Axis Bank ના ખાતેદારો માટે અગત્યના સમાચાર, જો ચેકથી પેમેન્ટ કરો છો ધ્યાનમાં રાખજો આ ફેરફાર, 1 સપ્ટેમ્બરથી બેંક બદલી રહી છે નિયમ

ગ્રાહકોને મોકલવામાં આવેલા SMSમાં એક્સિસ બેંકે જણાવ્યું હતું કે,જો તમે ચેક ક્લિયરિંગ ડેટ થી એક વર્કિંગ દિવસ પહેલા પોઝિટિવ પે ડિટેઈલ્સ નહિ આપો 1 સપ્ટેમ્બર 2021 થી 5 લાખ રુપિયા અથવા વધુ રકમના ચેક રિટર્ન હોઇ થઇ છે.

Axis Bank ના ખાતેદારો માટે અગત્યના સમાચાર, જો ચેકથી પેમેન્ટ કરો છો ધ્યાનમાં રાખજો આ ફેરફાર, 1  સપ્ટેમ્બરથી બેંક બદલી રહી છે નિયમ
Axis Bank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 7:45 AM

જો તમે દેશની સૌથી મોટી ખાનગી બેંક એક્સિસ બેંક(Axis Bank)ની ચેકબુકનો ઉપયોગ કરો છો, તો તમારે આ મહત્વના સમાચાર છે. એક્સિસ બેંકમાં ચેક ક્લિયરિંગ સિસ્ટમ 1 સપ્ટેમ્બર, 2021 થી બદલાઈ રહ્યો છે. એક્સિસ બેન્કે તેના લાખો ગ્રાહકોને SMS દ્વારા જાણ કરી છે. 1 સપ્ટેમ્બરથી ચેક ક્લિયર થાય તે પહેલા પોઝિટિવ પે(Positive Pay) અંગેની વિગતો આપવી પડશે.આમ ન કરવાથી જો ચેક ક્લિયર ન થાય તો તમને નુકસાન થઈ શકે છે.

1 જાન્યુઆરી 2021 થી દેશમાં ચેક માટે નવી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પોઝિટિવ પે સિસ્ટમ ઓટોમેટેડ ફ્રોડ ડિટેક્શન ટૂલ છે. RBI દ્વારા આ નિયમ રજૂ કરવામાં આવ્યો છે જે ચેકનો દુરુપયોગ અટકાવવા માટે છે.

ચેક દ્વારા 5 લાખ કે તેથી વધુ રકમના પેમેન્ટ માટે જરૂરી ગ્રાહકોને મોકલવામાં આવેલા SMSમાં એક્સિસ બેંકે જણાવ્યું હતું કે,જો તમે ચેક ક્લિયરિંગ ડેટ થી એક વર્કિંગ દિવસ પહેલા પોઝિટિવ પે ડિટેઈલ્સ નહિ આપો 1 સપ્ટેમ્બર 2021 થી 5 લાખ રુપિયા અથવા વધુ રકમના ચેક રિટર્ન હોઇ થઇ છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

પોઝિટિવ પે સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે? એસએમએસ, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ અને એટીએમ દ્વારા આ સિસ્ટમ દ્વારા ચેકની માહિતી આપી શકાય છે. ચેકથી પેમેન્ટ કરતા પહેલા આ માહિતીની બે વાર તપાસ કરવામાં આવશે. જો કોઈ વિસંગતતા હોય તો બેંક ચેકને નકારશે. અહીં જો બે બેંકનો કેસ હોય એટલે કે જે બેંકનો ચેક આપવામાં આવ્યો હોય અને જે બેંકમાં ચેક જમા થયો હોય તે બંનેને તેના વિશે જાણ કરવામાં આવશે.

આ સિસ્ટમથી ચેકને રિ-કંફર્મ (Re-Confirmation) કરવાનો રહેશે. પૉઝિટિવ પે સિસ્ટમના દ્વારા ચેકના ક્લિયરન્સને પણ ઓછો સમય લાગશે. આ સુવિધાનો લાભ ઉઠાવાનો નિર્ણય ખાતાધારકના હાથમાં રહેશે. બેન્ક 5 લાખ અને તેનાથી વધારે રકમના ચેકના મામલામાં પૉઝિટિવ પે સિસ્ટમને અનિવાર્ય બનાવી રહી છે. આ પદ્ધતિથી ખાતેદારના નાણાં વધુ સુરક્ષિત રહેશે સાથોસાથ છેતરપિંડી જેવા મામલાઓ ઘટાડવામાં પણ સારી મદદ મળશે

પોઝિટિવ પે સિસ્ટમ ચેક ટ્રંકેશન સિસ્ટમ હેઠળ ચેક ક્લિયરિંગમાં છેતરપિંડી સામે રક્ષણ પૂરું પાડવાની છે. ચેક ટ્રંકેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની પ્રક્રિયા છે. આ ચેક કલેક્શન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) માં બેંકોને પોઝિટિવ પેની સુવિધા પૂરી પાડે છે. આ સિસ્ટમ 50 હજાર કે તેથી વધુ રકમની ચેક દ્વારા ચુકવણી પર લાગુ થશે.

આ પણ વાંચો :  e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

આ પણ વાંચો :  Burger King નો શેર એક મહિમાં 14% ગગડ્યો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">