Garuda Purana: આ 5 પ્રકારના કાર્યો કરનારા વ્યક્તિને મળે છે અપયશ અને થાય છે તેનું અપમાન

Garuda Purana: આ 5 પ્રકારના કાર્યો કરનારા વ્યક્તિને મળે છે અપયશ અને થાય છે તેનું અપમાન
Garuda Purana

18 પુરાણોમાંનું એક ગરુડ પુરાણ, જેને મહાપુરાણ પણ કહેવામાં આવે છે. તે વ્યક્તિને જીવન સંબંધિત એવી બધી નીતિઓ વિશે જણાવે છે, જેને અપનાવીને મોટી મુશ્કેલીઓ ટાળી શકાય છે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Sep 25, 2021 | 5:54 PM

વ્યક્તિ આદર અને માન-સન્માન મેળવવા માટે બધા કાર્યો કરે છે, કારણ કે જો આદર ન હોય તો જીવન મૃત્યુ કરતાં પણ ખરાબ બની જાય છે. એટલા માટે આપણે બધાએ એવા કામ ન કરવા જોઈએ જે આપણી વિશ્વસનીયતાને નબળી પાડે અને આપણને અપયશ મળે.

ગરુડ પુરાણમાં આવા અનેક કાર્યો જણાવવામાં આવ્યા છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા સન્માન અને આદરને અસર કરે છે, જેના કારણે વ્યક્તિને અપમાન સહન કરવું પડે છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. જાણો આવા 5 કામો વિશે.

1. ધર્મગ્રંથોમાં દાનનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ દાન ક્યારેય પોતાની ક્ષમતાથી વધારે ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ગરીબ છે, છતાં તેની ક્ષમતા કરતા વધારે દાન કરે છે, તો ચોક્કસ તેને અને તેના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવું વારંવાર કરીને, ક્યારેક ઘરની આર્થિક સ્થિતિ એટલી મુશ્કેલ બની જાય છે કે, ટકી રહેવું મુશ્કેલ બને છે. આ સ્થિતિમાં વ્યક્તિને અન્યની સામે હાથ ફેલાવવાની ફરજ પડે છે અને આ પરિસ્થિતિ કોઈ અપમાનથી ઓછી નથી. તેથી, હંમેશા તમારી આર્થિક સ્થિતિ અનુસાર દાન કરો.

2. જો તમારી પાસે વધારે ધન છે, પરંતુ તેમ છતાં તમે દાન નથી કરતા, તો આ સમાજ તમને કંજુસ કહેશે અને તમારે અપયશનો સામનો કરવો પડશે. તેથી જો તમે સક્ષમ છો, તો પછી ચોક્કસપણે દાન દ્વારા અન્ય લોકોને મદદ કરો. તેનાથી તમારી યશ અને કીર્તિ વધે છે.

3. જે વ્યક્તિનો પુત્ર તેની વાત સાંભળતો નથી, આવા પિતાને સમાજમાં વારંવાર અપમાન સહન કરવું પડે છે. મહાભારત કાળમાં દુર્યોધનના કારણે માત્ર ધૃતરાષ્ટ્રનું રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર પરિવારનો નાશ થયો હતો.

4. જે લોકોની ખરાબ સંગત હોય છે, તેમની પાસે ભલે ગમે તેટલા સારા ગુણો હોય, લોકો તેમને ખરાબ માને છે. આ પ્રકારના લોકોને પણ અપમાનિત થવું પડે છે અને અપયશનો ભોગ બનવું પડે છે. તેથી હંમેશા તમારી સંગતનું ધ્યાન રાખો.

5. જો તમે કોઈને નુકસાન પહોંચાડવા માટે કંઈક કરી રહ્યા છો અને આ દરમિયાન તમારૂ મૃત્યુ થાય છે, તો મૃત્યુ બાદ પણ દુનિયા તમારા વિશે ખરાબ જ બોલશે. સાથે જ તે તમારા આખા પરિવારને અસર કરે છે. તેથી એવું કોઈ કામ ન કરો જેના કારણે તમારી પેઢીને તેની સજા ભોગવવી પડે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Pitru paksha 2021: શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ ! જાણો કઈ વસ્તુઓના દાન થી મળશે પિતૃઓના આશિષ

આ પણ વાંચો : Dining Room Vastu Tips: જાણો વાસ્તુ અનુસાર કેવો હોવો જોઈએ ડાઈનિંગ રૂમ, જાણો તેના વાસ્તુ નિયમ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati