AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોર્ટ-કચેરીથી લઈને નાણાકીય કટોકટી દૂર કરશે હનુમાન ચાલીસાનો પાઠ, જાણો કેવી રીતે કરશો તેનો પાઠ

જો તમે હનુમાનજીની પૂજા માટે વધારે સમય નથી આપી શકતા તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો. આ ચાલીસા એટલી શક્તિશાળી છે, જેની તમે કલ્પના પણ ન કરી શકો.

કોર્ટ-કચેરીથી લઈને નાણાકીય કટોકટી દૂર કરશે હનુમાન ચાલીસાનો પાઠ, જાણો કેવી રીતે કરશો તેનો પાઠ
Hanumanji
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:59 AM
Share

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીને બજરંગબલી, મહાવીર અને સંકટમોચન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ દરેકની મુશ્કેલીઓ દૂર કરે છે અને જીવનને સુખી બનાવે છે. જો હનુમાનજીની પૂજા શ્રદ્ધાથી કરવામાં આવે તો દુ:ખ, દરિદ્રતા, રોગ, દોષ, ભૂત, પિશાચ વગેરે જેવી બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

જો તમે હનુમાનજીની પૂજા માટે વધારે સમય નથી આપી શકતા તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો. આ ચાલીસા એટલી શક્તિશાળી છે, જેની તમે કલ્પના પણ ન કરી શકો અને વ્યક્તિની મોટી મુશ્કેલીઓ, કોર્ટ-કચેરીથી માંડીને આર્થિક સંકટ સુધી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આજે મંગળવારે હનુમાન ચાલીસાનો મહિમા જાણો.

કોર્ટ કેસ જીતવા માટે જો તમારો કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તમે આ કામ માત્ર ન્યાયના ઈરાદાથી કર્યું છે અથવા જો કોઈએ તમને ખોટા કેસમાં ફસાવ્યા છે, તો તમે દર મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસાની પૂજા કરી શકો છો. લગભગ 21 દિવસ સુધી આ સતત કરો અને પાઠ કરતા પહેલા અને પછી અડધો કલાક કોઈની સાથે વાત ન કરો. આ પછી, હનુમાનજી પાસે માફી માગી ન્યાય કરવા માટે પ્રાર્થના કરો.

નાણાકીય અવરોધો દૂર કરવા જો કોઈ કારણસર તમે દેવામાં ડૂબેલા છો અથવા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો હનુમાન ભક્તિ તમને આ સમસ્યામાંથી મુક્તિ આપશે. હનુમાન ચાલીસાનો પાઠ કરીને દર મંગળવારે હનુમાન મંદિરમાં શ્રીફળ અર્પણ કરો. આ સાથે તમારી આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે.

અકસ્માત નિવારણ માટે મોટાભાગના અકસ્માતો રાહુ-કેતુ અને શનિને કારણે થાય છે, પરંતુ જો તમે હનુમાનજીના ઉપાસક છો, તો તમારી આ સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. આ માટે તમારે હંમેશા હનુમાનજીના આશ્રયમાં રહેવું જોઈએ અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઢ કરવો જોઈએ.

મંગળ દોષ દૂર કરવા જો કુંડળીમાં મંગળ ભારે હોય અથવા મંગળ દોષ હોય તો દર મંગળવારે હનુમાનજીનું વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી મંગળ દોષ દૂર થાય છે.

બેરોજગારી દૂર કરવા જો તમે બેરોજગાર છો અથવા તમારો વ્યવસાય ચાલી રહ્યો નથી, તો હનુમાન મંદિરમાં દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરો અને દરરોજ હનુમાન ચાલસાનો પાઠ કરો.

તણાવ દૂર કરવા જો વધારે પડતું ટેન્શન, ડર કે ચિંતા હોય તો રોજ હનુમાન ચાલીસાના પાઠ સિવાય હનુમાનજીના મંત્ર ‘ॐ हनुमंते नम:’નો જાપ કરવો જોઈએ. રાત્રે સૂતી વખતે આ મંત્રનો જાપ કરો. રોજ આ કરવાથી તમારી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: આ શરદ પૂર્ણિમાએ કઈ વિધિથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી ? જાણો સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થેના સરળ ઉપાય

આ પણ વાંચો : Sharad Purnima : કેમ મનાવવામાં આવે છે શરદ પૂનમ ? જાણો વૈજ્ઞાનિક અને પૌરાણિક મહત્વ

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">