ધન, સંપત્તિ, સંતાન, નોકરી, રોગ દરેક સમસ્યાનો ઉકેલ છે હનુમાનજીનો આ ચમત્કારિક પાઠ, જાણો તેનો મહિમા અને ઉપાય

તુલસીદાસ દ્વારા રચિત આ એક ચમત્કારિક રચના છે જે વ્યક્તિની શારીરિક બીમારીઓને દૂર કરે છે. એટલું જ નહીં ધન, સંપત્તિ સંતાન, નોકરી વગેરે જેવા કોઈ પણ પ્રકારના સંકટને નિષ્ઠાપૂર્વક નિયમિત પાઠ કરવાથી દૂર કરી શકાય છે.

ધન, સંપત્તિ, સંતાન, નોકરી, રોગ દરેક સમસ્યાનો ઉકેલ છે હનુમાનજીનો આ ચમત્કારિક પાઠ, જાણો તેનો મહિમા અને ઉપાય
Hanumanji

હનુમાનજીને 11 માં રુદ્રાવતાર કહેવામાં આવે છે. તેમને મહાવીર, સંકટ મોચન જેવા નામોથી પણ બોલાવવામાં આવે છે. જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરે છે, તેઓ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. શનિદેવને લગતી મુશ્કેલીઓ પણ તેને પરેશાન કરતી નથી. તમે હનુમાનજીની ઉપાસના અંગે સુંદરકાંડ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ વગેરેનો મહિમા સાંભળ્યો હશે.

શું તમે હનુમાન બાહુક વિશે જાણો છો? તુલસીદાસ દ્વારા રચિત આ એક ચમત્કારિક રચના છે જે વ્યક્તિની શારીરિક બીમારીઓને દૂર કરે છે. એટલું જ નહીં ધન, સંપત્તિ સંતાન, નોકરી વગેરે જેવા કોઈ પણ પ્રકારના સંકટને નિષ્ઠાપૂર્વક નિયમિત પાઠ કરવાથી દૂર કરી શકાય છે. જાણો હનુમાન બાહુકના મહિમા વિશે.

તુલસીદાસજીનું કષ્ટ દુર થયું હતું
એક વાર ગોસ્વામી તુલસીદાસજી ખૂબ બીમાર થયા હતા. તેની પીડા વધી ગઈ હતી અને તેના હાથમાં અસહ્ય દુખાવો હતો. ત્યારબાદ તેમણે હનુમાનજીને યાદ કરતા એક સ્તુતિનો પાઠ કર્યો. તેનાથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેમના દુ:ખો દૂર કર્યા. 44 ચરણોની તે સ્તુતિ હનુમાન બાહુક હતી, જેના શબ્દોએ હનુમાનજીને દુ:ખ દૂર કરવા મજબૂર કર્યા હતા. ઘરમાં જો કોઈ વ્યક્તિ અસહ્ય પીડામાં હોય અને તે હનુમાનજીની આ સ્તુતિનો પાઠ કરે તો ચોક્કસપણે તેમના દુ:ખ દૂર થાય છે.

શારીરિક પીડામાંથી મુક્તિ મેળવવા માટે આવી રીતે પાઠ કરો
જો તમે સંધિવા, વાત રોગ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સાંધાનો દુખાવો વગેરેથી પીડાતા હોય તો કોઈ પણ શુભ સમયમાં 21 કે 26 દિવસ સુધી સતત હનુમાન બાહુકનો પાઠ કરો. પાઠ દરમિયાન હનુમાનજીની સામે જળ ભરેલું એક પાત્ર રાખો. પૂજા પછી તે પ્રસાદીનું જળ પીવો તેનાથી તમારી શારીરિક સમસ્યાઓ દૂર થશે.

આ પણ ફાયદા થાય છે
એવું કહેવાય છે કે હનુમાન બાહુકના પાઠ કરવાથી વ્યક્તિનું અટકેલું કામ પણ પૂર્ણ થાય છે, પછી ભલે તે નોકરી, ધન કે અન્ય કોઈ પણ વસ્તુ સાથે સંબંધિત હોય. આ પાઠ તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જેના કારણે ભૂત અને પિશાચ વગેરે પણ વ્યક્તિને સ્પર્શ કરી શકતા નથી. હનુમાન બાહુકનો પાઠ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ જો તમે કોઈ ખાસ હેતુથી કરી રહ્યા હોય તો હનુમાનજીની ચિત્ર પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવી અને તાંબાના પાત્રમાં પાણી ભરી ત્યારબાદ આ પાઠ કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?

આ પણ વાંચો : Bhakti: અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે દશેરાનો અવસર, સરળ ઉપાયથી થશે ભાગ્યોદય

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati