Garuda Purana : આત્મહત્યા કરનારાઓનું મૃત્યું બાદ શું થાય છે ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

આત્મહત્યા કરનારાઓનું ભાવિ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. તેને નિંદનીય ગુનો ગણવામાં આવ્યો છે અને તેને ભગવાનનું અપમાન ગણાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ આત્મહત્યા કરે છે તે મૃત્યુ પછી વધુ ખરાબ સ્થિતિમાં પહોંચે છે.

Garuda Purana : આત્મહત્યા કરનારાઓનું મૃત્યું બાદ શું થાય છે ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
Garuda Purana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 1:17 PM

આજકાલ લોકોની ધીરજ ઓછી થઈ ગઈ છે. તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે ખૂબ જ ઝડપથી અસ્વસ્થ થઈ જાય છે અને કોઈ પણ સંજોગોમાં તેઓ વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માંગે છે. જો પરિસ્થિતિઓ તેમને અનુકૂળ ન હોય, તો તો તેઓ ડિપ્રેશનમાં જાય છે અથવા તેઓ આત્મહત્યા કરે છે. પરંતુ જો તમને લાગે કે આત્મહત્યા કરવાથી દુ:ખમાંથી મુક્તિ મળશે, તો તમે ખોટા છો.

આત્મહત્યા કરનારાઓનું ભાવિ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. તેને નિંદનીય ગુનો ગણવામાં આવ્યો છે અને તેને ભગવાનનું અપમાન ગણાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ આત્મહત્યા કરે છે તે મૃત્યુ પછી વધુ ખરાબ સ્થિતિમાં પહોંચે છે, જ્યાં તે ન તો તેના પ્રિયજનો સાથે કોઈ સંપર્ક કરી શકે છે અને ન તો કોઈ દુનિયામાં તેને સ્થાન મળે છે. આત્મહત્યા વિશે ગરુડ પુરાણ બીજું શું કહે છે તે જાણો.

ગરુડ પુરાણ અનુસાર, આત્મહત્યા કરનાર વ્યક્તિની આત્મા ભટકે છે. આવા આત્માને બીજો જન્મ નથી મળતો જ્યાં સુધી તેનું સમયચક્ર પૂર્ણ ન થાય. એવું કહેવામાં આવે છે કે મૃત્યુ બાદ કેટલાક આત્માઓ 10 માં અને 13 માં દિવસે શરીર ધારણ કરે છે અને કેટલાક આત્માઓ 37 થી 40 દિવસમાં. પરંતુ આત્મહત્યા કે કોઈ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો જે અકાળે મૃત્યુ પામે છે, તેમને સમય ન આવે ત્યાં સુધી જન્મ લેવા માટે શરીર મળતું નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જો આત્મહત્યા કરનાર વ્યક્તિની કોઈ ઈચ્છા અધૂરી રહે છે અથવા તે તણાવને કારણે આમ કરી રહ્યો છે, તો આવા આત્મા માટે નવું શરીર મેળવવું વધુ મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં પરેશાન અથવા અસંતુષ્ટ આત્મા ભૂત, પ્રેત કે પિશાચ યોનિમાં ભટકતો રહે છે. જ્યાં સુધી તેમના મૃત શરીરની નિર્ધારિત વય સુધી પહોંચે નહી ત્યાં સુધી ભટકવું પડે છે. આ સ્થિતિમાં શ્રાદ્ધ, તર્પણ અને ધાર્મિક કાર્યો પણ આત્માને મુક્ત કરવામાં સક્ષમ નથી.

ગરુડ પુરાણમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓ અકાળે મૃત્યુ પામેલા લોકોની આત્માને દિશાહિનતાથી મુક્ત કરે છે. આ સ્થિતિમાં મૃતકના સંબંધીઓએ મૃત આત્મા માટે તર્પણ, દાન, પુણ્ય, ગીતા પાઠ, પિંડ દાન વગેરે કરવું જોઈએ. વળી જો મૃત વ્યક્તિની કોઈ ઈચ્છા બાકી હોય તો તેની ઈચ્છા પૂરી કરવી જોઈએ. આમ કરવાથી આત્મા સંતુષ્ટ થાય છે અને બીજું શરીર ધારણ કરવા માટે સક્ષમ બને છે.

આ પણ વાંચો : Shravan-2012 : જાણો છો મહાદેવના હાથમાં રહેલા ડમરું અને ત્રિશૂળનું રહસ્ય ? જાણો શિવજીના પ્રતિકોનો ગૂઢાર્થ

આ પણ વાંચો : શાસ્ત્રોમાં કઈ જગ્યાએ રહેવું તેના પણ નિયમો કહ્યા છે, જાણો કયા સ્થળોએ એક ક્ષણ માટે પણ ન રહેવું

g clip-path="url(#clip0_868_265)">