BHAKTI: જો રાખશો આ સરળ બાબતોનું ધ્યાન, તો પનોતીની પીડાથી મુક્ત કરશે શનિ મહારાજ

શનિ, રાહુ અને કેતુ ક્રૂર ગ્રહો મનાય છે. તેમના પ્રભાવથી કોઈ જ છટકી શકતું નથી. એટલે આ ગ્રહોની ખરાબ અસરને દૂર કરવા માટે સૌ પ્રથમ તો કર્મની ખરાબીઓને જ સુધારવી જરૂરી છે.

BHAKTI: જો રાખશો આ સરળ બાબતોનું ધ્યાન, તો પનોતીની પીડાથી મુક્ત કરશે શનિ મહારાજ
સારાં કર્મથી પ્રસન્ન થશે શનિદેવ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:04 AM

કેટલાંક લોકો શનિની (shani) સાડાસાતી અથવા અઢી વર્ષની પનોતીથી ડરતા હોય છે. પણ, કહે છે કે જેને પનોતી ચાલતી હોય તેનું કર્મ જો શુદ્ધ હોય, તો શનિદેવ તેને ક્યારેય પરેશાન કરતા નથી. પરંતુ, તેનાથી વિપરીત જો કર્મ જ અશુદ્ધિ ભરેલાં હોય તો પછી ન્યાયના દેવ શનિની વક્રદૃષ્ટિથી તેને કોઈ બચાવી શકતું નથી. શનિ, રાહુ અને કેતુ ક્રૂર ગ્રહો મનાય છે. તેમના પ્રભાવથી કોઈ જ છટકી શકતું નથી. એટલે આ ગ્રહોની ખરાબ અસરને દૂર કરવા માટે સૌ પ્રથમ તો કર્મની ખરાબીઓને જ સુધારવી જરૂરી છે. આવો, આજે તે સંદર્ભમાં જ જાણકારી મેળવીએ.

શનિ અશુભ હોવાનો સંકેત માન્યતા એવી છે કે શનિની અશુભ અસરને કારણે ઘર અથવા ઘરનો કેટલોક ભાગ ધરાશાયી થાય છે, અથવા તેને નુકસાન થાય છે. ક્યારેક દેવા કે ઝઘડાને કારણે ઘર વેચાય છે. અંગો પરના વાળ ઝડપથી બહાર આવે છે. નખ નબળા પડી જાય છે. ઘરમાં અચાનક આગ લાગી શકે છે. સંપત્તિ કોઈ પણ રીતે નાશ પામે છે. અકાળે જ દાંત અને આંખની નબળાઈ અનુભવાય છે.

બદલો જીવનશૈલી ! 1. દાંત સાફ રાખો. 2. અસત્ય ન બોલો. 3. જો તમે કોઈ વ્યસન કરતા હોવ, તો તે બંધ કરો. 4. જુગાર રમશો નહીં. 5. ક્યારેય પિતા અને પુત્રનો અનાદર ન કરવો. 6. જીવનસાથી પ્રત્યે વફાદાર રહો. 7. નાસ્તિકતાથી અને નાસ્તિકતાના વિચારોથી દૂર રહો. 8. હંમેશાં માથું ઢાંકીને મંદિરમાં જાવ.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઉપરોક્ત જણાવેલી બાબતો અત્યંત સરળ છે. આ સરળ બાબતો તન અને મન બંન્નેને શુદ્ધ કરે છે. કહે છે કે આ શુદ્ધ કર્મથી જ શનિદેવ પ્રસન્ન થાય છે. તો, સાથે જ કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને શનિ મહારાજની વક્રદૃષ્ટિથી બચી શકાય છે.

સરળ ઉપાયથી શનિકૃપા 1. હનુમાન ચાલીસા દરરોજ વાંચો. 2. કાગડાને રોજ કંઈક ખવડાવો. 3. અંધ, વિકલાંગ, સેવકો અને સફાઇ કામદારોને ખુશ રાખો અને તેમને દાન આપો. 4. મધનું સેવન કરો, મધમાં કાળા તલ ભેળવી તેનું મંદિરમાં દાન કરો અથવા તે મધને હંમેશાં ઘરમાં રાખો. 5. તલ, અડદ, લોખંડ, તેલ, કાળા કપડાં અને પગરખાંનું દાન કરો. 6. શનિવારના દિવસે છાયા દાન કરવું. એક વાટકીમાં તેલ લઈ તેમાં પોતાની છાયા એટલે કે ચહેરો જોવો. ત્યારબાદ તે તેલનું દાન કરી દો. તેને છાયા દાન કહે છે.

ઉલ્લેખનીય છે કે આ બધાં ઉપચાર લૌકિક માન્યતાઓ પર આધારીત છે. પણ, કહે છે કે કર્મ શુદ્ધિ અને સરળ ઉપાયો થકી શનિદેવ પ્રસન્ન થાય છે. અને પછી ન્યાયના દેવતા શનિ તેમની વક્રદૃષ્ટિનો પ્રયોગ ટાળે છે. તેમજ વ્યક્તિને પનોતીમાં પણ રાહતની પ્રાપ્તિ કરાવે છે.

આ પણ વાંચોઃ Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !

આ પણ વાંચોઃ Photo : જાણો મહાભારતમાં વર્ણિત અર્જુનના વિવિધ નામ પાછળનું રહસ્ય

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">