ભગવાન શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે કર્યો હતો પ્રથમ વધ, કઈ ઉંમરે થયા હતા પ્રથમ લગ્ન, ક્યારે બન્યા હતા સૌપ્રથમવાર પિતા, જાણો શ્રી કૃ્ષ્ણ વિશેની રોચક માહિતી

Janmashtami 2022: દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. આજે મંદિરો હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદથી ગૂંજી રહ્યા છે. સહુ કોઈ કૃષ્ણભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે અને હોય પણ કેમ નહીં આજે જગતના નાથ સહુ કોઈના પ્યારા વ્હાલા મુરલીધરનો જન્મદિવસ છે.

ભગવાન શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે કર્યો હતો પ્રથમ વધ, કઈ ઉંમરે થયા હતા પ્રથમ લગ્ન, ક્યારે બન્યા હતા સૌપ્રથમવાર પિતા, જાણો શ્રી કૃ્ષ્ણ વિશેની રોચક માહિતી
જન્માષ્ટમી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 7:00 PM

શ્રીકૃષ્ણ (Shree Krishna) સાથે અનેક વાયકાઓ અને કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણ ખુદ એક જીવતીજાગતી પાઠશાળા સમાન છે. તેમની દરેક લીલાઓ દરેક કાર્યો પાછળ લોકકલ્યાણ રહેલુ છે. શ્રીકૃષ્ણ વિશે આપે ઘણુ જોયુ- સાંભળ્યુ હશે. જેમાં અમે પણ આપને કૃષ્ણ વિશે એવી જ કેટલીક રોચક માહિતી આપીશુ. કૃષ્ણની વિવિધ લીલા વિશે તો સહુ કોઈ જાણે છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે (Lord Shree Krishna) કઈ ઉંમરે કઈ લીલા કરી, ક્યુ પરાક્રમ કર્યુ, કઈ ઉંમરે પ્રથમ લગ્ન કર્યા, કઈ ઉંમરે પ્રથમવાર પિતા બન્યા જેવી માહિતી ભાગ્યેજ ક્યાંય જોવા મળે છે. ત્યારે જન્માષ્ટમી (Janmashtami)ના પર્વે  જાણીએ કૃષ્ણના સવાસો વર્ષના આયુષ્યની રોચક અને રસપ્રદ વિગતો.

ભગવાન શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે કર્યો હતો પ્રથમ વધ?

ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વાસુદેવ અને દેવકીનું આઠમુ સંતાન હતા અને સહુ કોઈ જાણે છે તેમ તેમનો જન્મ ઘણો જ પ્રતિકુળ અને મુશ્કેલ સંજોગોમાં થયો હતો. તેમના જન્મ પહેલા તેમના મામા કંસે દેવકીના 7 સંતાનોને મારી નાખ્યા હતા અને તે તેના આઠમા સંતાનને મારવા પણ અધિરો થઈ રહ્યો હતો, આથી જ તેમણે કૃષ્ણને મારવા માટે પૂતના નામની રાક્ષસીને ગોકુલ મોકલી હતી. ત્યારે કૃષ્ણ માત્ર 6 દિવસના હતા. માત્ર છ દિવસના શ્રીકૃષ્ણે પ્રથમ વધ કર્યો હતો અને તે હતો પૂતનાનો વધ.

માત્ર એક વર્ષની ઉંમરે તૃણાવર્તનો વધ

કંસે કૃષ્ણને મારવા માટે મોકલેલા તૃણાવર્ત નામના રાક્ષસનો વધ શ્રીકૃષ્ણે માત્ર એક વર્ષની ઉંમરે કર્યો હતો. તૃણાવર્ત આવ્યો હતો કૃષ્ણને મારવા પરંતુ તે ખુદ કૃષ્ણના હાથે મોતને પામ્યો હતો. આમ એક બાદ એક રાક્ષસને કંસ કૃષ્ણને મસળી નાખવા માટે ગોકુલ મોકલતો હતો, પરંતુ તે તમામ કૃષ્ણની તાકાત સામે ટકી શક્યા ન હતા. બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણે તેમની તાકાતનો પરચો આ રાક્ષસોને મારીને બતાવી દીધો હતો. ત્યારબાદ તેઓ જ્યારે ત્રણ વર્ષ અને 4 મહિનાના હતા, ત્યારે તેમણે કંસના મોકલેલા વધુ એક રાક્ષસ વત્સાસુરનો વધ કર્યો હતો. તેના બરાબર એક વર્ષ બાદ 4 વર્ષ અને 4 મહિનાના બાળ કૃષ્ણે અધાસુરનો વધ કર્યો હતો. ત્યારબાદ તેમણે 9 વર્ષની ઉંમરે હોળી લીલા દરમિયાન શંકચુડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. 10થી 11 વર્ષના સમયગાળા દરમિયાન તેમણે કેંશીદૈત્ય નામના રાક્ષસનો વધ કર્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

11 વર્ષની ઉંમરે કંસનો વધ

11 વર્ષની ઉંમરે શ્રીકૃષ્ણે તેના અત્યાચારી મામા અને રાક્ષસ કંસનો વધ કર્યો હતો. કંસે માત્ર તેની બહેન દેવકી અને બનેવી વાસુદેવને જ નહીં, પરંતુ તેના સગા પિતા મહારાજા ઉગ્રસેનને પણ બંદી બનાવ્યા હતા. કંસનો વધ કર્યા બાદ શ્રીકૃષ્ણે આ તમામને મુક્ત કર્યા હતા.

શ્રીકૃષ્ણના પ્રથમ લગ્ન થયા ત્યારે તેની ઉંમર કેટલી હતી?

