શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે ? શનિવારે દશરથકૃત શનિ સ્તોત્રનો આ રીતથી કરો પાઠ

શનિના પ્રકોપથી બચવા માટે લોકો દરેક પ્રકારના પ્રયાસો કરે છે. પરંતુ અહીં અમે તમને તે સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને શનિદેવના પ્રકોપથી ખૂબ જ સરળતાથી બચાવી શકે છે.

શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે ? શનિવારે દશરથકૃત શનિ સ્તોત્રનો આ રીતથી કરો પાઠ
શ્રી શનિદેવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 3:13 PM

આજે શનિવાર છે. શનિવાર શનિદેવને (Shanidev) સમર્પિત છે. અન્ય ગ્રહોની જેમ શનિદેવ પણ અન્ય ગ્રહોમાં ગોચર સંક્રમણ કરે છે, પરંતુ તેમની ચાલ ખૂબ જ ધીમી છે. તેમને એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવા માટે અઢી વર્ષ લાગે છે. શનિદેવની આ ચાલને કારણે લોકોને શનિની ઢૈયા અને સાડાસાતી જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિઓ વ્યક્તિ માટે ખૂબ જ પીડાદાયક માનવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિને અનેક પ્રકારની શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેને શનિનો પ્રકોપ કહેવાય છે.

શનિના પ્રકોપથી બચવા માટે લોકો દરેક પ્રકારના પ્રયાસો કરે છે. પરંતુ અહીં અમે તમને તે સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને શનિદેવના પ્રકોપથી ખૂબ જ સરળતાથી બચાવી શકે છે. જો તમે શનિ સાડાસાતી અને ઢૈયાથી પરેશાન છો, તો તમારે દર શનિવારે દશરથકૃત શનિ સ્તોત્રનો અવશ્ય પાઠ કરવો જોઈએ.

એવું કહેવાય છે કે આ સ્તોત્ર ભગવાન રામના (Lord Ram) પિતા રાજા દશરથે રચ્યું હતું. તેમણે શનિદેવની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. ત્યારે શનિદેવે તેમને કહ્યું કે જે કોઈ દશરથ દ્વારા રચિત આ શનિ સ્તોત્રનો પાઠ કરશે, તેને શનિ સંબંધિત પરેશાનીઓ ભોગવવી પડશે નહીં.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

દશરથકૃત શનિ સ્તોત્ર नमः कृष्णाय नीलाय शितिकण्ठ निभाय च नमः कालाग्निरुपाय कृतान्ताय च वै नमः

नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते

नमः पुष्कलगात्राय स्थुलरोम्णेऽथ वै नमः नमो दीर्घाय शुष्काय कालदंष्ट्र नमोऽस्तु ते

नमस्ते कोटराक्षाय दुर्नरीक्ष्याय वै नमः नमो घोराय रौद्राय भीषणाय कपालिने

नमस्ते सर्वभक्षाय बलीमुख नमोऽस्तु ते सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करेऽभयदाय च

अधोदृष्टेः नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तु ते नमो मन्दगते तुभ्यं निस्त्रिंशाय नमोऽस्तु ते

तपसा दग्ध.देहाय नित्यं योगरताय च नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नमः

ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज.सूनवे तुष्टो ददासि वै राज्यं रूष्टो हरसि तत्क्षणात्

देवासुरमनुष्याश्र्च सिद्ध.विद्याधरोरगाः त्वया विलोकिताः सर्वे नाशं यान्ति समूलतः

प्रसाद कुरु मे सौरे! वारदो भव भास्करे एवं स्तुतस्तदा सौरिर्ग्रहराजो महाबलः

કેવી રીતે પાઠ કરવો તમે સવારે કે સાંજે ગમે ત્યારે તેનો પાઠ કરી શકો છો. પાઠ કરતા પહેલા શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમની કષ્ટ દૂર કરવા માટે પ્રાર્થના કરો. આ પછી, આ શનિ સ્તોત્રનો સંપૂર્ણ ભક્તિ સાથે પાઠ કરો. પૂજા કર્યા પછી શનિ મંદિરમાં અથવા પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો. ગરીબોને ક્ષમતા અનુસાર દાન કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Garland Chanting Remedies: ભગવાનની પૂજા સમયે માળા કરવાથી થશે મનોકામના પુર્ણ, જાણો કેવી રીતે?

આ પણ વાંચો : Shani Dev Puja: આજે શનિવારના દિવસે કરો આ ચમત્કારી ઉપાય, શની દેવ પ્રસન્ન થઈ કરશે તમામ માનોકામના પુર્ણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">