જાણી લો પ્રભુની પૂજાના આ નિયમ, પૂજા સમયે ભૂલથી પણ ન કરી બેસતા આ ભૂલ !

પૂજા (Worship) દરમિયાન શંખ અથવા ઘંટ જરૂરથી વગાડવા જોઈએ. કારણ કે, તેના અવાજથી નકારાત્મકતા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. પરંતુ રાત્રિના સમયે કોઇપણ દેવી દેવતાની પૂજા કરતા સમયે શંખ અથવા ઘંટ વગાડવો જોઈએ નહીં !

જાણી લો પ્રભુની પૂજાના આ નિયમ, પૂજા સમયે ભૂલથી પણ ન કરી બેસતા આ ભૂલ !
Puja (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 22, 2022 | 6:22 AM

સનાતન પરંપરામાં દેવી-દેવતાઓની પૂજા  (Worship) કેવી રીતે કરવી તેમની આરાધના કેવી રીતે કરવાની તમામ પ્રકારની વિધિઓ જણાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે જોઇએ તો કોઈ દેવતા માત્ર જળથી, કોઈ માત્ર પર્ણથી, તો કોઈ માત્ર દૂર્વાથી જ પ્રસન્ન થઈ જાય છે. એ જ કારણ છે કે આપણે આરાધ્યની સાધના કે આરાધના વિધિ વિધાન સાથે કરીએ છે. હિંદુ ધર્મમાં (hindu religion) ભગવાનની પૂજા, વિધિ અને ઉપવાસનું વિશેષ અને આગવુ મહત્સ્થાવ રહેલું છે. સવારે અને સાંજે લગભગ દરેક ઘરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાનની આરતી (Aarti of God) કરવામાં આવે છે. ઘરના મંદિરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દરેક વસ્તુને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અલબત્ આ પૂજાના કેટલાંક નિયમો પણ છે. જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.

હિન્દુ ધર્મમાં પૂજા સંબંધી ઘણા નિયમ અને તેના લાભ જણાવવામાં આવ્યા છે. કહે છે કે તેનું પાલન કરવાથી પૂજાનું યોગ્ય ફળ મળે છે. ત્યારે આવો, આજે આપણે પણ પૂજાના આ નિયમોને જાણીએ. કે કોઇપણ દેવી-દેવતાની શાસ્ત્રોક્ત પૂજા કરતા સમયે આપણે કઇ કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

નિત્ય પૂજા-પરિક્રમા

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

સનાતન પરંપરાને માનતા પરિવારોમાં ઓછામાં ઓછા પાંચ દેવી-દેવતા અથવા ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી દુર્ગા, ભગવાન સૂર્ય તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવામાં આવે છે.. તેમણે ભગવાન સૂર્યની સાત, ભગવાન વિષ્ણુની ચાર, ગણપતિની ત્રણ, માતા દુર્ગાની એક પરિક્રમા અને ભગવાન શિવની અડધી પરિક્રમા કરવી જોઇએ.

ઘરના રાખવાના મૂર્તિ અને શિવલિંગ 

ઘરમાં ક્યારેય પણ બે શિવલિંગ, ગણપતિની ત્રણ મૂર્તિ અથવા ચિત્ર, બે શંખ, સૂર્યદેવના બે ચિત્ર અથવા મૂર્તિ અને બે શાલિગ્રામ ન રાખવા જોઇએ.

કઈ મૂર્તિ ન રાખવી ?

ઘરમાં કે ઘરના મંદિરમાં ક્યારેય પણ નટરાજ, ભૈરવ, રાહુ-કેતુ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરવી જોઇએ નહીં. આ તમામ દેવતાઓની પૂજા ઘરની બહાર તેમના મંદિરમાં થાય તે જ શુભ મનાય છે.

પ્રભુને પ્રિય વસ્તુઓ અર્પણ કરો

તમારા આરાધ્યને પ્રસન્ન કરવા માટે તેમની પ્રિય વસ્તુઓ તેમને અર્પણ કરવી જોઈએ. જેમ કે ભગવાન શિવને બીલીપત્ર, ભગવાન વિષ્ણુને તુલસીના પાન, ગણપતિજીને દૂર્વા અને ભગવાન સૂર્યને લાલ કરેણના પુષ્પ વધારે પસંદ છે.

ઘંટ-શંખનો મહિમા

પૂજા દરમિયાન શંખ અથવા ઘંટ જરૂરથી વગાડવા જોઈએ. કારણ કે, તેના અવાજથી નકારાત્મકતા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. પરંતુ રાત્રિના સમયે કોઇપણ દેવી દેવતાની પૂજા કરતા સમયે શંખ અથવા ઘંટ વગાડવો જોઈએ નહીં. માન્યતા છે કે રાતના સમયે દેવી-દેવતા શયન કરવા માટે જાય છે. એવામાં તેમને જગાડવા પર દોષ લાગે છે !

સ્નાન-તિલકની વિધિ

દેવી દેવતાઓની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવ્યા વગર ચંદન-કંકુ ક્યારેય લગાવવું જોઇએ નહીં. એ વાતનું પણ ધ્યાન રાખો કે દેવતાઓને હમેશાં અનામિકા આંગળીથી જ તિલક કરવામાં આવે છે.

દીપ પ્રાગટ્યના નિયમો 

જ્યારે પણ આપ પૂજા કરતા હોવ ત્યારે હંમેશા ઘીનો દીવો જમણી બાજુ પ્રજવલિત કરવો  અને તેલનો દીવો ડાબી બાજુ પ્રજવલિત કરીને રાખવો  જોઈએ. પૂજા સમયે  ક્યારેય પણ એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો જોઇએ નહીં. તેનાથી દોષ લાગે છે.

વસ્તુની અછત

જો તમારી પૂજા ચાલી રહી છે અને તે દરમિયાન કોઇ વસ્તુની અછત થઈ જાય અથવા તો કોઇ વસ્તુ  ઉપલ્બધ ન થઇ શકે તો તેની જગ્યાએ અક્ષત અથવા ફૂલ અર્પણ કરીને તમારી પૂજાને ચાલુ કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">