AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: જો જો ભૂલતા નહીં, દિવાળી પર આ સ્થાન પર દીવો નહીં પ્રગટાવો તો લક્ષ્મીજી પ્રસન્ન નહીં થાય !

દીપોત્સવી તો દીપ પ્રાગટ્યથી જ દીપે ! પણ શું તમે જાણો છો કે દીપ પ્રજ્વલિત કરવાના કેટલાક નિયમો પણ છે ? નિયમના પાલન સાથે ચોક્કસ સ્થાન પર કરવામાં આવેલો દીવો આપના પર લક્ષ્મીજીની કૃપા વરસાવશે !

Bhakti: જો જો ભૂલતા નહીં, દિવાળી પર આ સ્થાન પર દીવો નહીં પ્રગટાવો તો લક્ષ્મીજી પ્રસન્ન નહીં થાય !
ખાસ સ્થાન પર દીપ પ્રગટાવવાથી જ પ્રસન્ન થશે માતા લક્ષ્મી !
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 04, 2021 | 10:13 AM
Share

આસો માસની અમાસના રોજ દિવાળીનો (Diwali) તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળી પર્વ સાથે અનેકવિધ કથાઓ જોડાયેલી છે. એવી માન્યતા છે કે 14 વર્ષના વનવાસ અને રાવણ વધ બાદ ભગવાન રામ એ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત આવ્યા હતા. શ્રીરામના પરત ફરવાની ખુશીમાં અયોધ્યાવાસીઓએ સંપૂર્ણ અયોધ્યામાં દીવા પ્રજવલિત કર્યા હતા અને બસ આ જ યાદમાં આપણે આજે પણ દિવાળીએ દીપ પ્રગટાવી ખુશી પ્રગટ કરીએ છીએ. તો, સાથે જ આ અવસર તો માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારો પણ મનાય છે.

પણ શું તમે જાણો છો કે દિવાળી પર દીવા પ્રજવલિત કરવાના પણ કેટલાંક નિયમો છે ? કહે છે કે જો વ્યક્તિ આ નિયમોમાં બેદરકારી રાખે તો માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે ! ચાલો જાણીએ દિવાળીએ દીપ પ્રજવલિત કરવાના નિયમો. સાથે જ લક્ષ્મીપૂજન પછી દિવાળી પર દીપ પ્રજ્વલિત કરી ક્યાં મૂકવા જોઇએ એ વિશે પણ માહિતી મેળવીએ.

આ દિવસે ચારે તરફ દીવાઓ પ્રજવલિત થવાના કારણે લોકોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળે છે. દિવાળી પર ઘર-ઘરમાં દીપનો ઝગમગાટ જોવા મળે છે. તો ચાલો જાણીએ કે દિવાળી પર ક્યાં અને કેવી રીતે પ્રગટાવશો દીપક ?

મંદિરમાં પ્રગટાવો દિપક દિવાળીના પાવન અવસર પર સૌથી પહેલા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઇએ. લક્ષ્મીપૂજન કરતી વખતે તેમની સમક્ષ અખંડ દીપ જરૂર પ્રગટાવવો જોઇએ. ધ્યાન રહે કે આ દીવો દિવાળીની આખી રાત સુધી પ્રજવલિત રહેવો જોઇએ. તેને બુઝાવા ન દેવો.

કુળદેવતાના નામનો દીવો ! જો શક્ય હોય તો તમારા કુળદેવી કે કુળદેવતાના સ્થાન પર દીપક જરૂરથી પ્રજ્વલિત કરો. તેમના સ્થાનકે જઈ શકાય તેમ ન હોય તો ઘરના મંદિરમાં જ તેમના નામનું સ્મરણ કરી દીપ પ્રજ્વલિત કરો.

એક દીપ પિતૃઓને કરો સમર્પિત ! દિવાળીના દિવસે તમારા પિતૃઓને પણ એક દીપકનું દાન કરવું જોઈએ. સામાન્ય રીતે આ દીવો પાણિયારે કરવામાં આવતો હોય છે. કહે છે કે તેનાથી ઘરના ભંડાર હંમેશા જ ભરેલા રહે છે !

ઘરના મુખ્ય દ્વાર પર દીપ પ્રાગટ્ય દિવાળીની રાત્રીએ પૂજા કર્યા પછી સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર બંને તરફ દીવા કરવા જોઇએ. માતા લક્ષ્મી આપની ધનની કામના પૂર્ણ કરે તેના માટે ઘરની બહાર મુખ્યદ્વાર પર રોશની અવશ્ય જ કરવી જોઇએ.

તુલસી ક્યારે દીવો દિવાળીના દિવસે જો શક્ય હોય તો તુલસીપૂજન અવશ્ય કરવું અને ઘરના તુલસીક્યારે દીવો જરૂરથી પ્રગટાવવો. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.

પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવો દીપક દિવાળીએ સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઇએ. કહેવાય છે કે પીપળાના વૃક્ષને દીપદાન કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો કે દીવો કરી પાછળ વળીને ક્યારેય જોવું નહીં. આ ઉપાય કરવાથી તમારી પ્રગતિના રસ્તાઓ ખુલી જશે

ચાર રસ્તે અવશ્ય કરો દીવો જો તમારા ઘરની આસપાસ ચારરસ્તા છે તો ત્યાં એક દીવો અવશ્ય કરવો. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

બીલીના ઝાડ નીચે કરો દીવો દિવાળી પૂજન પછી જો તમે બીલીના ઝાડ નીચે દીવો પ્રજવલિત કરો છો તો ભગવાન શિવ પ્રસન્ન થશે. આ સાથે જ તમારી આર્થિક પરેશાનીઓ પણ દૂર થશે

પડોશીના ઘરે પ્રગટાવો એક દીવો દિવાળીમાં લક્ષ્મી પૂજન પછી એક દીવો પડોશીના ઘરમાં કરી આવવો જોઇએ. લૌકિક માન્યતા અનુસાર તેનાથી કોઇપણ પ્રકારનું મનદુ:ખ દૂર થાય છે.

આ પણ વાંચો : સાંઇ ભકતો માટે ખુશ ખબર, આજે શિરડી સાંઇ મંદિરમાં ધામધૂમથી ઉજવાશે દીપોત્સવ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

આ પણ વાંચો : દિવાળીની રાત્રે આ અચૂક ઉપાયોથી ચમકી જશે કિસ્મત, જાણો આ ચમત્કારી ઉપાયો વિશે

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">