AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Tiago 2026 લોન્ચ : 6 એરબેગ, પેટ્રોલ-CNG-EV વિકલ્પ સાથે ટાટાની સૌથી સસ્તી કાર, જાણો કિંમત અને ખાસિયતો

Tata Motorsએ નવી Tata Tiago 2026 ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કાર હવે પેટ્રોલ, CNG અને EV ત્રણેય વિકલ્પોમાં ઉપલબ્ધ છે. 6 એરબેગ, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ અને લાઈફટાઈમ બેટરી વોરંટી જેવા અનેક એડવાન્સ ફીચર્સ સાથે આવતી આ કારની શરૂઆતની કિંમત ₹4.69 લાખ રાખવામાં આવી છે.

Tata Tiago 2026 લોન્ચ : 6 એરબેગ, પેટ્રોલ-CNG-EV વિકલ્પ સાથે ટાટાની સૌથી સસ્તી કાર, જાણો કિંમત અને ખાસિયતો
Thumbnail- Tata Tiago 2026
| Updated on: May 28, 2026 | 6:21 PM
Share

ટાટા મોટર્સે પોતાની લોકપ્રિય હેચબેક કાર Tata Tiago 2026 નવા અપડેટેડ અવતારમાં ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારને વધુ સુરક્ષિત, આધુનિક અને ફીચર લોડેડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ વાત એ છે કે Tiago હવે પેટ્રોલ, CNG અને EV ત્રણેય પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

નવી Tiagoમાં અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમાં 6 એરબેગ, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.

કેટલી છે Tata Tiago 2026ની કિંમત?

કંપનીએ Tata Tiago 2026ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા રાખી છે. આ કિંમત કારના બેઝ વેરિઅન્ટ માટે છે.

  • પેટ્રોલ ટોપ વેરિઅન્ટની કિંમત: 7.29 લાખ રૂપિયા
  • CNG મોડલની કિંમત: 5.79 લાખથી 7.99 લાખ રૂપિયા
  • Tiago EVની શરૂઆતની કિંમત: 6.99 લાખ રૂપિયા

કંપનીએ EV વર્ઝનને Battery as a Service (BaaS) મોડલ હેઠળ પણ રજૂ કર્યું છે, જેમાં કારની અસરકારક શરૂઆતની કિંમત 4.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

સુરક્ષાને વધુ પ્રાથમિકતા

ટાટા મોટર્સે નવી Tiagoને પહેલાં કરતાં વધુ સેફ બનાવવાનો દાવો કર્યો છે. કારમાં હવે 6 એરબેગ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. સાથે જ કારની બોડીમાં હાઈ સ્ટ્રેન્થ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી અકસ્માત સમયે વધુ સુરક્ષા મળી શકે. કંપનીએ લોન્ચ દરમિયાન કારના ડ્યુઅલ ઈમ્પેક્ટ ક્રેશ ટેસ્ટનું ડેમો પણ રજૂ કર્યું હતું, જેમાં કારની સુરક્ષા ક્ષમતા દર્શાવવામાં આવી હતી.

ફીચર્સમાં શું નવું?

નવી Tiagoમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.

• 360 ડિગ્રી કેમેરા

• વાયરલેસ ચાર્જિંગ

• બ્લૂટૂથ કનેક્ટિવિટી

• ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર

• AMT વર્ઝનમાં પેડલ શિફ્ટ

• ક્રૂઝ કંટ્રોલ

કંપનીનું કહેવું છે કે કારને ભારતીય રસ્તાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી ખરાબ રસ્તાઓ પર પણ સરળતાથી ચલાવી શકાય.

Tiago EVમાં શું ખાસ?

Tiago EVને પણ નવા અપડેટ્સ સાથે રજૂ કરવામાં આવી છે. કંપનીએ EV ખરીદદારોમાં રહેલી “રેન્જ એન્ઝાયટી” ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.

• બેટરી પર લાઈફટાઈમ વોરંટી

• ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

• માત્ર 30 મિનિટમાં ચાર્જિંગ

• મલ્ટિપલ ચાર્જિંગ વિકલ્પો

એન્જિન અને પાવર

નવી Tiagoમાં 1.2 લિટર થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 86 HP પાવર જનરેટ કરે છે.

જ્યારે CNG વર્ઝનમાં આ એન્જિન 75.5 HP પાવર આપે છે. કાર મેન્યુઅલ તેમજ AMT ગિયરબોક્સ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

કોની સાથે રહેશે ટક્કર?

ભારતીય બજારમાં Tata Tiago 2026નો સીધો મુકાબલો

• Maruti Suzuki WagonR

• Maruti Celerio

• Hyundai Grand i10

જેવી કારના મોડલ્સ સાથે રહેશે.

Pertrol vs CNG Car: ડગલે ને પગલે વધતાં ફ્યુલ રેટ વચ્ચે પૈસા બચાવવા માટે CNG કાર ખરીદો છો? પહેલા જાણી લો ખરેખર ફાયદાનો સોદો છે કે નહીં

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">