Bhakti: દિવાળીની પૂજામાં જો આ 6 વસ્તુઓનો કરશો ઉપયોગ તો ધન ધાન્યમાં થશે વૃદ્ધિ !

દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માતા લક્ષ્મીનું પ્રાગટ્ય સમુદ્રમાંથી થયું હોવાનું મનાય છે. એટલે સમુદ્રનું જળ દિવાળીના પૂજનમાં ઉપયોગમાં લેવાથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ નથી આવતી !

Bhakti: દિવાળીની પૂજામાં જો આ 6 વસ્તુઓનો કરશો ઉપયોગ તો ધન ધાન્યમાં થશે વૃદ્ધિ !
આ વખતે લાભપાંચમ એટલે કે કારતક સુદ પાંચમ તા. 9-11-2021 મંગળવારે આવશે
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 04, 2021 | 11:08 AM

દિવાળીના (Diwali) દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું મહત્વ છે. સાથે જ દિવાળી પૂજનમાં પાણીમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના પૂજનનું પણ વિશેષ માહાત્મ્ય છે. જ્યોતિષશાસ્ત્રમાં જળનો સંબંધ ચંદ્રદેવ સાથે માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રમાની ઉત્પત્તિ સમુદ્રમંથન સમયે થઇ હતી અને માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા. એટલા માટે દિવાળીની રાત્રે પાણીમાં જોવા મળતી 6 વસ્તુઓનું વિશેષ મહત્વ છે. તમે પણ જાણી લો કે આ 6 વસ્તુઓ કઈ છે. અને પૂજામાં તેના ઉપયોગથી કેવાં ફળની થશે પ્રાપ્તિ.

કમળનું ફૂલ મહાલક્ષ્મીના પૂજનમાં કમળનું પુષ્પ વિશેષ મહત્વ ધરાવે છે. કમળ પાણીમાં ઉગે છે. દિવાળી પૂજનમાં મા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું ખૂબ જ શુભ અને મંગળકારી મનાય છે. કમળને શુભ, સૌંદર્ય અને આર્થિક સંપન્નતાનું પ્રતિક માનવામાં આવે છે.

સમુદ્રનું જળ જો તમને સમુદ્રનું જળ મળી જાય તો તેને દિવાળી પૂજનમાં જરૂર સામેલ કરો. માન્યતા છે કે મા લક્ષ્મી જળથી જ પ્રગટ થયા છે. પૂજન દરમિયાન જળને કળશમાં ભરી રાખવું અને પૂજા પછી ઘરમાં આ જળનો છંટકાવ કરી દેવો જોઇએ. લોકોવાયકા અનુસાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શંખ દિવાળી પૂજનમાં શંખને સામેલ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શંખ દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને શંખ ખૂબ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો શંખને માતા લક્ષ્મીનો ભાઇ માનવામાં આવે છે. અને એટલે જ તેનું પૂજન ફળદાયી મનાય છે.

મોતી દિવાળીની રાતે પૂજા સ્થળ પર મોતી રાખવું જોઇએ અથવા તો ધારણ કરવું જોઇએ. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

ગોમતી ચક્ર દિવાળી પૂજનમાં ગોમતીચક્રનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. ગોમતી નદીમાંથી છિપલા જેવી સફેદ વસ્તુઓ મળે છે જેના પર ચક્ર બનેલું હોય છે તેને ગોમતીચક્ર કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ચક્ર પર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે. જે બધી જ નકારાત્મકતાઓનો નાશ કરે છે. લક્ષ્મી પૂજન પછી ગોમતીચક્રને તિજોરીમાં રાખી દેવામાં આવે છે. કહે છે કે આવું કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે. ધ્યાનમાં રહે કે પૂજનમાં 11 ગોમતીચક્ર રાખવા જોઇએ.

શિંગોડા માતા લક્ષ્મીને મનગમતા ફળોમાં શિંગોડાનો પણ સમાવેશ થાય છે. માન્યતા છે કે દિવાળી પૂજનમાં શિંગોડાને સામેલ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને મા લક્ષ્મીની કૃપાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે !

આ પણ વાંચો : જો જો ભૂલતા નહીં, દિવાળી પર આ સ્થાન પર દીવો નહીં પ્રગટાવો તો લક્ષ્મીજી પ્રસન્ન નહીં થાય !

આ પણ વાંચો : દિવાળીની રાત્રે આ અચૂક ઉપાયોથી ચમકી જશે કિસ્મત, જાણો આ ચમત્કારી ઉપાયો વિશે

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">