AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras: સ્વસ્થ રહેવા માટે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું ભૂલશો નહીં, જાણો પૂજા વિધિ વિશે

ભગવાન ધનવંતરીને આયુર્વેદના પિતા માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના (Lord Vishnu) અંશ છે. તેરસ તિથિના દિવસે ધન્વંતરીનો જન્મ થયો હોવાથી આ દિવસને ધનતેરસ (Dhanteras) કહેવામાં આવે છે.

Dhanteras: સ્વસ્થ રહેવા માટે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું ભૂલશો નહીં, જાણો પૂજા વિધિ વિશે
Dhanvantari Puja
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:21 PM
Share

ધનતેરસના (Dhanteras) દિવસથી પાંચ દિવસીય દીવાઓનો ઉત્સવ દિવાળી (Diwali) શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરીનો જન્મ પણ આ દિવસે થયો હતો. ભગવાન ધનવંતરીને આયુર્વેદના પિતા માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના (Lord Vishnu) અંશ છે. તેરસ તિથિના દિવસે ધન્વંતરીનો જન્મ થયો હોવાથી આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા પદ્ધતિસર કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે તેથી પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે. અહીં જાણો ભગવાન ધન્વંતરિની પૂજા પદ્ધતિ, મંત્ર, શુભ સમય અને અન્ય માહિતી.

સૌથી પહેલા ભગવાન ધનવંતરીની પૂજા કરવા માટે તેમની ચિત્ર પ્રતિમાને એવી રીતે સ્થાપિત કરો કે પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. આ પછી તમારા હાથમાં પાણી લઈને ત્રણ વાર પ્રાર્થના કરો અને ભગવાન ધનવંતરીનું આહ્વાન કરો. આ પછી ચિત્ર પર અક્ષત, ફૂલ, જળ, દક્ષિણા, વસ્ત્ર, ધૂપ અને દીવો અર્પણ કરો. આ પછી નૈવેદ્ય ધરાવો અને ભગવાન ધનવંતરીના મંત્રોનો જાપ કરો. આ પછી આરતી કરો અને દીવો કરો.

આ મંત્રોનો જાપ કરો

1. ॐ श्री धनवंतरै नम:

2. ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धनवंतराये:, अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय, त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप, श्री धन्वंतरि स्वरूप श्री श्री श्री अष्टचक्र नारायणाय नमः

3. ॐ शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्मिः, सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम, कालाम्भोदोज्ज्वलांगं कटितटविलसच्चारूपीतांबराढ्यम, वन्दे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम.

સાંજે દીપદાન કરો ધનતેરસના દિવસે સાંજે દીપદાન કરવું જોઈએ. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. આ દીપદાન યમદેવના નામ પર કરવામાં આવે છે. તેનાથી પરિવારના સભ્યોનું રક્ષણ થાય છે. આ દીવો ઘરના મુખ્ય પ્રવેશદ્વારની ઉંબરા પર રાખવામાં આવે છે.

સૂર્યાસ્ત પછી સાંજે જ્યારે બધા સભ્યો ઘરમાં હાજર હોય ત્યારે આ દીવો ઘરની અંદરથી પ્રગટાવો અને ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને ગટર કે કચરાના ઢગલા પાસે રાખો. ત્યારબાદ ‘मृत्युना पाशहस्तेन कालेन भार्यया सह, त्रयोदश्यां दीपदानात्सूर्यज: प्रीतयामिति’ મંત્રનો જાપ કરો અને દીવા પર પાણીનો છંટકાવ કરો. આ પછી દીવો જોયા વગર ઘરમાં આવો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">