AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: બુધવારે આ કામ કરવાથી દુર રહો બાકી થઈ શકે છે નુક્શાન, શુભત્વની પ્રાપ્તિ માટે કરો ઉપાય

ગણેશજીની કૃપાને પ્રાપ્ત કરવાનાં અને ગણેશજીને પ્રસન્ન કરવાના શાસ્ત્રોમાં કેટલાય ઉપાયો બતાવ્યા છે. પણ જો કેટલીક બાબતો કરવાથી દૂર રહીએ તો પણ ગણેશજીની કૃપા વ્યક્તિ પર સ્થિર રહે છે.

Bhakti: બુધવારે આ કામ કરવાથી દુર રહો બાકી થઈ શકે છે નુક્શાન, શુભત્વની પ્રાપ્તિ માટે કરો ઉપાય
Lord Ganesha
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 10, 2021 | 10:20 AM
Share

આપણા શાસ્ત્રોમાં (Shastra) અઠવાડિયાના દરેક દિવસો કોઈ એક દેવી કે દેવતાને સમર્પિત માનવામાં આવે છે. આપણે ત્યાં મંગળવાર એટલે ગૌરીનંદન શ્રીગણેશની (Shri ganesha) આરાધનાનો અવસર. તો વળી ભારતના કેટલાક ભાગમાં બુધવારના (Wednesday) રોજ ગજાનનની પૂજાનું મહત્વ છે. લોકો બુધવારે શ્રીગણેશની કૃપાને પ્રાપ્ત કરવા વિશેષ ઉપાય પણ કરતાં હોય છે તો વળી સાથે જ વ્રત પણ રાખતા હોય છે.

કહેવાય છે કે બુધવારે ગણેશની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. જીવનના વિધ્નો દૂર થાય છે અને જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય છે. સાથે જ ઘરમાં ગણેશજીનો વાસ થાય છે.

ગણેશજીની કૃપાને પ્રાપ્ત કરવાનાં અને ગણેશજીને પ્રસન્ન કરવાના શાસ્ત્રોમાં કેટલાય ઉપાયો બતાવ્યા છે. તો વળી કેટલાક લૌકિક ઉપાયો પણ પ્રચલિત છે. પણ આજે તો અમારે આપને જણાવવું છે કે બુધવારે શું ન કરવું જોઈએ. આ તમામ બાબતોનો આધાર લૌકિક માન્યતાઓ છે.

કાળા વસ્ત્ર ન પહેરવા ! માન્યતા છે કે બુધવારે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. પરિણીત મહિલાઓએ કાળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. એવું કહેવાય છે કે વૈવાહિક જીવનના સુખ માટે પતિના લાંબા આયુષ્ય માટે સ્ત્રીએ ખાસ બુધવારે કાળા રંગના કપડા ન જ પહેરવા જોઈએ. આ સિવાય કાળા રંગના ઝવેરાત પણ ન પહેરવા જોઈએ. તેનાથી પણ ઘરમાં અશુભતા આવતી હોવાની માન્યતા છે.

ઉધાર કે લેવડદેવડ ન કરવી લૌકિક માન્યતા અનુસાર બુધવારે કોઈ પાસેથી ઉધાર ન લેવુ જોઈએ. એટલે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. આ દિવસે લોન લેવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. બીજી બાજુ, જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો, તો તે પણ ફાયદાકારક નથી.

નવું રોકાણ ન કરો બુધવારે કોઈપણ નવા કાર્યમાં રોકાણ કરવાથી આર્થિક નુકસાનની શક્યતા રહે છે. બુધવારને બદલે શુક્રવારે રોકાણ કરવું હિતાવહ માનવામાં આવે છે.

પશ્ચિમ દિશા તરફ ન જશો જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધવારે પશ્ચિમ દિશા તરફની મુસાફરી શુભ નથી. પશ્ચિમ દિશાને દિશાશુલ કહેવામાં આવે છે. જો જરૂરી ન હોય તો, બુધવારે પશ્ચિમ દિશામાં મુસાફરી ન કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?

આ પણ વાંચો: કૃષ્ણ કૃપાને પ્રાપ્ત કરવા ગુરુવારે અચુક કરો આ મંત્રોનો જાપ અને જુઓ પરિણામ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">