AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈના લાલબાગ વિસ્તારમાં કરંટ લાગવાથી 2 લોકોનાં મોત, 4 ઘાયલ !

મુંબઈના લાલબાગ વિસ્તારમાં કરંટ લાગવાની ઘટનામાં 2 લોકોનાં મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. સૂત્રો અનુસાર, રવિવારે વહેલી સવારે લાલબાગ વિસ્તારમાં ગણપતિ પંડાલ પાસે કરંટ લાગવાની ઘટનામાં 8 વર્ષની બાળકી સહિત બે લોકોનાં મોત થયા છે અને અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રીના લગભગ 2:20 વાગે બની હતી.

Breaking News : મુંબઈના લાલબાગ વિસ્તારમાં કરંટ લાગવાથી 2 લોકોનાં મોત, 4 ઘાયલ !
Mumbai Lalbaug Electric ShockImage Credit source: PTI
| Updated on: Sep 20, 2026 | 8:41 AM
Share

ગણેશોત્સવના ભારે ઉત્સાહ વચ્ચે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રવિવારે (20 સપ્ટેમ્બર) વહેલી સવારે ગણપતિ પંડાલ પાસે કરંટ લાગવાથી 8 વર્ષની બાળકી અને એક મહિલાનું મોત થયું છે. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.

આ દુઃખદ ઘટના વહેલી સવારે લગભગ 2:20 વાગે કાલાચૌકીના દત્તારામ લાડ માર્ગ પર આવેલા કાલાચૌકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ પાસે બની હતી. ઘટના સમયે લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી.

2:42 વાગે ફાયર બ્રિગેડને મળી માહિતી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)ને વહેલી સવારે 2:42 વાગે કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, BESTની ટેક્નિકલ ટીમ અને સ્થાનિક વોર્ડ ઓફિસના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.

સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, કરંટ લાગવાથી ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 5 ઘાયલોને બાયકુલાની મસીના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઘાયલોને પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

8 વર્ષની બાળકી અને મહિલાનું મોત

હોસ્પિટલના સૂત્રો અને અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, 8 વર્ષની બાળકી રાગિની ઘનશ્યામ યાદવને હોસ્પિટલમાં લાવવામાં આવતા જ ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. જ્યારે સારવાર દરમિયાન એક મહિલાનું પણ મોત થયું હતું. મૃતક મહિલાની ઓળખ અને અન્ય વિગતો હજુ સામે આવી નથી.

મસીના હોસ્પિટલમાં દાખલ અન્ય ચાર ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમની ઓળખ કિરણ નાઈક (19), તન્વી હાંડે (19), સાહિલ તારે (19) અને રૂહી સિંહ (12) તરીકે થઈ છે.

આ પણ વાંચો, Breaking News : રોહિત શર્માની નારાજગી કે ઈજાનો મુદ્દો, અજિત અગરકર અને BCCI વચ્ચે અંતર વધવાનું અસલી કારણ શું ?

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
g clip-path="url(#clip0_868_265)">