Ola e-rickshaw : ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-બાઈક બાદ હવે Ola લાવશે ઈ-રિક્ષા, નામ હશે ‘રાહી’
જો આપણે ઈલેક્ટ્રિક સ્કૂટર્સની વાત કરીએ તો ઓલા ઈલેક્ટ્રિકનું નામ ચોક્કસથી સામે આવે છે. હવે ઓલા નવી ઇલેક્ટ્રિક રિક્ષા લાવવા જઈ રહી છે. તેનું નામ 'રાહી' હશે. ઇલેક્ટ્રિક રિક્ષાના લોન્ચિંગ સાથે ઓલા કોમર્શિયલ વ્હીકલ માર્કેટમાં પ્રવેશ કરશે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પહેલાથી જ ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે હવે ઓલા ઇલેક્ટ્રિક રિક્ષા લાવશે.

ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટર પહેલાથી જ ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે કંપની ઈલેક્ટ્રિક કાર પણ લોન્ચ કરવા જઈ રહી છે. અને હવે ઓલા ઈલેક્ટ્રિક ઈ-રિક્ષા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેનું નામ ‘રાહી’ હશે. લોન્ચ થયા પછી તે Mahindra Treo, Bajaj RE અને Piaggio Ape e-City સાથે સ્પર્ધા કરશે. હાલમાં આ ઇલેક્ટ્રિક રિક્ષાના બેટરી પેક અને રેન્જ વિશે કોઈ માહિતી બહાર આવી નથી.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2024માં ઓલા ઈલેક્ટ્રિકના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે પુષ્ટિ કરી હતી કે ઓલા ઈલેક્ટ્રિક ગીગા ફેક્ટરી ખોલવાની યોજના બનાવી રહી છે. આ ફેક્ટરીમાં બેટરી સેલ બનાવવામાં આવશે, જેનો ઉપયોગ ઓલા તેના ઇલેક્ટ્રિક વાહનોમાં કરશે.
આ સાથે ઓલાએ તેના તમામ ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી વોરંટી 8 વર્ષ સુધી વધારી દીધી છે. Olaએ આગામી ક્વાર્ટર સુધીમાં દેશમાં 10 હજાર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી છે. આ સિવાય કંપની એપ્રિલ સુધી પોતાના સર્વિસ સેન્ટરોમાં પણ વધારો કરશે.
ઓલા ઇલેક્ટ્રિકની ગીગાફેક્ટરી
ઓલા ઈલેક્ટ્રીકની ગીગાફેક્ટરી વ્યૂહરચના સાથે કંપની તેનો આઈપીઓ પણ લોન્ચ કરવા જઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં ઓલા ઇલેક્ટ્રિકે 33,722 ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણ સાથે ઈ-સ્કૂટર સેગમેન્ટમાં 41 ટકા હિસ્સો હાંસલ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ટીવીએસ મોટર કંપની જેવા તેના મોટા સ્પર્ધકોએ 17.7 ટકા, બજાજ ઓટોએ 14.2 ટકા અને એથર એનર્જીને 11 ટકા જ ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું.
ઓલા પાસે કેટલા ઇલેક્ટ્રિક વાહનો છે ?
હાલમાં Ola ભારતીય બજારમાં કુલ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચી રહી છે. જેમાં Ola S1 X, S1 Pro અને S1 Airના નામ સામેલ છે. આ સિવાય, કંપનીએ ઇલેક્ટ્રિક બાઇક્સ પણ લોન્ચ કરી છે, જે કંપનીની વેબસાઇટ પરથી પ્રીબુક કરી શકાય છે.
આ પણ વાંચો Hyundaiએ લોન્ચ કરી નવી Creta, 6 એરબેગ્સ અને ADAS ટેક્નોલોજીથી છે સજ્જ, જાણો કેટલી છે કિંમત