Bhakti: ગોપાષ્ટમીએ આ ખાસ વિધિથી કરો ગૌમાતાની પૂજા, પ્રાપ્ત થશે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા !

શ્રીકૃષ્ણએ ગોપાષ્ટમીથી જ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો. એ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવતું ગૌપૂજન સવિશેષ ફળદાયી મનાય છે. ગોપાષ્ટમીએ ગૌપૂજનથી ગાયમાતા અને શ્રીકૃષ્ણ બંન્નેના આશિષની પ્રાપ્તિ થાય છે.

Bhakti: ગોપાષ્ટમીએ આ ખાસ વિધિથી કરો ગૌમાતાની પૂજા, પ્રાપ્ત થશે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા !
ગોપાષ્ટમીથી જ શ્રીકૃષ્ણએ કર્યો હતો ગાય ચરાવવા જવાનો પ્રારંભ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 10, 2021 | 12:11 PM

કારતક સુદ અષ્ટમીનો અવસર એ ગોપાષ્ટમી (Gopashtami) તરીકે પ્રસિદ્ધ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આ અવસરનો સવિશેષ મહિમા છે. કહે છે તે કારતક સુદ અષ્ટમીની જ તિથિ હતી, કે જે દિવસે નાનકડાં કાન કુંવરજીએ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો. અને એ જ કારણ કે આ અવસરે ગૌપૂજનની સવિશેષ મહત્તા છે. આ વર્ષે આ પર્વ 11 નવેમ્બર, ગુરુવારના રોજ ઉજવાશે.

ભારતમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે. માન્યતા અનુસાર દરેક દેવી દેવતા ગૌમાતામાં સમાયેલા છે. એટલે તેમની પૂજા કરવાથી ભક્તને તમામ પ્રકારના ફળની પ્રાપ્તિ થતી હોય છે. કૃષ્ણ રૂપે અવતાર ધરી શ્રીહરિ વિષ્ણુએ પણ જાણે આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ બંન્નેવ બાળપણથી જ ગોકુળમાં ઉછર્યા હતા. ગોકુળ એ ગોવાળોની નગરી હતી. ગોવાળ એટલે એ કે જે ગાયોને પાળે. કૃષ્ણ અને બલરામને પણ ગાયની સેવાનું અને તેમની રક્ષાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.

કહે છે કે ગોપાષ્ટમીના એક દિવસ પહેલા બંન્નેવે ગાયપાલનનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધુ હતું. અને પછી ગોપાષ્ટમીથી ગાયો ચરાવવાનો પ્રારંભ કર્યો હતો. એ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવતું ગૌપૂજન સવિશેષ ફળદાયી મનાય છે. એટલું જ નહીં, માન્યતા અનુસાર આ દિવસે વાછરડા સાથેની ગાયની પૂજા કરવાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે. એટલે કે ભક્તને ગાયના આશિષ તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ તે શ્રીકૃષ્ણની કૃપાનો પણ હકદાર બની જાય છે. ત્યારે આવો ગાય અને શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટેની ખાસ વિધિ જાણીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગોપાષ્ટમી પૂજા વિધિ ⦁ ગોપાષ્ટમીએ ગૌપૂજાનો સવિશેષ મહિમા છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદીથી પરવારી સીધાં જ ગૌપૂજન માટે જવું. ⦁ આ દિવસે વાછરડા સાથેની ગાયની પૂજા કરવી. ગાયને તિલક કરી અક્ષત અર્પણ કરવા. ⦁ ગાયના ચરણને સ્પર્શ કરી શુભત્વની કામના કરવી. ⦁ શક્ય હોય તો ગાયની 9 પ્રદક્ષિણા કરવી. જો શક્ય ન હોય તો 1 પ્રદક્ષિણા અચૂક કરવી. કહે છે કે તેનાથી 33 કોટિ દેવી-દેવતાના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. ⦁ આ દિવસે ગાયને લીલા વટાણા અને ગોળ ખવડાવવાની પ્રથા છે. જો એ શક્ય ન બને તો ગાયને લીલું ઘાસ નીરવું. ⦁ સવારે ગૌપૂજન ન થઈ શકે તો આ પૂજનવિધિ ગોધૂલી સમયે પણ કરી શકાય. ⦁ આ દિવસે ગૌપાલકોને દાન આપવું. માન્યતા અનુસાર આ દિવસે વસ્ત્રદાન સવિશેષ ફળદાયી બની રહેશે. ⦁ આમ તો ગોપાષ્ટમીએ ગૌમાતાની પૂજાથી જ ભગવાન શ્રીકૃષ્ણ પણ પ્રસન્ન થઈ જાય છે. પણ, બને તો આ દિવસે કોઈ કૃષ્ણ મંદિરે દર્શને જવું. તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.

ગોપાષ્ટમીનો પર્વ વાસ્તવમાં આપણને એ સમજાવે છે કે સ્વયં શ્રીકૃષ્ણએ પણ ગૌમાતાની સેવા કરી હતી. ત્યારે આપણે તો કળીયુગી મનુષ્ય છીએ. સૃષ્ટિ પરનો નાનામાં નાનો જીવ વાતાવરણને સંતુલિત રાખે છે. બધાં જ લોકો એકબીજા પર આધારિત હોઈ આપણે એકબીજાની રક્ષાની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: બુધવારે આ કામ કરવાથી દુર રહો બાકી થઈ શકે છે નુક્શાન, શુભત્વની પ્રાપ્તિ માટે કરો ઉપાય

આ પણ વાંચો: શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે ઓમકાર જાપ !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">