AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

29 December 2025 રાશિફળ: આ રાશિના જાતકોને વિદેશ જવાની તકો ખુલશે, નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

આજનું રાશિફળ તમામ 12 રાશિઓ માટે સ્વાસ્થ્ય, નાણાં, પરિવાર, પ્રેમ અને કારકિર્દી અંગે મહત્વપૂર્ણ સંકેતો આપે છે. કેટલીક રાશિઓ માટે આર્થિક લાભ અને નવા અવસરની શક્યતા છે,જીવનસાથીનો સહકાર, કાર્યસ્થળે સફળતા અને આત્મવિશ્વાસમાં વધારો દિવસને ખાસ બનાવશે.

29 December 2025 રાશિફળ: આ રાશિના જાતકોને વિદેશ જવાની તકો ખુલશે, નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
29 December Gujarati Rashifal: Paisa Labh, Yatra Yog aur Nivesh se FaydaImage Credit source: Tv9Gujarati
| Updated on: Dec 29, 2025 | 8:01 AM
Share

મેષ રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમારું સકારાત્મક વલણ દરેક પરિસ્થિતિને વધુ સારી બનાવશે. નાણાકીય બાબતોમાં સુખદ સમાચાર મળી શકે છે અને સંપત્તિ સંબંધિત લાભના યોગ દેખાઈ રહ્યા છે.

વૃષભ રાશિ: નકામા વિચારોમાં તમારી ઉર્જા બગાડો નહીં, પરંતુ તેને યોગ્ય દિશામાં વાળો. તમારા બાળકો તેમના શાળાના કાર્ય પૂર્ણ કરવામાં તમારી મદદ માંગી શકે છે. આજનો દિવસ તમારા માટે ખુશીનો રહેશે.

મિથુન રાશિ: બહારનું ખાવાનું ટાળો, કારણ કે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તમારા આસ-પાસ ના લોકો થી બચી ને રહેવું. તમારા પ્રિયજનો સાથે તમારી અંગત લાગણીઓ અને રહસ્યો શેર કરવાનો આ યોગ્ય સમય નથી.

કર્ક રાશિ: આજનો દિવસ સકારાત્મક શરૂઆત સાથે રહેશે. જેમણે અજાણ્યા વ્યક્તિની સલાહથી રોકાણ કર્યું છે, તેમને આજે તેમાંથી લાભ મળવાની શક્યતા છે. પરિવારના હિત માટે તમે મહેનતપૂર્વક પ્રયત્ન કરશો.

સિંહ રાશિ: તમારા વિચારો અને ઊર્જા આજે એવા કાર્યો તરફ કેન્દ્રિત રહેશે જે તમારા રોકાયેલા કામ પૂરા કરવામાં મદદરૂપ બનશે. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થવાની શક્યતા છે.

કન્યા રાશિ: ઓફિસમાં મહેનત અને ઓવરટાઇમ કરનાર લોકોને આજે નવી ઊર્જા અને ઉત્સાહનો અનુભવ થશે. કામમાં તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે અને પરિણામો તમારા પક્ષમાં રહેશે.

તુલા રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે આખો દિવસ ઉર્જાથી ભરપૂર અનુભવશો. જો તમે ઘરથી દૂર રહીને કામ કરો છો કે અભ્યાસ કરો છો, તો તમારા સમય અને પૈસાનો યોગ્ય ઉપયોગ કરવાનું શીખશો.

વૃશ્ચિક રાશિ: આજે તમારે એવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાનું રહેશે જે તમારા સ્વાસ્થ્યને વધુ મજબૂત અને તંદુરસ્ત બનાવે. જો તમે પ્રવાસની યોજના બનાવી રહ્યા છો, તો બધું સુચારુ અને આનંદદાયક રીતે પૂર્ણ થશે.

ધન રાશિ: નાની નાની બાબતોને શાંતિથી સ્વીકારીને આગળ વધશો તો દિવસ વધુ સુખદ બનશે. આજે તમે સમજદારીપૂર્વક ખર્ચ કરવાની સમજ વિકસાવશો, જે ભવિષ્ય માટે લાભદાયી રહેશે.

મકર રાશિ: બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આજે પોતાની કાળજી પર વિશેષ ધ્યાન આપવાનો દિવસ છે, ખાસ કરીને મુસાફરી દરમિયાન શાંતિ અને સાવચેતી રાખશો તો સ્વાસ્થ્ય સારું રહેશે. જેમણે અગાઉ રોકાણો કર્યા છે.

કુંભ રાશિ: જીવનમાં વિવિધ અનુભવો ખુશીની સાચી કીમત સમજાવવામાં મદદ કરે છે. આજે તમારી સમજદારી અને આયોજનશક્તિ તમને નાણાકીય બાબતોમાં સંતુલન જાળવવામાં સહાય કરશે.

મીન રાશિ: આજે તમારા વ્યક્તિત્વમાં ખાસ ચમક જોવા મળશે, જે સૌને આકર્ષિત કરશે. ભૂતકાળમાં તમારા ભવિષ્યને મજબૂત બનાવવા માટે કરેલા રોકાણો આજે સારા પરિણામ આપશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
g clip-path="url(#clip0_868_265)">