AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Enfieldની સૌથી સસ્તી બાઇક, કિંમત છે રૂપિયા 1.50 લાખથી પણ ઓછી

જો તમને પણ રોયલ એનફિલ્ડ કંપનીની બાઈક્સ પસંદ છે, તો આજના આ સમાચાર ખાસ તમારા માટે છે. શું તમે જાણો છો કે રોયલ એનફિલ્ડ કંપનીની સૌથી સસ્તી બાઇક કઈ છે ? જો તમને આ સવાલનો જવાબ ખબર નથી તો, આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

Royal Enfieldની સૌથી સસ્તી બાઇક, કિંમત છે રૂપિયા 1.50 લાખથી પણ ઓછી
Royal EnfieldImage Credit source: Royal Enfield
| Updated on: Aug 13, 2024 | 6:29 PM
Share

જ્યારે પણ રોયલ એનફિલ્ડનું નામ આવે એટલે મનમાં પહેલો વિચાર બુલેટનો આવે. એવા ઘણા લોકો છે જેમને રોયલ એનફિલ્ડ બાઈક્સ પસંદ છે, જો તમે પણ તેમાંથી એક છો જેને રોયલ એનફિલ્ડ કંપનીની બાઈક્સ પસંદ છે, તો આજના આ સમાચાર ખાસ તમારા માટે છે.

શું તમે જાણો છો કે રોયલ એનફિલ્ડ કંપનીની સૌથી સસ્તી બાઇક કઈ છે ? જો તમને આ સવાલનો જવાબ નથી ખબર તો તમને જણાવી દઈએ કે કંપનીની સૌથી સસ્તી બાઇકનું નામ Royal Enfield Hunter 350 છે.

Royal Enfield Hunter 350 ની ભારતમાં કિંમત

આ બાઈક હાલમાં બે વેરિઅન્ટ રેટ્રો હન્ટર અને મેટ્રો હન્ટરમાં ઉપલબ્ધ છે. આ Royal Enfield બાઇકની કિંમત 1,49,900 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

આ બાઇકના ટોપ વેરિઅન્ટની કિંમત 1,74,655 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તમે આ બાઇકને ફેક્ટરી બ્લેક, ડેપર ઓ, ડેપર વ્હાઇટ, ડેપર ગ્રે, રેબેલ બ્લેક, રેબેલ બ્લુ, રેબેલ રેડ અને ડેપર જી કલરમાં ખરીદી શકો છો.

Royal Enfield Hunter 350નું એન્જિન

Royal Enfield Hunter 350 માં 349 cc BS6 એન્જિન છે જે 20.2BHPનો પાવર અને 27 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે આ બાઇકમાં આગળના ભાગમાં 300mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 270mm ડિસ્ક બ્રેક છે. 13 લીટરની ફ્યુઅલ ટેન્ક સાથે આવતું આ બાઇક એક લીટર ઇંધણમાં 36.5 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. આ બાઇકમાં ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટ્યૂબલેસ ટાયર સાથે એલોય વ્હીલ્સ, ચાર્જિંગ માટે ડ્યુઅલ ચેનલ ABS અને USB પોર્ટ છે.

કિંમતમાં TVS Ronin સાથે છે સ્પર્ધા

પ્રાઇસ રેન્જની વાત કરીએ તો રોયલ એનફિલ્ડ કંપનીની આ બાઇક TVS Ronin 225 સાથે સ્પર્ધા કરે છે. આ બાઇકમાં 225 cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે 20.7bhp પાવર અને 30Nm ટોર્ક જનરેટ કરે છે. TVSના આ બાઇકની કિંમત રૂ. 1,49,200 (એક્સ-શોરૂમ) થી રૂ. 1,72,700 (એક્સ-શોરૂમ) સુધીની છે.

g clip-path="url(#clip0_868_265)">