શ્રાદ્ધ પક્ષમાં કરી લો આ નાનકડી વસ્તુનું દાન, પરિવારમાં આવશે ખુશીઓ અપાર !

શ્રાદ્ધમાં (Shradh) ગાયના ઘીનું દાન પણ પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે. ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

શ્રાદ્ધ પક્ષમાં કરી લો આ નાનકડી વસ્તુનું દાન, પરિવારમાં આવશે ખુશીઓ અપાર !
Daan (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 14, 2022 | 6:13 AM

પિતૃ પક્ષના (Pitru paksh) 16 દિવસોમાં શ્રાદ્ધ (Shradh), તર્પણ (Tarpan) , પિંડદાન (Pinddan) જેવા કાર્યો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. આ દરમિયાન દાનનું પણ ખૂબ મહત્વ છે. માન્યતા છે કે દાન કરવાથી પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે છે. તેઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે ! ધર્મગ્રંથો અનુસાર શ્રાદ્ધમાં ગાય, તલ, જમીન, મીઠું, ઘી નું દાન કરવાની પરંપરા છે. આ દરેક વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ધર્મગ્રંથોમાં શ્રાદ્ધમાં દાન કરવામાં આવેલ વસ્તુઓના ફળ વિશે વિસ્તૃતમાં વર્ણન મળે છે. પરંતુ, બહુ જ ઓછા લોકોને આ વિશે જાણકારી હોય છે. અમે આજે આપને તેના વિશે માહિતગાર કરીશું .

ફળદાયી દાન

⦁ મહાભારત અનુસાર શ્રાદ્ધમાં ગોળનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. ગોળને કલેશ, દરિદ્રતાનો નાશ કરીને ધનનું સુખ આપનાર માનવામાં આવે છે. ગોળનું પ્રમાણ વધારે કે ઓછું હોય તેનો કોઇ જ આગ્રહ નથી. તમે ગમે એટલો ગોળ દાન કરી શકો છો.

⦁ ગાયનું દાન દરેક દાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ, શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન કરવાથી દરેક પ્રકારના સુખ-સંપત્તિની પ્રાપ્તિ થવાની માન્યતા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

⦁ શ્રાદ્ધમાં ગાયના ઘીનું દાન પણ પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે. ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

⦁ શ્રાદ્ધ દરમ્યાન ઘઉં, અક્ષતનું દાન પણ કરવું જોઇએ. જો તે દાન ન કરી શકો તો બીજા કોઇ અનાજનું પણ દાન કરી શકાય છે. તેનાથી આપને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે.

⦁ શ્રાદ્ધ પક્ષમાં કોઇ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને જમીનનું દાન કરવાથી આપને સંપત્તિ સંબંધિત વસ્તુઓનો ફાયદો થાય છે.

⦁ શ્રાદ્ધ પક્ષમાં સુર્વણનું દાન કરવાથી પરિવારનો કલેશ દૂર થાય છે. જો સુર્વણનું દાન ન કરી શકાય તો પોતાની ઇચ્છા અનુસાર ધનનું દાન કરવાથી પણ આપને ચોક્કસ ફાયદો થશે.

⦁ શ્રાદ્ધ દરમિયાન વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જેમ કે ધોતી, ખેસ સહિતના બીજા વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જે વસ્ત્રોનું દાન કરો તે નવા અને સ્વચ્છ હોવા આવશ્યક છે.

⦁ પિતૃઓના આશીર્વાદ અને સંતુષ્ટિ પ્રાપ્તિ માટે ચાંદીનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે.

⦁ શ્રાદ્ધ કર્મમાં તલનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં કાળા તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપની ઉપર હંમેશા જ રહે છે.

⦁ પિતૃઓની પ્રસન્નતા માટે મીઠાનું દાન કરવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">