AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Suryanarayan : રવિવારે કરેલી સૂર્યદેવની ઉપાસના જીવનમાં લાવશે સફળતા

રવિવારને ભગવાન સૂર્યનારાયણ દેવનો દિવસ માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ રવિવારના દિવસે કરવામાં આવતી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવી છે.

Lord Suryanarayan : રવિવારે કરેલી સૂર્યદેવની ઉપાસના જીવનમાં લાવશે સફળતા
Worshiping the Lord sun
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 26, 2021 | 6:32 AM
Share

હિન્દુ ધર્મમાં (hindu religion) સૂર્ય પૂજાનું (sun puja) વિશેષ મહત્વ દર્શાવાયું છે. વ્યાવહારિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક દ્રષ્ટિએ રવિવારનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કારણ કે રવિવાર એટલે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાનો વિશેષ દિવસ. રવિવારના દિવસે કરવામાં આવતી સૂર્ય આરાધના ઉત્તમ ફળ પ્રદાન કરનાર માનવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના યશ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા તેમજ આરોગ્યની સુખાકારી માટે ઉત્તમ ફળદાયી છે અને સૂર્યદેવને રિઝવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે તેમના મંત્રોનું સ્મરણ કરવું. આજે આપણે એવા જ વિશેષ મંત્રો જણાવીશું. જેના જાપ કરવાથી તમને સફળતા, સમૃદ્ધિ, માન સમ્માનની પ્રાપ્તિ થશે. આપને જણાવીશું એવા મંત્રો કે જે તમને અપાવશે સુખ, સમૃદ્ધિ, શાંતિ. વિશેષ રીતે આ મંત્રો આપના બાળકને બચાવશે ખરાબ સોબતથી.

રવિવારના દિવસે કરવામાં આવતી સૂર્યદેવની આરાધના ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર બને છે. માન્યતા એવી છે કે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કે કોઇપણ રૂપે સૂર્યનારાયણ દેવનું સ્મરણ તમને નિરોગી, વૈભવી અને યશસ્વી જીવનની પ્રાપ્તિ કરાવે છે. ઘણા એવા લોકો હોય છે જેમને સફળતા મેળવવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં સફળતા નથી મળતી. તેમના કાર્યોમાં અવરોધો જ આવતા રહે છે.

સતત અને અથાગ પ્રયત્નો છતા તેમના કાર્યો સિદ્ધ નથી થતા.તો આવા સમયે તમારે સૂર્યદેવની આરાધના કરવી જોઇએ. ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાથી તમારી સફળતા આડેના તમામ વિધ્નો દૂર થશે. ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ માત્ર ભક્તોને સફળતા અને સમૃદ્ધ જીવન આપે છે.શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ એવા કેટલાક વિશેષ મંત્રો છે જે કરવાથી તમને ધારી સફળતા મળશે.

સફળતા પ્રાપ્તિ માટેના સૂર્યનારાયણ દેવના મંત્રો ⦁ શ્રી સૂર્યાય નમ : ⦁ યા એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાતે જગત્પતે | અનુક્મ્પ્ય મા ભક્ત્યા ગૃહાણાધ્યં દિવાકર : || ⦁ વિષ્ણવે બ્રહ્મણે નિત્યં ત્ર્યંબકાય તથાત્મને | નમસ્તે સપ્તલોકેશ નમસ્તે સપ્તસપ્તયે || ⦁ હિતાયં સર્વભૂતાનાં શિવાયાર્તિહરાય ચ | નમ : પદ્મપ્રબોધાય નમો વેદાદિમૂર્તયે || ⦁ પ્રભાકરાય મિત્રાય નમસ્તેદેતિસંભવ | નમો ગોપતયે નિત્યં દિશાં ચ પતયે નમ : ||

મોટાભાગના માતા પિતાને સતત એ ચિંતા સતાવતી રહેતી હોય છે કે તેમનું સંતાન કોઇ ખરાબ સંગતે કે સોબતે ના ચઢી જાય. સતતને સતત માતા પિતા બાળકોને આ બધી વસ્તુઓમાંથી બચાવવા માટે પ્રયત્નરત રહેતા હોય છે.આ બધું કરવા છતા પણ સંતાનો તેમનું કહેવું ન માનતા હોય ત્યારે સંતાનોને ખરાબ સોબતથી દૂર રાખવા, બચાવવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો દર્શાવ્યા છે તેમાથી એક ખાસ સૂર્યમંત્રના જાપનો મહિમા વિશેષ છે.

સંતાનોને ખરાબ સોબતથી બચાવતો સૂર્યમંત્ર ૐ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય : પ્રચોદયાત ||

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જાણો વર્ષ 2022માં ક્યારે ક્યારે છે એકાદશી, આ રહ્યું સમગ્ર લિસ્ટ

આ પણ વાંચો : કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">