AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે ગોધૂલિ કાળ ! જાણો આ સમયમાં શું કરશો ખાસ ?

ગોધૂલિ કાળને (Godhuli Kaal ) માતા લક્ષ્મી સાથે જોડાયેલ માનવામાં આવે છે. અને એટલે જ તેની વિશેષ મહત્તા છે. જેમ આ સમયે ગાય ઘરે પાછી આવે છે, તે રીતે જ આ સમયે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે !

દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે ગોધૂલિ કાળ ! જાણો આ સમયમાં શું કરશો ખાસ ?
Godhuli Kaal
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 09, 2023 | 6:29 AM
Share

માંગલિક કાર્યો કરવા માટે ગોધૂલિ કાળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આ સમયે માતા લક્ષ્મીની પૂજા કરવાથી આપને સારા ફળની પ્રાપ્તિ થાય છે. ગોધૂલિ કાળને જામિત્ર દોષનો નાશ કરનાર સમય કહેવામાં આવે છે ! આખરે, શું છે આ ગોધૂલિ કાળ ? દેવી લક્ષ્મીનો ગોધૂલિ કાળ સાથે શું છે નાતો ? અને આ સમયમાં કયા કાર્યો કરવાથી સાધકને સવિશેષ પુણ્યની થાય છે પ્રાપ્તિ ? આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

ગોધૂલિ કાળ એટલે શું ?

સાંજના 5 થી 7 વાગ્યાની વચ્ચેનો સમય ગોધૂલિ કાળ તરીકે ઓળખાય છે. ગોધૂલિ કાળનો અર્થ સમજીએ તો તેનો અર્થ છે ગાયના પગથી ઉડતી ધૂળ ! આવું એટલે કહેવામાં આવે છે કે આ સમયે ગાય ગોચરમાં ચારો ચરીને પરત ફરતી હોય છે. ઘણી બધી ગાયોના એકસાથે આગમનથી ધૂળ ઉડે છે. જેને લીધે સૂર્યની લાલાશ પણ ઢંકાઈ જાય છે. એટલે જ આ સમયને ગોધૂલિ કાળ કહે છે.

ગોધૂલિ કાળ સાથે માતા લક્ષ્મીનો સબંધ !

ગોધૂલિ કાળને માતા લક્ષ્મી સાથે જોડાયેલ માનવામાં આવે છે. અને એટલે જ તેની વિશેષ મહત્તા છે. જેમ આ સમયે ગાય ઘરે પાછી આવે છે, તે રીતે જ આ સમયે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે. આ સમયમાં ભક્તો માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે અને તેનાથી તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહે છે કે ગોધૂલિ કાળમાં માતા લક્ષ્મીની આરાધનાથી તેમની કૃપા તો વરસે જ છે, સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ થાય છે.

ગોધૂલિ સમયે કરો આ ખાસ કામ !

⦁ માન્યતા અનુસાર ગોધૂલિ કાળ કે સંધ્યાકાળ એ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા માટેનો સારો સમય છે. ગોધૂલી કાળમાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી બળ, વિદ્યા, બુદ્ધિ અને ધનની વૃદ્ધિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ ગોધૂલિ સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રજવલિત કરવામાં આવે છે. લૌકિક વાયકા એવી છે કે આ દીવો પ્રજવલિત કરવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી પણ ખુશ થાય છે !

⦁ આ સમયે મંદિરમાં ધૂપ-દીપ પ્રજવલિત કરવા જોઇએ. આ સિવાય મંદિરમાં આરતી અને પૂજા-પાઠ કરવા પણ શુભ ફળદાયી બને છે.

⦁ માન્યતા અનુસાર જે લોકો દેવામાંથી મુક્તિ ઇચ્છે છે, તેમણે આ સમયે ખાસ માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. કારણ કે, ગોધૂલિ કાળ એ દેવી લક્ષ્મીના પણ ઘરમાં આગમનનો સમય મનાય છે. અને કહે છે કે આ સમયે તેમની આરાધનાથી ભક્તોને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, ધીમે ધીમે એવાં સંજોગો સર્જાય છે કે વ્યક્તિ તેનું દેવું ભરપાઈ કરી શકે અને ઋણથી મુક્તિ મેળવી શકે !

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">