Diwali 2022: આ 10 ભૂલોને કારણે દિવાળીના દિવસે નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ
દિવાળીની (Diwali) રાત્રે નિયમ મૂજબ ગણેશ-લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને આખા વર્ષ દરમિયાન ધન-ધાન્યની કમી રહેતી નથી. સનાતન પરંપરામાં દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા માટે ઘણા નિયમો અને ઉપાય આપવામાં આવ્યા છે.

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશ (Ganesh) અને સંપત્તિની દેવી લક્ષ્મીની (Laxmi) પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દિવાળીની (Diwali) રાત્રે નિયમ મૂજબ ગણેશ-લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને આખા વર્ષ દરમિયાન ધન-ધાન્યની કમી રહેતી નથી. સનાતન પરંપરામાં દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા માટે ઘણા નિયમો અને ઉપાય આપવામાં આવ્યા છે, જે દિવાળીની રાત્રે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર કરે છે. જો તે આ નિયમોની અવગણના કરે છે તો તે વ્યક્તિની દિવાળી પૂજા અધૂરી રહી જાય છે. આવો જાણીએ દિવાળીના દિવસે કઈ વસ્તુઓને ભૂલવી ન જોઈએ.
1. દિવાળીની પૂજામાં પ્રગટાવવામાં આવેલ દીવો કોઈપણ ભોગે ઓલવવો જોઈએ નહીં. દીવો ઓલવાઈ ન જાય તે માટે તેમાં એક મોટી વાટ અને તેલ નાંખો અને તેને ઢાંકીને રાખો.
2. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ધનની દેવી દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે, આવી સ્થિતિમાં દિવાળીની રાત્રે સૂવાને બદલે દેવી લક્ષ્મીના સ્વાગત માટે જાગરણ કરવું જોઈએ.
3. દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય જૂતા અને ચપ્પલ ન રાખવા જોઈએ, કારણ કે દેવી લક્ષ્મીનું આગમન મુખ્ય દ્વારથી જ થાય છે. દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે દરવાજાને રંગોળી અને માંગલિક ચિન્હોથી સુશોભિત રાખો.
4. દિવાળીની પૂજાના દિવસે વ્યક્તિએ તામસી વસ્તુઓ સેવન ન કરવું જોઈએ.
5. દિવાળીના દિવસે ક્યારેય કોઈને એવી ગિફ્ટ ન આપો, જેનાથી નકારાત્મક ઉર્જા આવે. એવું માનવામાં આવે છે કે દિવાળી પર કોઈને કાંટાળા છોડ, હિંસક અથવા ઉદાસ ચિત્રો વગેરે ન આપવા જોઈએ.
6. દિવાળીના દિવસે કોઈની પાસેથી ઉધાર ન લો કે કોઈને ઉધાર ન આપો. દિવાળીના બે દિવસ પહેલા તમામ પ્રકારના પૈસાની લેવડદેવડ કરવી જોઈએ.
7. દિવાળીના દિવસે ઘરના કોઈપણ ખૂણામાં ભૂલીને પણ ક્યારેય ગંદકી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં દેવી લક્ષ્મીનું આગમન થતું નથી.
8. દિવાળીના દિવસે જો કોઈ સંત કે ભિક્ષુક ભિક્ષા માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દો. તેઓને તમારી ક્ષમતા મુજબ ખાવા-પીવાનું આપો.
9. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજાની સાથે અન્નપૂર્ણા માતાની પણ પૂજા કરવી જોઈએ. દિવાળીની રાત્રે રસોડામાં ક્યારેય ગંદા વાસણો ન રાખવા જોઈએ.
10. દિવાળીની રાત્રે ભુલીને પણ ઘરની બહાર ઝાડુ ન લગાવવું અને કચરો ન નાખવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.