સ્પોર્ટી લુક, 33 કિમી માઇલેજ, શાનદાર ફીચર્સ…નવા અવતારમાં લોન્ચ થઈ મારુતિ WagonR

કંપનીએ WagonR Waltz એડિશનને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. જેમાં LXi, VXi અને ZXiનો સમાવેશ થાય છે. તેમાં અપડેટેડ ક્રોમ ફ્રન્ટ ગ્રિલ, ક્રોમ ગાર્નિશ સાથે ફોગ લેમ્પ્સ, વ્હીલ આર્ચ ક્લેડીંગ, સાઇડ સ્કર્ટ્સ, સાઇડ બોડી મોલ્ડિંગ વગેરેનો સમાવેશ થાય છે.

સ્પોર્ટી લુક, 33 કિમી માઇલેજ, શાનદાર ફીચર્સ...નવા અવતારમાં લોન્ચ થઈ મારુતિ WagonR
Maruti WagonR Image Credit source: Maruti Suzuki
Follow Us:
| Updated on: Sep 23, 2024 | 5:24 PM

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેની ફેમસ હેચબેક કાર WagonRનું નવું Waltz એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ નવી WagonR Waltzમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ આપ્યા છે, જે તેને રેગ્યુલર મોડલ કરતાં વધુ સારી બનાવે છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ ફેમિલી કારની શરૂઆતી કિંમત 5.65 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

કેવી છે નવી WagonR Waltz ?

કંપનીએ WagonR Waltz એડિશનને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. જેમાં LXi, VXi અને ZXiનો સમાવેશ થાય છે. તેમાં અપડેટેડ ક્રોમ ફ્રન્ટ ગ્રિલ, ક્રોમ ગાર્નિશ સાથે ફોગ લેમ્પ્સ, વ્હીલ આર્ચ ક્લેડીંગ, સાઇડ સ્કર્ટ્સ, સાઇડ બોડી મોલ્ડિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ નવા એલિમેન્ટ્સ કારના એક્સટીરિયરને વધુ સ્પોર્ટી લુક આપવામાં મદદ કરે છે.

કંપનીએ કારની અંદરના કેબિનમાં કેટલાક અપડેટ્સ પણ આપ્યા છે. જેમાં નવા ફ્લોર મેટ અને સીટ કવરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય 6.2 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવા સ્પીકર્સ, સિક્યોરિટી સિસ્ટમ અને રિવર્સ પાર્કિંગ કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ફિચર્સ સામેલ કર્યા બાદ તેની કેબિન થોડી અપગ્રેડેડ લાગે છે.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

પાવર અને માઇલેજ

કંપનીએ 1.2 લિટર અને 1.0 લિટર પેટ્રોલ એન્જિન બંને વિકલ્પો સાથે WagonR Waltz એડિશન રજૂ કર્યું છે. મોટું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ આવે છે. આ સિવાય આ કારને કંપની ફીટેડ CNG વેરિએન્ટમાં પણ રજૂ કરવામાં આવી છે. કંપની દાવો કરે છે કે તેનું પેટ્રોલ વેરિઅન્ટ 25.19 કિમી/લિટરની માઈલેજ આપે છે અને CNG વેરિઅન્ટ 33.48 કિમી/કિલોની માઈલેજ આપે છે.

સેફ્ટી ફીચર્સ

WagonR Waltzમાં કેટલાક નવા સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે આ કાર હવે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) સાથે ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD)થી સજ્જ છે. આ સિવાય અન્ય ફીચર્સ પહેલા જેવા જ છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, સ્પીડ લિમિટ એલર્ટ વગેરે છે.

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">