RBI Monetary Policy : MPC એ રેપોરેટમાં કોઈ બદલાવ નહીં કરવા નિર્ણય લીધો
RBI Monetary Policy : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિ (The Monetary Policy Committee – MPC) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI Monetary Policy : આજરોજ આરબીઆઇના ગવર્નર શક્તિકાંત(RBI Governor Shaktikant Das) દાસે RBI Monetary Policy જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિ (The Monetary Policy Committee – MPC) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.RBI ના ગવર્નર(Governor) શક્તિકાંત દાસે આજે બેઠકના નિર્ણય અંગે માહિતી આપી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant Das) મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી. MPCએ પોલિસી રેટ(Policy Rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ (Reporate)4 ટકા પર યથાવત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સમિતિએ નીતિ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSFR) અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા (Reverse repo rate) પર રહેશે. કેન્દ્રીય બેંકે સતત 10મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.
Reserve Bank of India keeps repo rate unchanged at 4%, maintains accommodative stance; reverse repo rate remains unchanged at 3.35% pic.twitter.com/jjI2a4ZpsN
— ANI (@ANI) February 10, 2022
એક દિવસ મોડી શરૂ થઇ MPC ની બેઠક
મહારાષ્ટ્ર સરકાર દ્વારા 7 ફેબ્રુઆરીને જાહેર રજા જાહેર કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોનેટરી પોલિસી કમિટી (Monetary Policy Committee – MPC) ની બેઠકના શિડ્યુલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈની એમપીસી બેઠક આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી જે બાદમાં ક 8મી ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી મળી હતી.
RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકર(Bharat Ratna legendary singer Lata Mangeshkar)ના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ(MPC Rescheduled ) 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું હતું.”
RBI ના વર્તમાન દર
આરબીઆઈ દર બે મહિને વ્યાજના દર અંગે નિર્ણય લે છે. આ કાર્ય 6-સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા હાથ ધરવામાં આવે છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 4% છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% છે. ઘણા સમયથી આરબીઆઈએ પોલિસી રેટ સમાન રાખ્યા છે. આ દર છેલ્લા 15 વર્ષના સૌથી નીચા સ્તરે છે. આરબીઆઈ દ્વારા બેંકોને અપાયેલી લોન પર લેવામાં આવતા વ્યાજને રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ દ્વારા બેંકો દ્વારા જમા કરાયેલા રૂપિયા પર ચૂકવવામાં આવતા વ્યાજને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.
આ પણ વાંચો : Share Market : MPC ની RBI Monetary Policyની જાહેરાત બાદ બજારમાં તેજી આવી, Sensex 200 અંક વધ્યો
આ પણ વાંચો : ભ્રામક જાહેરાતો પર લાગશે લગામ, સરકારે Sensodyne અને Naaptol સામે કાર્યવાહીના આદેશ જારી કર્યા