શાસ્ત્રોમાં કઈ જગ્યાએ રહેવું તેના પણ નિયમો કહ્યા છે, જાણો કયા સ્થળોએ એક ક્ષણ માટે પણ ન રહેવું

જો આપણે કોઈ પણ સ્થળે રહેવાની વાત કરીએ તો જ્યોતિષ અને વાસ્તુ મુજબ શુભ અને અશુભ સ્થળની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. તે જગ્યાઓ વિશે જાણીએ જ્યાં આપણે ભૂલથી પણ ન રહેવું જોઈએ.

શાસ્ત્રોમાં કઈ જગ્યાએ રહેવું તેના પણ નિયમો કહ્યા છે, જાણો કયા સ્થળોએ એક ક્ષણ માટે પણ ન રહેવું
આ સ્થળો પર ભૂલથી પણ ન રહેવું જોઈએ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 12:18 PM

સનાતન પરંપરામાં શુભ અને અશુભ જીવન સાથે જોડાયેલી દરેક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે કોઈ પણ કાર્ય માટે, આપણા ધાર્મિક ગ્રંથો, શાસ્ત્રો વગેરેમાં તમામ પ્રકારના નિયમો જણાવવામાં આવ્યા છે, જે આપણી સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે.

જો આપણે કોઈ પણ સ્થળે રહેવાની વાત કરીએ તો જ્યોતિષ અને વાસ્તુ મુજબ શુભ અને અશુભ સ્થળની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે, જ્યારે ધાર્મિક શાસ્ત્રોમાં પરિસ્થિતિ જોયા પછી રહેવાનું કે ન રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચાલો તે જગ્યાઓ વિશે જાણીએ જ્યાં આપણે ભૂલથી પણ ન રહેવું જોઈએ.

धनिक: श्रोत्रियो राजा नदी वैद्यस्तु पञ्चमः। पञ्चयत्र न विद्यन्ते न तत्र दिवसं वसेत्।।

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આચાર્ય ચાણક્ય, જે નીતિના જાણકાર છે તે કહે છે કે જે દેશ અથવા સ્થાનમાં ધન-ધાન્ય સંપન વેપારી, કર્મકાંડમાં નિપુણ તથા વેદના જાણકાર પુજારી અને બ્રાહ્મણો, પવિત્ર અને ન્યાયી રાજાઓ, સ્વચ્છ વહેતું પાણી એટલે પીવાલાયક પાણી અથવા નદીનો જ્યારે કોઈ સ્રોત ન હોય ત્યારે આપણે એક ક્ષણ માટે પણ ત્યા રહેવું ન જોઈએ. કહેવાનો મતલબ એ છે કે આપણે તે સ્થળને જલદીથી છોડી દેવું જોઈએ અને બીજી જગ્યાએ જવું જોઈએ.

આચાર્ય ચાણક્યની નીતિનું પણ પોતાનું તર્ક છે કારણ કે જ્યાં ધનવાન લોકો ન હોય ત્યાં રોજગારીની તકો બહુ ઓછી હશે. તેવી જ રીતે, જ્યાં કોઈ જ્ઞાની લોકો નથી, ત્યાં તમારાથી સંબંધિત કોઈ ખોટો કે સાચો નિર્ણય લેવા માટે કોઈ નહીં હોય. કોઈ પણ રાજ્ય માટે કુશળ, ન્યાયી અને ધર્મનિષ્ઠ રાજાની ખૂબ જ જરૂર હોય છે. કોઈને ખોટું અને સાચું કરવાથી કોઈ રોકી શકશે નહીં.

જીવન માટે પાણી સૌથી મહત્વની વસ્તુ છે, આ સ્થિતિમાં સ્વચ્છ પાણીવાળી નદી અથવા પાણીના સ્ત્રોત સાથેની જગ્યાની ગેરહાજરીમાં ત્યાં રહેવાનું યોગ્ય નથી. કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરવા માટે, એક કુશળ વૈદ્ય અથવા આજની ભાષામાં, એક સારા ડોક્ટરની ખૂબ જરૂર છે. આ સ્થિતિમાં સારા ડોકટરો અથવા વૈદ્ય વગરની જગ્યાએ રહેવાનું પણ યોગ્ય નથી.

लोकयात्रा भयं लज्जा दाक्ष्ण्यिं त्यागशीलता। पंच यत्र न विद्यंते न कुर्यात्त्र संगतिम्।।

જે સ્થાન પર લોકોને તેમની આજીવિકા ન મળે, ભય, શરમ અને દાન આપવાની વૃત્તિ ન હોય આવા પાંચ સ્થળોએ રહેવું ન જોઈએ અને તે સ્થાનનો ત્યાગ કરવો જોઈએ.

यस्मिन देशे न सम्मानो न वृत्तिनं व बांधवा: न च विद्यागमोप्यस्ति वासस्त्त्र न कारयेत्।।

જે દેશમાં સન્માન નથી, જ્યાં રોજગાર નથી, જ્યાં ભાઈચારો નથી અને જ્યાં શિક્ષણ શક્ય નથી, આવી જગ્યા તાત્કાલિક છોડી દેવી જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Vastu Tips For Pooja Room : ઘરમાં પૂજા ઘર બનાવતી વખતે રાખો વાસ્તુનું આ ધ્યાન, જાણો ઘરમાં ક્યાં અને કેવું હોવું જોઈએ પૂજા ઘર

આ પણ વાંચો : 12 Jyotirlinga : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા

g clip-path="url(#clip0_868_265)">