Goddess Lakshmi : કરી લો આ અત્યંત સરળ કામ, દેવી લક્ષ્મી હંમેશા જ રહેશે પ્રસન્ન !
આપણે ઘરમાં (Home) રહેલ વડીલોને હંમેશા જ સન્માન આપવું જોઇએ. જે ઘરમાં મહિલાઓ પોતાના માતા-પિતા અને સાસુ-સસરાને સન્માન આપે છે તેમનાથી માતા લક્ષ્મી હંમેશા જ પ્રસન્ન રહે છે. સાથે જ તે ઘરમાં ખુશીઓનો માહોલ અકબંધ રહે છે.

માતા લક્ષ્મીને (Goddess lakshmi) ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં (Home) માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. એવાં ઘરમાં સકારાત્મક ઊર્જાનો (Positive energy) સંચાર થતો જ રહે છે. કહેવાય છે કે ઘરની મહિલાઓ પણ લક્ષ્મી સ્વરૂપા જ હોય છે. એટલે જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે, તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપાદૃષ્ટિ હંમેશા સ્થિર રહે છે. તો ચાલો, આજે જાણીએ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના કેટલાંક સરળ અને સચોટ ઉપાય.
કપૂર
સૂતા પહેલા આપ આપના બેડરૂમમાં કપૂર જરૂરથી પ્રગટાવો. કપૂરના ધૂપથી ઘરની તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, આમ કરવાથી પરિવારના લોકોમાં સારા સંબંધો રહે છે.
દક્ષિણ દિશામાં પ્રકાશ !
ઘરની મહિલાઓએ સૂતા પહેલા ઘરની દક્ષિણ દિશામાં સરસવનાં તેલનો દીવો પ્રજવલિત કરીને સૂવું જોઇએ. જો તમે દીવો પ્રજવલિત નથી કરી શકતા તો તે દિશામાં એક બલ્બ ચાલુ રાખવો જોઇએ. આવું તમે સાંજે 7 વાગ્યા પછી કરી શકો છો.
ઉપવાસ
અઠવાડિયામાં કોઇપણ એક દિવસ ઉપવાસ અવશ્ય કરવો. સોમવાર કરશો તો ધનનો કારક ચંદ્ર પ્રસન્ન થશે. મંગળવાર કરશો તો બજરંગબલીની કૃપા પ્રાપ્ત થશે. બુધવાર કરશો તો શ્રીગણેશજીના આશિષ પ્રાપ્ત થશે. ગુરુવાર કરશો તો વિષ્ણુની કૃપાદૃષ્ટિ આપની પર બની રહેશે. શુક્રવાર કરશો તો માતા લક્ષ્મીના અખૂટ આશિષની પ્રાપ્તિ થશે. શનિવાર કરશો તો શનિદેવની કૃપા મળશે. રવિવાર કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થઇને આપને સુખ, સંપત્તિ અને સૌભાગ્યનું વરદાન આપશે.
વડીલોનું સન્માન
આપણે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે ઘરમાં રહેલ વડીલોને હંમેશા સન્માન આપવું જોઇએ. જે ઘરમાં મહિલાઓ પોતાના માતા-પિતા અને સાસુ-સસરાને સન્માન આપે છે તેમનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને તે ઘરમાં ખુશીઓનો માહોલ બનેલો રહે છે.
ઘરમાં અવ્યવસ્થા
ઘરમાં રાત્રે સૂતા પહેલા કોઇપણ સામાન વિખેરાયેલો ન રાખો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. કેટલીક વાર લોકો બહારથી આવે છે અને ઘરના દરવાજા પાસે જ ચપ્પલ મૂકી દે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઇએ. કારણ કે આ કાર્યથી માતા લક્ષ્મી નારાજ થાય છે. એટલે રાત્રે સૂતા પહેલા ચપ્પલને તેની નિશ્ચિત જગ્યા પર મૂકીને પછી જ સૂવું જોઇએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)