આપને જાણીને નવાઈ લાગશે કે ભગવાન શ્રીકૃષ્ણના પ્રથમ લગ્ન થયા ત્યારે તેમની ઉંમર 32 વર્ષની હતી. 32 વર્ષની ઉંમરે તેમણે વિદર્ભની રાજકુમારી રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. આ વિદર્ભ પ્રદેશ એટલે મહારાષ્ટ રાજ્યનો પૂર્વીય પ્રદેશ છે, જેમાં નાગપુર અને અમરાવતીનો સમાવેશ થાય છે. અમરાવતી વિભાગનું ભૂતપૂર્વ નામ મરાઠીમાં વર્હદ છે.

33 વર્ષની ઉંમરે શ્રીકૃષ્ણ પ્રથમવાર પિતા બન્યા

રૂક્મણી સાથેના લગ્ન બાદ શ્રીકૃષ્ણ 33 વર્ષે પિતા બન્યા હતા. તેમનો પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન હતો. ભાગવદ્ કથા અનુસાર શ્રીકૃષ્ણને રૂક્મણી સહિત 8 પટરાણીઓ હતી અને આ આઠેય પટરાણીઓ સાથેના લગ્ન કોઈને કોઈ કારણોસર થયા હતા. પરંતુ બાકીની 16 હજાર પત્નીઓ વિશેની કથા પણ રસપ્રદ છે.

34થી 40 વર્ષ સુધીમાં તમામ વિવાહ અને ભૌમાસુર નામના રાક્ષસનો વધ

ભૌમાસુર નામના રાક્ષસે 16 હજાર રાજકન્યાઓનું અપહરણ કરી તેને કેદ કરી હતી. ભૌમાસુર ઘણો કામી અને વિલાસી જીવ હતો. આથી ભૌમાસુરના કેદખાનામાં રહેલી 16 હજાર કન્યાઓ સાથે જગતનો કોઈ પુરુષ લગ્ન કરવા તૈયાર ન હતો. આથી આ 16 હજાર રાજકન્યાઓને પત્ની બનાવી શ્રીકૃષ્ણે માનવતાનુ કલંક ટાળ્યુ હતુ. ભૌમાસુરના નરકાગારમાંથી મુક્ત થયેલી આ રાજકન્યાઓને તેમના પિતાગૃહે કે પતિગૃહે કોઈ સ્વીકારવા તૈયાર ન હતુ, ત્યારે શ્રીકૃષ્ણે એ તમામને પત્ની તરીકે સ્વીકારી સમાજ કલ્યાણનો દાખલો બેસાડ્યો હતો.

45 વર્ષની ઉંમરે કુરુક્ષેત્રમાં મિલન

ભગવાન શ્રીકૃષ્ણ 45 વર્ષના હતા, જ્યારે કુરુક્ષેત્રમાં તેમની પાંડવો સાથે અને કૌરવો સાથે મુલાકાત થઈ હતી.

53 વર્ષની ઉંમરે પ્રથમવાર દાદા બન્યા શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીકૃષ્ણને 53 વર્ષે પૌત્ર પ્રાપ્તિ થઈ હતી અને તેઓ પ્રથમવાર દાદા બન્યા હતા. તેમનો પ્રથમ પૌત્ર હતો અનિરુદ્ધ.

72 વર્ષની ઉંમરે શિશુપાલનો વધ

ભગવાન શ્રીકૃષ્ણે રાજસૂય યજ્ઞ દરમિયાન શિશુપાલનો વધ કર્યો હતો. એ સમયે શિશુપાલ સતત કૃષ્ણને અપશબ્દો બોલી રહ્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ શિશુપાલની માતાને આપેલુ વચન પાળ્યુ હતુ અને તેના 100 અપરાધ સહન કર્યા હતા. ત્યારબાદ તેમણે શિશુપાલનો વધ કર્યો હતો. આપને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણએ છેલ્લો વધ શિશુપાલનો કર્યો હતો. ત્યારબાદ તેમણે કોઈનો વધ કર્યો ન હતો.

73 વર્ષની ઉંમરે દ્રૌપદીના ચીર પૂર્યા

મહાભારત કાળ દરમિયાન જ્યારે પાંડવો દુર્યોધન સાથે જુગારમાં બધુ જ હારી ગયા અને દ્રૌપદીને પણ હારી ગયા હતા, ત્યારે દુ:શાસન દ્રૌપદીને ભરી સભામાં તેના વાળ ખેંચીને લઈ આવ્યો હતો અને તેની સાડી ખેંચવા લાગ્યો હતો એ સમયે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા હતા. આ એક ચમત્કાર જ હતો કારણ કે દુ:શાસન સાડીઓ ખેંચીને ખેંચીને થાકી ગયો હતો અને નીચે અનેક સાડીઓને ઢગલો થઈ ગયો હતો, પરંતુ દ્રૌપદીના શરીર પરથી સાડી દૂર થઈ ન હતી.

89 વર્ષની ઉંમરે મહાભારતની યુદ્ધમાં કૃષ્ણના સારથી બન્યા

જ્યારે મહાભારતનું યુદ્ધ થયુ ત્યારે શ્રીકૃષ્ણની ઉંમર 89 વર્ષ હતી અને આ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યુ હતુ. આથી જ મહાભારતના કુલ 18 પર્વ છે. આ યુદ્ધના અંતે આખરે ધર્મનો વિજય થયો હતો. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ 36 વર્ષ સુધી જીવ્યા હતા અને ભાલકાતીર્થ ખાતે એક શિકારીનું તીર પગના તળિયે વાગવાથી સવાસો વર્ષે તેઓ સ્વર્ગે સિધાવ્યા હતા.

કૃષ્ણની ઉંમર વિશે કુમુદેશ ભટ્ટે આપેલી વિગતો અનુસાર આ માહિતી અહીં મુકવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">