AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra 2026: દશેરા પર આ 5 કામ કરવાનું ટાળો, નહીં તો અશુભ પરિણામોનો સામનો કરવો પડશે!

Dussehra 2026 : આ વખતે દશેરા 20 ઓક્ટોબર રોજ છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. આ શુભ અવસર પર કેટલાક કાર્યોને કરવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા કામ કરવા અશુભ છે.

Dussehra 2026: દશેરા પર આ 5 કામ કરવાનું ટાળો, નહીં તો અશુભ પરિણામોનો સામનો કરવો પડશે!
Image Credit source: canva
| Updated on: Oct 18, 2026 | 8:02 AM
Share

દશેરા (Dussehra) હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારમાંથી એક છે. જેને અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિકના રુપમાં મનાવવામાં આવે છે. કેટલાક સ્થળો પર વિજયાદશમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે આસો મહિનાના શુકલ પક્ષની દશમી તિથિના દિવસે મનાવવામાં આવે છે. માતા દુર્ગાએ 9 દિવસના યુદ્ધ પછી દસમાં દિવસે મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો.

દશેરાના દિવસે રાવણ, મેધનાદ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્ર પુજન કરવાની પરંપરા પણ છે. દેશભરમાં રામલીલીના મંચન મેળાનું આયોજન કરવામાં આવે છે. દશેરા પર માતા અને ભગવાન રામની પુજા કરવામાં આવે છે. આ દિવસે લોકો સુખ સમુદ્ધિ માટે ઉપાય કરે છે પરંતુ આ દવિસે કેટલાક કાર્ય કરવા અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, દશેરા પર શું કરવું અશુભ માનવામાં આવે છે.

દશેરા પર શું ન કરવું જોઈએ?

  • ધાર્મિક માન્યતા અને પરંપરા અનુસાર દશેરાના દિવસે નીચે બતાવેલા કાર્યો કરવા જોઈએ નહી.
  • આ દિવસે માસ, માછલી, ઈંડા, ડુંગળી, લસણ અને દારુ જેવા તામસિક ભોજનથી દુર રહેવું જોઈએ.
  • આ દિવસે કોઈ પણ પશુ, પક્ષી કે જીવની હત્યા તેમજ તેમને નુકસાન પહોંચાડવું જોઈએ નહી, પ્રાકૃતિક અને વૃક્ષને પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહી.
  • કોઈ પણ મહિલા, વુદ્ધ કે અન્ય કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું નહી. આ દિવસે વાદ-વિવાદ, લડાઈ, ઝઘડો અથવા કડવા વચનો બોલવા જોઈએ નહી.
  • દશેરાના દિવસે ચામડામાંથી બનેલી વસ્તુઓ, ફાટેલા તુટેલા કપડાનું દાન કરવું નહી.
  • ધાર્મિક માન્યતા અનુસાર સાંજના સમયે કોઈને સોઈ, ખાંડ કે મીઠું આપવું નહી.
  • આ દિવસે તમારા કામમાં આવતા ઔજાર, હથિયાર અથવા વાહનની સાફ -સફાઈ અને શસ્ત્ર પુજન કરવું જોઈએ.

શમી વૃક્ષની પૂજા સાથે જોડાયેલી એક માન્યતા ભગવાન રામ સાથે સંબંધિત છે. લોકવાયકા મુજબ લંકા પર વિજય મેળવતા પહેલા ભગવાન રામે શમી વૃક્ષની પૂજા કરી હતી અને વિજય માટે પ્રાર્થના કરી હતી. તેથી, રાવણ પર વિજય મેળવ્યા પછી શમી વૃક્ષ ધાર્મિક મહત્વ સાથે સંકળાયેલું છે.

Disclaimer: આ સમાચારમાં રહેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.

Papankusha Ekadashi 2026 : પાપાંકુશા એકાદશીનું વ્રત કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ કરવા જેટલો મળે છે લાભ અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">