Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: શું તમે પણ નથી કરતાં ને આ ભૂલ ? અત્યારે જ જાણી લો કે સોમવારે શું કરશો અને શું નહીં

સોમવાર એટલે તો શિવજીની આરાધના અને ઉપાસનાનો દિવસ. શું તમે સોમવારે કાળા રંગના કપડા તો નથી પહેરતાં ને ? સોમવારે શિવજીની કૃપાને પ્રાપ્ત કરવાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

Bhakti: શું તમે પણ નથી કરતાં ને આ ભૂલ ? અત્યારે જ જાણી લો કે સોમવારે શું કરશો અને શું નહીં
LORD MAHADEV (IMPACT IMAGE)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 28, 2021 | 10:26 AM

સોમવાર(MONDAY) એટલે તો શિવને સમર્પિત દિવસ. સોમવાર એટલે તો શિવજીની આરાધના અને ઉપાસનાનો દિવસ. કહેવાય છે કે સોમવારે શુદ્ધ મનથી કરવામાં આવતી શિવજીની આરાધના વ્યક્તિના દેરક અધૂરા કામને પૂર્ણ કરે છે. વ્યક્તિની દરેક કામનાને પૂર્ણ કરનારો છે સોમવારનો દિવસ. આપ પણ આજે શિવાલય જતાં હશો અને શિવજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે શિવલીંગ પર અભિષેક કરતાં હશો બીલીપત્ર અર્પણ કરતાં હશો. પણ શું તમે સોમવારે કાળા કપડાં તો નથી પહેરતાં ને ? શું સોમવારે તમે કોઈ જાણ્યા કે અજાણ્યા વ્યક્તિ માટે અપશબ્દનો પ્રયોગ તો નથી કરતાં ને ? સોમવારે તમારી એક ભૂલ તમને ભારી પડી શકે છે. એટલે એ જાણવું અત્યંત આવશ્યક છે કે કઈ કઈ વસ્તુઓ સોમવારે બિલકુલ ન કરવી . આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે સોમવારે તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ. આવો સૌથી પહેલાં જાણીએ કે કઈ બાબતો સોમવારે ભૂલથી પણ ન કરવી જોઈએ. 1. સોમવારે કાળા વસ્ત્રો ન પહેરવાં જોઈએ. 2. સોમવારે માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ. 3. સોમવારે કોઈની સામે ગુસ્સો ન કરવો. 4. સોમવારે કોઈ વ્યક્તિ માટે અપશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. 5. માન્યતા છે સોમવારે સફેદ વસ્ત્ર કે દૂધનું દાન ન કરવું જોઈએ. હવે જાણીએ કે સોમવારે શું કરવું જોઈએ. 1. સોમવારે સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. 2. એવું કહેવાય છે કે સોમવારે શિવજીનું વ્રત રાખવું. જેને સોમેશ્વર વ્રત પણ કહેવાય છે. સોમવારના વ્રત માત્રથી વ્યક્તિના દરેક મનોરથ પૂરમ થતી હોવાની માન્યતા છે. 3. સોમવારે સવારે ઉઠી ભોળાનાથના નામનો જાપ કરવો જોઈએ. શક્ય હોય તો શિવ ચાલીસા કરવાં. 4. સોમવારે શિવાલય અચૂક જવું જોઈએ. શિવજીને શુદ્ધ જળ અર્પણ કરવું અને ભસ્મનું તિલક લગાવવું જોઈએ. 5. સોમવારે ચોખા અને કાળા તલના દાનનો પણ મહિમા છે. એવું કહેવાય છે કે તેનાથી પિતૃકૃપા અને શિવકૃપા બંન્નેની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે આટલી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો મહાદેવની કૃપા અવશ્ય વરસે છે. અને સાથે જ જીવનના તમામ પ્રશ્નો કે સમસ્યાનું નિરાકરણ આવે છે. આ વાંચો: Lord sun : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે સૂર્યદેવ !

આ વાંચો: Lord Suryanarayan : રવિવારે કરેલી સૂર્યદેવની ઉપાસના જીવનમાં લાવશે સફળતા

g clip-path="url(#clip0_868_265)">