Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર

નવરાત્રિ નિમિત્તે દેશભરમાં ઘણી સજાવટ જોવા મળે છે. ત્યારે તેલંગણાના મહેબુબનગર જિલ્લામાં આવેલુ કન્યાક પરમેશ્વરી દેવીના મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે.

Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:15 PM

Viral Photos : નવરાત્રિની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ પાવન પ્રસંગ નિમિત્તે દેશભરમાં મંદિરોમાં ઘણી સજાવટ જોવા મળે છે.તમે મંદિરમાં સોના-ચાંદીના શણગાર જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય ચાર કરોડથી વધુનો શણગાર જોય છે ?. તાજેતરમાં તેલંગણાના એક માતા રાનીના મંદિરનો (Matarani Temple) શણગાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ મંદિરમાં કરવામાં આવ્યો અનોખો શણગાર

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તેલંગણામાં દેવી કન્યાક પરમેશ્વરીની મંદિરમાં ભક્તો પૈસા, સોનું, ચાંદી જેવી વિવિધ વસ્તુઓ અર્પણ કરતા જોવા મળે છે. ત્યારે નવરાત્રિના તહેવાર (Navratri Festival) દરમિયાન માતા રાનીના મંદિરને રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું છે, જેને જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા છે.

ચાર કરોડથી વધુની નોટથી શણગારવામાં આવ્યુ મંદિર

તમને જણાવી દઈએ કે, તેલંગાણાના (Telangana)મહબુબનગર જિલ્લામાં આવેલા કન્યાકા પરમેશ્વરી દેવીના મંદિરમાં નવરાત્રિના પાંચમા દિવસે માતાને મહાલક્ષ્મી દેવી તરીકે શણગારવામાં આવ્યા હતા. સાથે મંદિરમાં માતા રાણીની મૂર્તિ અને મંદિરની દિવાલોને નવી નોટોથી શણગારવામાં આવી હતી, મંદિરની દીવાલો પર નોટોનો શણગાર (Temple Decoration) જોઈને લોકોને ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જોઈને ભક્તો પણ મંત્ર મુગ્ધ થયા

માતા રાનીના આ મંદિરના શણગારમાં 4,44,44,444 રૂપિયાની નવી ચલણી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 2000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયાની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. આ અનોખા શણગારની તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં

આ પણ વાંચો: Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

g clip-path="url(#clip0_868_265)">