમુખાસુરના વધ માટે શ્રીગણેશ બન્યા એકદંત ! ગણેશજીના એકદંત નામ પાછળ ગજમુખાસુર નામના અસુરની કથા પણ જોડાયેલી છે. ગજમુખાસુરને વરદાન હતું કે તેનું કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં થાય. ઋષિઓ અને દેવતાઓને જ્યારે ગજમુખાસુર ખુબ પરેશાન કરવા લાગ્યો ત્યારે સૌની રક્ષા માટે ગજાનન શ્રીગણેશે સ્વયંનો દાંત તોડ્યો અને અને તેનાથી ગજમુખાસુરનો વધ કરી સૌને ભયમુક્ત કર્યા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ભાઈ કાર્તિકેયે જ તોડ્યો ગણેશજીનો દાંત આમ તો ગજાનનનું એક નામ વિઘ્નેશ્વર પણ છે. પણ એક કથા અનુસાર જ્યારે કાર્તિકેય એક શ્રેષ્ઠ ગ્રંથનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે ગણેશજી તેમાં વિઘ્ન ઉત્પન્ન કરી રહ્યા હતા. તેથી ક્રોધિત કાર્તિકેયજીએ ગણેશજીનો એક દાંત પકડીને તોડી દીધો. એવું કહેવાય છે કે કાર્તિકેય અને ગણેશજીના પિતા મહાદેવને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે દાંત પાછો અપાવ્યો. જોકે કથા એવી પણ છે કે કાર્તિકેયજીએ ગણેશજીને કહ્યું કે તુટેલો દાંત તેમણે હંમેશા પોતાના હાથમાં રાખવો પડશે, તેમણે શ્રાપ આપ્યો કે જો ગણપતિ આ દાંતને પોતાનાથી અલગ કરશે તો તે દાંત તેને ભસ્મિભૂત કરી દેશે. એ જ કારણ છે કે કેટલાંક સ્થાન પર ગણેશ પ્રતિમા દાંતમાં હાથ સાથે જોવા મળે છે.

પરશુરામના પરશુના પ્રહારથી તૂટ્યો ગણેશજીનો દાંત એક કથા અનુસાર એકવાર દેવી પાર્વતી અને ભગવાન શિવ જ્યારે શયન કરી રહ્યા હતા ત્યારે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા. તે જ સમયે પરશુરામજી કૈલાસ પહોંચ્યા અને મહાદેવને મળવાની તિવ્ર ઉત્કંઠા પ્રગટ કરી. પણ શિવજી અને માતા પાર્વતી આરામ કરી રહ્યા હોઈ ગણેશજીએ તેમને મળવા જતાં અટકાવ્યા. બસ આ જ કારણે પરશુરામજી ક્રોધિત થઈ ગયા અને ગણેશજી સાથે યુદ્ધ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે યુદ્ધમાં પરાજિત થયેલા પરશુરામ વધુ ક્રોધિત થઈ ગયા અને સ્વયં મહાદેવે આપેલા પરશુ એટલે કે ફરસીથી ગણેશજી પર પ્રહાર કરતાં ગણેશજીનો દાંત તૂટી ગયો અને ગણેશજી એકદંત કહેવાયા. ગણેશ પુરાણના ચોથા ખંડના સાતમા અધ્યાયમાં ગણેશજીની એકદંત હોવાની આ કથા વર્ણિત છે.

આ પણ વાંચો : મીઠાઈથી રીઝશે મંગલમૂર્તિ ! જાણો ગણેશોત્સવ દરમિયાન ગજાનનને અર્પણ કરવાના વિશેષ ભોગ

આ પણ વાંચો : રામદેવપીરને શા માટે કહે છે બાર બીજના ધણી ? રામાપીરના નોરતાના અવસરે જાણો રામદેવપીરનો મહિમા

g clip-path="url(#clip0_868_265)">