કાર ડીલર પાસેથી મેળવો તમારા હક્કના રૂપિયા! 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદવા પર ₹10,000 નું રિફંડ મળશે, આવું કેવી રીતે શક્ય છે?
જો તમે તાજેતરમાં 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદી છે, તો તમારા માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, હવે તમે તમારા હકના રૂપિયા કાર ડીલર પાસેથી મેળવી શકો છો. બસ આ માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે.

ભારતમાં મોટાભાગના લોકો નવી કાર ખરીદ્યા બાદ પણ ટેક્સ રિફંડ (TCS) નો દાવો કરતા નથી. આશિષ મહેરે તેમની પોસ્ટમાં સમજાવ્યું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદે છે, ત્યારે ડીલર 1 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) વસૂલ કરે છે.
જો તમે તાજેતરમાં 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદી છે, તો તમારા માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. રોકાણકાર આશિષ કુમાર મહેરની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં ઘણા લોકો એવા છે જે નવી કાર ખરીદ્યા પછી પણ સરકાર તરફથી મળતા ટેક્સ રિફંડ (TCS રિફંડ) નો દાવો કરતા નથી.
Most people in India don’t know this… but when you buy a new car in India the government actually owes you money back.
Yes, a refund. And it’s already linked to your PAN.
Whenever you buy a car above ₹10 lakh, the dealer collects 1% TCS. So a ₹10L car → ₹10,000 TCS A ₹30L…
— Ashish Kumar Meher (@AshishMeher7) November 28, 2025
આશિષ મહેરે પોતાની પોસ્ટમાં સમજાવ્યું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદે છે, ત્યારે ડીલર તેની પાસેથી 1 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) વસૂલ કરે છે, એટલે કે 10 લાખ રૂપિયાની કાર પર 10,000 રૂપિયા TCS વસૂલ કરે છે.
તેમણે સમજાવ્યું કે, આ રૂપિયા તમારા છે અને તમે તેનો દાવો પણ કરી શકો છો. તમારે ફક્ત ડીલર પાસેથી ફોર્મ 27D મેળવવાનું રહેશે અને તમારું ITR ફાઇલ કરતી વખતે ફોર્મ 26AS માં તેની વિગતો તપાસવી પડશે.
1% TCS રિફંડ કેવી રીતે મેળવવું?
આશિષ મહેરે તેમની પોસ્ટમાં આ પ્રોસેસને સરળ શબ્દોમાં સમજાવી છે.
- ડીલર પાસેથી Form 27D લો: આ સર્ટિફિકેટ દર્શાવે છે કે તમારી કાર પર કેટલો TCS કપાયો છે.
- Form 26AS ચેક કરો: ધ્યાન રાખો કે, જ્યારે તમે ITR ફાઈલ કરો ત્યારે તમારા ટેક્સ રેકોર્ડમાં આ TCS દેખાવું જોઈએ.
- રિફંડ અથવા એડજસ્ટમેન્ટ: તમે આ 1 ટકા રકમને રિફંડ તરીકે ક્લેઇમ કરી શકો છો અથવા તો તમારા બાકીના ટેક્સ સાથે એડજસ્ટ કરી શકો છો.
લક્ઝરી કારના વધતા વેચાણ વચ્ચે એક મહત્વપૂર્ણ રિમાઇન્ડર
ભારતમાં મિડ-સેગમેન્ટ અને લક્ઝરી કારની ખરીદી સતત વધી રહી છે. એવામાં આ પોસ્ટ એક મહત્વપૂર્ણ રિમાઇન્ડર છે કે, કાર ખરીદી પર વસૂલવામાં આવતો 1% TCS રિફંડેબલ હોય છે.
ઘણા ખરીદદારો આ વાતથી અજાણ હોય છે અને આ રકમનો દાવો કરતા નથી. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં જ્યારે તમે કાર ખરીદો, ત્યારે Form 27D મેળવવાનું ભૂલશો નહીં અને ITR માં તેના રિફંડનો દાવો કરવાનું ભૂલશો નહીં.
