શું તમે જાણો છો તુલસી સંબંધી આ રસપ્રદ વાત ? જાણી લો, દર્શન માત્રથી કેવાં-કેવાં મળશે લાભ ?

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જે વ્યક્તિ પ્રાતઃકાળે તુલસીના (tulsi) છોડના દર્શન કરે છે, તેને સવાગ્રામ સોનાના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમે પ્રભુને તુલસીમાળા અર્પણ નથી કરતા, તો બીજું બધું જ અર્પણ કરેલું પણ વ્યર્થ બની જાય છે !

શું તમે જાણો છો તુલસી સંબંધી આ રસપ્રદ વાત ? જાણી લો, દર્શન માત્રથી કેવાં-કેવાં મળશે લાભ ?
Tulsi plant
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 10, 2022 | 6:23 AM

સનાતન ધર્મમાં તુલસીનું અને તેની પૂજાનું એક આગવું જ મહત્વ રહેલું છે. એમાં પણ પવિત્ર કારતક માસમાં તુલસી પૂજાની મહત્તા અનેકગણી વધી જાય છે. કહે છે કે આ સમગ્ર માસ દરમિયાન જે જીવ આસ્થા સાથે તુલસીની પૂજા કરે છે, તેના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ, દર્દ દૂર થઈ જાય છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે પુરાણો અનુસાર કેવાં-કેવાં પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવનારો છે તુલસીનો છોડ !

તુલસી માહાત્મ્ય

⦁ આપણે તુલસીજીને ‘હરિપ્રિયા’ કહીએ છીએ. કારણ કે, જેમ લક્ષ્મીજી છે, તેમ જ તુલસીજી છે. ભગવાન વિષ્ણુ અને તેમના જ અવતાર શ્રીકૃષ્ણને તુલસીજી અત્યંત પ્રિય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

⦁ આચ્છા લીલા રંગની તુલસી ‘ગૌરી તુલસી’ તરીકે ઓળખાય છે. અને તે શ્રીકૃષ્ણના તારક તત્વની પ્રતિક છે.

⦁ ઘાટા લીલા રંગના પાંદડાવાળી તુલસીને ‘શ્યામા તુલસી’ કહે છે.

⦁ તુલસી દળનું મહત્વ પદ્મ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ તેમજ ગરુડ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે.

⦁ પદ્મ પુરાણ અનુસાર જ્યાં તુલસીનું એક પણ પાંદડુ હોય, ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો નિવાસ હોય છે. તુલસીના દર્શન માત્રથી તમામ પાપ નષ્ટ થઇ જાય છે.

⦁ બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જે વ્યક્તિ પ્રાતઃકાળે તુલસીના છોડના દર્શન કરે છે, તેને સવાગ્રામ સોનાના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.⦁ બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય તેમજ તેની પૂજા થતી હોય, ત્યાં યમદૂત ક્યારેય પ્રવેશ નથી કરતા !

⦁ કહે છે કે તુલસીના સ્પર્શ માત્રથી શરીર શુદ્ધ થઈ જાય છે.

⦁ જે જીવ તુલસીને નિત્ય પ્રણામ કરે છે, તેના તમામ રોગ દૂર થાય છે.

⦁ માન્યતા અનુસાર તુલસીને નિત્ય જ જળ અર્પણ કરવાથી યમરાજ પણ દૂર રહે છે !

⦁ તુલસીના છોડ રોપવાથી વ્યક્તિને તુલસી સંબંધી લાભની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે જ તેને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

⦁ તુલસીનું પાન આસ્થા સાથે કૃષ્ણ ભગવાનને અર્પણ કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ મૃત્યુ સમયે જે વ્યક્તિના મુખમાં ગંગાજળ સાથે તુલસીદળ મૂકવામાં આવે છે, તેના સમસ્ત પાપો નાશ પામે છે.

⦁ તુલસી એક દૈવીય છોડ છે. માન્યતા અનુસાર તુલસીનો છોડ, ગીતાજી, રામચરિત માનસ, ઘંટ, ગંગાજળ, શિવલીંગ, શ્રીયંત્ર, દક્ષિણાવર્તી શંખ, તેમજ વગાડી શકાય તેવો એક શંખ તો ઘરમાં જરૂરથી હોવો જ જોઈએ.

⦁ તમે ભલે ગમે તેટલી મૂલ્યવાન માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પણ, જો તમે પ્રભુને તુલસીમાળા અર્પણ નથી કરતાં, તો બધું જ નકામું છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">