AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે વરસશે અખૂટ આશીર્વાદ ! દેવઊઠી એકાદશીએ તુલસીના આ ઉપાયોથી ખોલી દો ભાગ્યના બંધ દ્વાર !

જો આપને જીવનમાં કોઇપણ પ્રકારના સંકટનો સામનો ન કરવો હોય તો, તેના માટે પ્રબોધિની એકાદશીના (prabodhini ekadashi) દિવસે એક ખાસ ઉપાય અજમાવવો. તુલસીજીના છોડ નીચે ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રજવલિત કરવો !

આજે વરસશે અખૂટ આશીર્વાદ ! દેવઊઠી એકાદશીએ તુલસીના આ ઉપાયોથી ખોલી દો ભાગ્યના બંધ દ્વાર !
Tulsi deepdan
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 04, 2022 | 6:25 AM
Share

કારતક માસની શુક્લ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગૃત અવસ્થામાં આવે છે. એ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવતા ભગવાન વિષ્ણુના ઉપાયો આપના માટે ઘણાં જ લાભદાયી બની શકે છે. તો ચાલો, આજે એ જ જાણીએ કે આ દિવસે એવાં કયા ઉપાયો અજમાવવા જોઈએ કે જેનાથી આપડા ભાગ્યોદય આડેના અવરોધો દૂર થઈ જાય. સાથે જ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ જાય.

મનપસંદ જીવનસાથીની કામના અર્થે

જો આપ મનપસંદ જીવનસાથીને મેળવવાની કામના રાખતા હોવ તો આજના દિવસે “ૐ નમો ભગવતે નારાયણાય” મંત્રનો જાપ કરતાં કરતાં તુલસીજીને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરવું જોઈએ. સાથે જ શાલીગ્રામજીને પણ કેસર મિશ્રિત દૂધનો ભોગ અર્પણ કરવો.

જીવનમાં આવતા સંકટોના નિવારણ અર્થે

જો આપને જીવનમાં કોઇપણ પ્રકારના સંકટનો સામનો ન કરવો હોય અને આપનું જીવન કોઇપણ અવરોધ વિના ચાલતું રહે તેના માટે પ્રબોધિની એકાદશીના દિવસે એક ખાસ ઉપાય અજમાવવો. તુલસીજીના છોડ નીચે ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રજવલિત કરવો. સાથે જ આપના જીવનની સુખાકારી માટે તુલસીમાતાને પ્રાર્થના કરવી.

દાંપત્યજીવનમાં મધુરતા અર્થે

જો આપ પોતાના દાંપત્યજીવનને સુખમય અને મધુર બનાવવા ઇચ્છતા હોવ તો આ દિવસે તુલસીજીના છોડને સૌભાગ્યની સામગ્રીઓ ભેટ કરવી અને પૂજા કરવી. ત્યારબાદ આ સામગ્રી કોઇ સૌભાગ્યવતી મહિલાને ભેટ કરી દેવી.

દીકરીના લગ્ન આડેના વિધ્નો દૂર કરવા અર્થે

જો આપની દીકરીના લગ્નમાં કોઇપણ પ્રકારનું વિધ્ન આવી રહ્યું હોય તો એ અવરોધોથી મુક્તિ અર્થે આ દિવસે 5 તુલસીદળ લઇ, તેની ઉપર હળદર વડે તિલક કરવું. ત્યારબાદ તે શ્રીહરિ શાલીગ્રામજીને અર્પણ કરવું જોઇએ. તેનાથી ચોક્કસપણે ટૂંક સમયમાં સારા સમાચાર મળશે.

સંતાનોનું દાંપત્યજીવન સુમધુર બનાવવા

જો આપના સંતાનોના દાંપત્યજીવનને સુમધુર બનાવી રાખવું હોય તો આ દિવસે શાલીગ્રામજી અને તુલસીજીની વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરવી અને ભગવાનને ઇલાયચીની જોડ (2 ઇલાયચી) અર્પણ કરવી. પૂજા પૂર્ણ થયા પછી તે ઇલાયચીને પોતાના સંતાનોને પાણી સાથે પીવડાવી દેવી.

આર્થિક સમૃદ્ધિ અર્થે

જો આપ આપના જીવનમાં આર્થિક સુખાકારીની કામના કરતા હોવ અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિની કામના રાખતા હોવ તો આ દિવસે તુલસીજીને પ્રસાદના રૂપમાં પતાશા અર્પણ કરો અને સાથે જ ગાયના ઘીનો દીવો પ્રજવલિત કરવો. આ દિવસે ભગવાન શાલીગ્રામજીનું ધૂપ-દીપ, પુષ્પથી પૂજન કરો અને પૂજન સમયે કેટલાક સિક્કા અને કોડીઓ પણ અર્પણ કરો. જ્યારે પૂજા સમાપ્ત થઇ જાય એટલે તે સિક્કા અને કોડીઓને સાચવીને તિજોરીમાં સુરક્ષિત સ્થાન પર રાખી દેવા.

નોકરીમાં બઢતી અર્થે

જો તમે નોકરીમાં બઢતીની ઇચ્છા રાખતા હોવ તો આજના દિવસે વિષ્ણુજી કે શાલીગ્રામજીને હળદરનું તિલક કરો અને તુલસીદળથી તેમની પૂજા કરો. પૂજા બાદ હાથ જોડીને ભગવાનને નોકરીમાં બઢતીની પ્રાર્થના કરવી.

સૌભાગ્ય અર્થે

જો આપને જીવનમાં સૌભાગ્ય અકબંધ રાખવું હોય તો આ દિવસે તુલસીજીના છોડને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને (શાલીગ્રામજીને) એકાક્ષી નારિયેળ અર્પણ કરવું જોઇએ.

જીવનમાં સકારાત્મક ઊર્જા અર્થે

જો આપ જીવનમાં ભરપૂર સકારાત્મક ઊર્જા મેળવવા માંગતા હોવ તો આ દિવસે તુલસીજીના છોડના મૂળની પાસે એક પીળા રંગનું કપડું રાખો અને તુલસીજીને મિશ્રીનો ભોગ અર્પણ કરો. ભોગ અર્પણ કર્યા બાદ તે ભોગને પરિવારના દરેક સભ્યોમાં વહેંચી દો અને ત્યાં રાખેલ પીળા રંગનું કપડું બીજા દિવસે બ્રાહ્મણને દાન કરી દો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">