દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈ મોરારી બાપુનો પ્રેરણાત્મક શુભસંદેશ
મોરારી બાપુ કહે છે, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. તેમણે દરેક વ્યક્તિને ભૌતિક લાલસા, સંપત્તિ અથવા હોદ્દાની સરખામણીએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે કહ્યું આપણે આપણે મહાન દેશની ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે જીવવું જોઈએ.

મોરારી બાપુએ જ્ઞાન, શાંતિના સંદેશ સાથે દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ અને રામ ચરિતમાનસના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ દેશવાસીઓને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી છે.
મોરારી બાપુએ દિવાળી અને નવા વર્ષના શુભ અવસર પર લોકોને પ્રકાશનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપવાની સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ઋગ્વેદને ટાંકતા મોરારી બાપુએ આપણા જીવનમાં પ્રકાશના મહત્વ પર ભાર મૂકતા જ્ઞાનના ગૂઢ રહસ્યો સમજાવ્યા છે.
મોરારી બાપુએ જણાવ્યુ કે, આપણા ઋષિ મુનિઓના ઉપદેશો પ્રકાશમયી જીવન પર ભાર મૂકે છે, જેવું કે ઉપનિષદના મંત્ર ‘તમસો મા જ્યોતિર્ગમય’ માં વર્ણવ્યું છે, તેમાં આપણને અહંકાર, દુર્ગુણો અને અજ્ઞાનથી દૂર થઈને પ્રકાશ તરફ આગળ વધવા પ્રેરિત કરવામાં આવ્યા છે,”
મોરારી બાપુ કહે છે, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. તેમણે દરેક વ્યક્તિને ભૌતિક લાલસા, સંપત્તિ અથવા હોદ્દાની સરખામણીએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
તેમણે દરેક વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને આનંદ આવે તેની માટે ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરી અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. દુનિયાના કલ્યાણ માટે ચિંતા વ્યક્ત કરતા, મોરારી બાપુએ નિર્દોષ લોકોના દુ:ખ દર્દને સમજવાનો અને તમામ યુદ્ધોનો અંત થાય તેવી પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો : ઝગમગી ઉઠ્યું ભગવાન રામનું નગર અયોધ્યા, એક સાથે 22 લાખથી વધુ દીવા પ્રગટ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો
વધુમાં તેઓએ જણાવ્યું કે, “ભારત ની ભૂમિ એ રામ – કૃષ્ણ અને ભગવાન બુદ્ધ અને ઋષિ-મુનિઓની ભૂમિ છે. ચાલો આપણે મહાન દેશની ‘વસુધૈવ કુટુંબકમ’ (વિશ્વ એક પરિવાર છે) ની ભાવનાને અપનાવીયે અને સુખ, અખંડિતતા અને પવિત્રતાના મૂલ્યોનો પ્રસાર કરીયે અને દુનિયામાં સૌહાર્દ અને શાંતિનો પ્રચાર કરીયે.”