Bhakti: પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?

મોટામાં મોટી વિપદા કેમ ન આવી પડી હોય, જો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેવામાં આવે તો તે ચોક્કસથી ભક્તની સહાય કરે જ છે. એમાં પણ જો તેમને શનિવાર કે મંગળવારના રોજ કેટલી ખાસ વસ્તુઓ અર્પિત કરવામાં આવે તો તે વધારે પ્રસન્ન થાય છે.

Bhakti: પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?
ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરશે હનુમાન !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:23 AM

પવનપુત્ર હનુમાન (Hanuman) એટલે તો સંકટમોચન દેવ. ભક્તોની રક્ષાર્થે સદૈવ તત્પર રહેતા દેવ. અને તેમની આ જ મહત્તાને લીધે મુશ્કેલીઓના સમયમાં ભક્તોને સર્વ પ્રથમ તેમનું જ સ્મરણ થઈ આવતું હોય છે. કહે છે કે મોટામાં મોટી વિપદા કેમ ન આવી પડી હોય, જો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેવામાં આવે તો તે ચોક્કસથી ભક્તની સહાય કરે જ છે.

આમ તો અંજનીસુત સાચી શ્રદ્ધા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. પણ, કહે છે કે જો તેમને શનિવાર કે મંગળવારના રોજ કેટલી ખાસ વસ્તુઓ અર્પિત કરવામાં આવે તો તે વધારે પ્રસન્ન થાય છે. તેમજ ભક્તને ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આજે એ જ વિશે વાત કરીએ કે આ પાંચ વસ્તુઓ આખરે કઈ છે ? અને તે કેવી રીતે કરશે શ્રદ્ધાળુઓની કામનાની પૂર્તિ !

સિંદૂરથી સંરક્ષણ હનુમાનજીને સિંદૂર અત્યંત પ્રિય હોવાનું તો સૌ કોઈ જાણે જ છે. પણ, જો શક્ય હોય તો શનિવાર કે મંગળવારના રોજ હનુમાનજીને જરૂરથી સિંદૂર અર્પણ કરવું. માન્યતા અનુસાર સિંદૂરથી સંરક્ષણના આશિષની ભક્તોને પ્રાપ્તિ થાય છે. કારણ કે સિંદૂર અર્પણ કરવાથી હનુમાનજી ભક્તોની કુંડળીમાં રહેલા ગ્રહદોષોને દૂર કરે છે. એટલું જ નહીં જીવનમાં આવનારી દુર્ઘટનાઓ પણ સિંદૂર અર્પણ કરવાથી ટળી જાય છે. પીપળાના પાન પર મૂકીને સિંદૂર અર્પણ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ચમેલીના તેલથી શત્રુમુક્તિ ! હનુમાનજીને તેલ ચઢાવવાની પરંપરા છે. પણ, કહે છે કે જો હનુમાનજીને ચમેલીનું તેલ અર્પણ કરવામાં આવે તો તે વધુ પ્રસન્ન થાય છે. અલબત્, આ ચમેલીનું તેલ સિંદૂર મિશ્રીત હોય તે ખૂબ જ રૂરી છે. સુંગધીત ચમેલીનું તેલ એક ઔષધી સમાન પણ કાર્ય કરે છે. કહે છે કે હનુમાનજીને તે અર્પણ કરવાથી મનની એકાગ્રતા વધે છે. તો ચમેલીના તેલનો દીવો કરવાથી શત્રુ સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે.

ધજાથી સંપત્તિ શનિવાર કે મંગળવારના રોજ હનુમાનજીને ધજા અર્પણ કરવાથી પણ તેમની કૃપાના અધિકારી બની શકાય છે. જો કે, સૌથી મહત્વની વાત એ છે કે આ ધજા પર શ્રીરામનું નામ લખેલું હોવું જોઈએ. માન્યતા અનુસાર હનુમાનજીને ધજા અર્પણ કરવાથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, ઝડપથી ધનલાભની શક્યાઓ પણ અનેકગણી વધી જાય છે.

તુલસીદળથી સ્વાસ્થ્ય હનુમાનજીને તુલસીદળ અર્પણ કરવાની પણ પરંપરા છે. એક કથા અનુસાર તુલસીપત્રથી જ હનુમાનજીની ક્ષુધા શાંત થઈ હતી. એટલે કે હનુમાનજી તુલસીપત્રથી તૃપ્ત થાય છે. એટલે શક્ય હોય તો હનુમાનજીને શનિવાર કે મંગળવારના રોજ તુલસીની માળા આર્પણ કરવી. અથવા એક તુલસીદળ અવશ્ય અર્પણ કરવું. તેનાથી ભક્તને સમૃદ્ધિના આશીર્વાદ મળશે. એટલું જ નહીં, હનુમાનજીને અર્પિત તુલસીદળનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થવાની પણ માન્યતા છે.

લાડુથી સફળતા હનુમાનજીને પ્રસાદ રૂપે બેસનના કે પછી બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ. પછી તે પોતે પ્રસાદ રૂપે ગ્રહણ કરવા અને બધાને વહેંચવા. માન્યતા અનુસાર આ લાડુ પ્રસાદથી સમસ્ત ગ્રહો નિયંત્રણમાં આવે છે. વ્યક્તિના જીવનમાં આવનારા વિઘ્નો દૂર થાય છે અને તેને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શું આપ પનોતીથી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન

આ પણ વાંચોઃ હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?

g clip-path="url(#clip0_868_265)">