ગ્રાહકોને પૂછવામાં આવશે બેંકો મર્જરથી સંતુષ્ટ છે કે નહીં ? RBI એ સર્વે શરૂ કરાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેર ક્ષેત્રની બેંકોના તાજેતરના મર્જર(Merger)ના સંબંધમાં ગ્રાહકોના અભિપ્રાય જાણવામાટે એક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.

  • Ankit Modi
  • Published On - 10:16 AM, 27 Apr 2021
ગ્રાહકોને પૂછવામાં આવશે બેંકો મર્જરથી સંતુષ્ટ છે કે નહીં ? RBI એ સર્વે શરૂ કરાવ્યો
Reserve Bank of India

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેર ક્ષેત્રની બેંકોના તાજેતરના મર્જર(Merger)ના સંબંધમાં ગ્રાહકોના અભિપ્રાય જાણવામાટે એક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક સંતોષ સર્વેક્ષણ અંતર્ગત અન્ય પ્રશ્નો ઉપરાંત પૂછવામાં આવશે કે શું ગ્રાહક સેવાઓની દ્રષ્ટિએ મર્જર સકારાત્મક રહ્યું કે નહીં. આ પ્રશ્નના જવાબમાં ગ્રાહકો પાસે પસંદગીઓ હશે જેમ કે – ખૂબ સંમત, સંમત, વાજબી, અસંમત, ખૂબ અસંમત.

કુલ 22 પ્રશ્નોના જવાબો આપવાના રહેશે
સૂચિત સર્વેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 21 રાજ્યોના કુલ 20,000 લોકોનો સમાવેશ કરવામાં આવશે અને તેમાં કુલ 22 પ્રશ્નો હશે. આ 22 પ્રશ્નોમાં ચાર પ્રશ્નો ખાસ કરીને તે બેંકોના ગ્રાહકો માટે છે જેમની શાખાઓ અન્ય બેન્કોની શાખાઓમાં ભળી ગઈ છે. આ ગ્રાહકોને ગ્રાહકોની સેવાઓ અને ફરિયાદોના નિવારણ અંગેના તેમના અનુભવો વિશે પૂછવામાં આવશે.

આ બેંકો મર્જ થઈ ગઈ છે
પીએસબી બેન્કના મર્જર તરીકે દેના બેંક અને વિજયા બેંક બેંક ઓફ બરોડામાં ભેળવી દેવાઈ છે, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેંકમાં, સિન્ડિકેટ બેંક સાથે કેનેરા બેંકનું મર્જર થયું છે. આ ઉપરાંત આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક અલ્હાબાદ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે ઇન્ડિયન બેંકમાં ભળી ગઈ છે. આ સિવાય લક્ષ્મી વિલાસ બેંકને DBC બેંકમાં મર્જ કરવામાં આવી હતી.