Ganesh Chaturthi 2025 : ક્યારે છે ગણેશ ચતુર્થી? જાણો શુભ મુહૂર્ત, સ્થાપનનો સમય અને પૂજા વિધિ
વૈદિક કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે, ભક્તો ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા કરીને સ્વાગત કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે.

ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે, જે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાથી શરૂ થાય છે. આ દરમિયાન, ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને તેમની વિધિવત પૂજા કરે છે, તો ચાલો જાણીએ ગણેશ ચતુર્થી 2025 ક્યારે છે અને સ્થાપનનો સમય અને પૂજા વિધિ શું છે.
ગણેશ ચતુર્થી 2025 શુભ મુહૂર્ત
હિન્દુ કેલેન્ડર મુજબ, ભાદરવાની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચતુર્થી. પંચાંગને જોતા, ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઓગસ્ટથી શરૂ થશે અને આ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે.
પૂજા મુહૂર્ત
ગણેશજીની સ્થાપના કરવાનો સૌથી શુભ સમય મધ્યાહનનો છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ આ સમયે થયો હતો. 27 ઓગસ્ટ 2025 ના રોજ મધ્યાહન સમયગાળામાં ગણેશ પૂજા માટે શુભ સમય સવારે 11:05 થી બપોરે 01:40 વાગ્યા સુધીનો રહેશે.
ગણેશ ચતુર્થી 2025ના શુભ યોગ
આ વખતે ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે. આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવારથી શરૂ થઈ રહી છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત, 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી પર ચાર શુભ યોગ બની રહ્યા છે – શુભ યોગ, શુક્લ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનું સંયોજન થશે. આ ઉપરાંત, હસ્ત નક્ષત્ર અને ચિત્ર નક્ષત્ર પણ રહેશે.
ગણેશ સ્થાપન વિધિ
- ગણેશજીને ઘરે લાવતા પહેલા, પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને તેને ફૂલો, રંગોળી અને અન્ય સુશોભન વસ્તુઓથી સજાવો.
- શુભ સમયમાં, ભગવાન ગણેશની મૂર્તિને વેદી પર સ્થાપિત કરો.
- ભગવાનને બેસાડવાના સ્થાન પર પહેલા બાજટ મુકો તેના પર લાલ કે પીળું કપડું પાથરો.
- પૂજા શરૂ કરતા પહેલા, તમારા હાથમાં પાણી, ફૂલો અને ચોખા લો અને ઉપવાસ અથવા પૂજાનો સંકલ્પ લો.
- સૌ પ્રથમ, ‘ૐ ગણ ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશજીનું આરાધના કરો.
- ભગવાન ગણેશની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો.
- સ્નાન કર્યા પછી, તેમને નવા કપડાં અને આભૂષણો પહેરાવો.
- ભગવાન ગણેશને તેમના પ્રિય ભોગ મોદક અને લાડુ ચઢાવો.
- આ સાથે, તેમને દુર્વા ઘાસ, લાલ ફૂલો અને સિંદૂર ચઢાવો.
- અંતે, આખા પરિવાર સાથે ભગવાન ગણેશની આરતી કરો.
ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. આ અંગે વધારે સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
